Mann Woman, WOW ( world of woman)

માત્ર સ્ત્રીઓની સહનશક્તિ ઓછી થઈ ગઈ છે ?

ptg01959196

થોડા દિવસ પહેલાં એક નામાંકિત પ્રતિભાને મળવાનું થયું. એ મિસ હતી કે મિસિસ એ તો અટકળ જ કરવાની હતી, કારણ કે જેમ હવે સર્વવિદિત છે કે પરિણીત સ્ત્રીઓ પણ હવે મિસિસ સો એન્ડ સોવાળી પૂંછડી નામ પાછળ લગાવવાને બદલે પોતાનું ઓરિજિનલ નામ જ લગ્ન પછી રાખે છે, તો કોઈ પતિની સરનેમને એડિશનલ ટેગ તરીકે જોડે છે પણ નામની આગળ હોય છે મિસ. એટલે એનો અર્થ એ થયો કે વ્યક્તિ ખાસ કરીને સ્ત્રી પરિણીત છે કે નથી એ સ્ટેટ્સ જણાવવાની જરૂર સોશિયલ નેટર્વિંકગ સાઇટ પર કદાચ હોય પણ રિઅલ લાઇફમાં હોતી નથી.

જો વાત ફક્ત સ્ટેટ્સ કે ટેગ પૂરતી હોય તો તો સમજ્યા પણ આ વાત થોડી વધુ આગળ સુધી જાય છે, તે એ રીતે કે લોકોને એ માત્ર ટેગની નહીં જિંદગીમાં જીવનસંગિની, જીવનસાથી હોય કે ન હોય કોઈ ફર્ક નથી પડતો? હજુ ફક્ત એક બે દાયકા પહેલાં સિંગલ હોવું એટલે કે અપરિણીત હોવું એ જરા નાલેશીભરી વાત લેખાતી હતી.

પુરુષ હોય તો વાંઢા, મહિલા હોય તો ફૈબા કે પછી બસ ચૂકી ગયેલા જેવા અપમાનવાચક શબ્દો સહજ લેખાતા હતા. માત્ર ગણતરીનાં વર્ષોમાં આ સ્થિતિ ઉપરતળે થઈ ચૂકી છે. હવે ના તો કોઈને અપરિણીત હોવામાં કોઈ નાનમ લાગે છે ન કોઈને એ માટે ચીડવવાની વાત પણ સૂઝે છે.

અચાનક આ પરિવર્તન આવ્યું કઈ રીતે? જો એ પ્રશ્ન થાય તો તેના જવાબમાં એક નહીં અનેક કારણો છે, પણ વડીલો માને છે માત્ર આજની છોકરીઓની સહનશક્તિ ઓછી થઈ ગઈ છે.

ખરેખર એવું છે? માત્ર સ્ત્રીઓની સહનશક્તિ ઓછી થઈ ગઈ છે? અને પુરુષ તો સદી પહેલાં જેવો છે તેવો છે?

એ જવાબનો સચોટ જવાબ એ છે કે આજે સમય અને સંજોગ બદલાયા છે, એ વાત તો ખરેખર માનવી પડે. હવે બાકી રહી વાત સહનશક્તિની અને બદલાયેલી માનસિકતાની.

જો વિના કોઈ વિચારે આજના યુવાન કપલની માનસિકતાનો ખ્યાલ લેવો હોય તો ટીવી પર આવતી કર્મિશયલ જ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવી જશે. પત્ની બોસ હોય ને પતિ એના હાથ નીચે કામ કરતો હોય ત્યાં વાત પૂરી નથી થતી. આજે તો એવી પરિસ્થિતિ પણ જોવા મળે છે કે પત્ની સક્સેસફુલ કારકિર્દી ધરાવતી હોય અને પતિ બેકાર બેઠો હોય. એટલે પતિ કિચનમાં ફાંફાં મારીને પણ કંઈ જ ન કરી શકે ત્યારે પત્નીને નાની નાની વાતો માટે ફોન કરે અને પત્ની પોતાના કામને ભોગે પતિ મહાશયને માથું ખાવા અટકાવવા માટે તેમના માટે સીધું લંચ જ ઓર્ડર કરી દે. સ્વાભાવિક છે આ એડ એ પિઝા કે બર્ગરની કંપનીની હોય. કદાચ સમાજનો એક વર્ગ માનતો હશે કે એવું તો કંઈ હોતું હશે? એ તો ઠીક એડમાં બતાડે, પણ ના આ જ છે બદલાતાં સમયની તાસીર.

એવું તો આજથી છ દાયકા પૂર્વે પણ બનતું હતું કે કોઈક કિસ્સામાં પતિ ન કમાતો હોય અને પત્નીએ સંયુક્ત કુટુંબમાં સમસમીને બેસી રહી બાંધી મુઠ્ઠી લાખની કરી નિર્વાહ કરવો પડતો હોય કે પછી આર્િથક પરિસ્થિતિ સંભાળવા સ્ત્રીએ બીજાનાં ઘરકામ કે પછી ખાખરા-પાપડ કરીને બાળકોને ભણાવી થાળે પાડયાં હોય. છતાં એ વાત ક્યારેય પતિ-પત્ની વચ્ચે ચર્ચાતી પણ ન હોય, કારણ કે સ્ત્રી જો એમ કરીને ઘરની પરિસ્થિતિ સંભાળી લે તો તે તો એની ફરજ લેખાતી હતી. એમાં કયું તીર મારવાનું હતું એ હતી સ્ત્રીની કિંમત.

હજી ત્રણ દાયકા પહેલાંનો સમય યાદ કરો. ત્યારે શરૂ થયો હતો શિક્ષિત દંપતીનો દોર. પતિ અને પત્ની બંને સમકક્ષ જ ભણ્યાં હોય તેવો માહોલ સ્વાભાવિક હતો. પતિ વિદેશ જઈ ભણ્યો હોય કે નામાંકિત શિક્ષણશાસ્ત્રી હોય ને પત્ની અંગૂઠાછાપ એ વાત કદાચ છ દાયકા જૂની છે. ત્રણ દાયકા પહેલાં સામાન્ય રીતે કોઈ સ્ત્રી મૂળભૂત રીતે અક્ષરજ્ઞાાન વિનાની હોય તે વાત અશક્ય હતી. હા, એ વાત જુદી હતી કે લો કે મેડિકલ ભણેલી છોકરી લગ્ન પછી પ્રેક્ટિસ કરવાને બદલે વર, ઘર, બાળકો, વડીલ અને વ્યવહાર સાચવતી બેસી રહી હોય. શિક્ષિત હોય કે ઉચ્ચ શિક્ષિત સ્ત્રીએ લગ્ન થઈ જાય પછી કારકિર્દી ચાલુ રાખવી કે નહીં એ પતિ કે સાસરિયાં નક્કી કરતાં હતાં. છેલ્લાં દસ વર્ષમાં આ પિક્ચર ઉપરતળે થઈ ગયું છે. હવે લગ્ન કરવા ઇચ્છુક કન્યાને પોતે કારકિર્દી ચાલુ રાખી શકશે કે કેમ એવા વાહિયાત પ્રશ્ન ન તો કરવા પડે છે ન સાસરિયાંઓ એ ડિમાન્ડ કરવાની પરિસ્થિતિમાં છે.

હવે પરિસ્થિતિ વધુ નાજુક થઈ રહી છે. એ છે વધતાં જતાં શિક્ષણ સાથે વધતી જતી આર્િથક સ્વતંત્રતાનો વ્યાપ.

પતિ અને પત્ની બંને કમાતાં હોય તો કિચનમાં કામ માત્ર પત્ની જ શા માટે કરે? પત્ની જ શા માટે વડીલ અને વ્યવહારો સાચવે?

આ બધાં સાવ નાનાં નગણ્ય લેખાતાં પરિબળો છે જે ક્યારે સુનામી બનીને તૂટી પડે ખ્યાલ જ ના આવે. એક સમયે ગૃહિણી માટે અંગ્રેજીમાં શબ્દ વપરાતો હાઉસવાઇફ, ગૃહિણીની સામે આપણે ત્યાં ગૃહસ્થ જેવો શબ્દ ખરો પણ તેનો કોઈ રીતે અર્થ ગૃહિણીની વ્યાખ્યા સાથે બંધ ન બેસે પણ આજકાલ સમગ્ર માનુનીવિશ્વમાં જે આમૂલ પરિવર્તન આવી રહ્યાં છે તે લઈ આવ્યો છે એક પર્યાયવાચી શબ્દને અને તે છે હાઉસ હસબન્ડ.

જો લગ્નસંસ્થાના વણલખ્યા નિયમ પ્રમાણે એક સાથી અર્થોપાર્જન સંભાળે ને બીજું ગૃહસ્થી, તો એ સંજોગોમાં ગૃહસ્થીની જવાબદારી આવી સ્ત્રી પર કારણ કે સામાન્ય રીતે આર્િથક જવાબદારી પુરુષના માથે રહેતી હતી. જો હવે એ જવાબદારી નિભાવવામાં સ્ત્રીએ ખભેખભા મિલાવી સાથ આપવાનો હોય અને જો પુરુષ આર્િથક જવાબદારી ઉઠાવી શકવા સમર્થ ન હોય તો એમણે ગૃહસ્થી શા માટે ન સંભાળવી? આ પ્રશ્નના જવાબમાં મળ્યો છે શબ્દ હાઉસ હસબન્ડ.

આ આખી વાત જેવી દેખાય છે તેવી સરળ નથી. પહેલાં વિદેશમાં અને હવે આપણે ત્યાં આ ચાલ હળવેકથી પ્રવેશી રહ્યો છે જેની નિશાની આપણે જોઈએ છીએ ટીવી પર આવતી જાહેરખબરોમાં.

પતિ-પત્ની સમજુ હોય અને પોતાની સૂઝ-સમજ પ્રમાણે ઘર કે બહારના મોરચા સંભાળી લે તેમાં તો કોઈ સમસ્યા જ નથી. સમસ્યા સર્જાય જ્યારે અપેક્ષાઓ ભારેખમ થઈ જાય અને તે પણ એક જ પક્ષે. પત્ની ભલે નોકરી કરે, રસોઈથી લઈ બાળકોનો અભ્યાસ, વડીલોની ચાકરીના કામમાં જો કોઈ બાંધછોડ ન થાય ત્યારે શું થાય? જે સમાજ આવી અપેક્ષા સ્ત્રી પાસે રાખે તે જ સમાજના ઠેકેદારોને જો કોઈ કહે કે પત્ની આખા દિવસનાં ઘરકામ અને બાળકની સારસંભાળમાં થાકી જાય છે એટલે નવજાત શિશુનાં રાતે ભીનાં થતાં બાળોતિયાં બદલવાનું કામ પુરુષનું, તો એ વાત સ્વીકાર્ય નથી હોતી. થોડાં સમજુ લોકો વિના કહે એ જવાબદારી ઉઠાવતા હશે પણ સામાન્ય રીતે આવું બનતું નથી. પરિણામ આવે છે સંઘર્ષમાં.

હવે એક વાત સમજાવી જરૂરી છે અને એ પછી સ્ત્રીને મળેલી પાંખોની. આ પાંખો ફૂટી છે શિક્ષણથી. એને આ રીતે સંબંધોને બટકણાં બનાવવાને માટે વાપરવાને બદલે થોડી સમાજથી કુટુંબના કલ્યાણ માટે જોવાય તો બહેતર વિકલ્પ છે.

છેલ્લે છેલ્લેઃ
જમીં દી હૈ તો થોડા આસમાં ભી દે,

મેરે ખુદા મેેરે હોને કા કુછ ગુમાં ભી દે.

Advertisements

1 thought on “માત્ર સ્ત્રીઓની સહનશક્તિ ઓછી થઈ ગઈ છે ?”

  1. વાત તો સાચી કહી, મેમ,
    એક બાળવાર્તા છે, કે ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો દાળનો દાણો– અને આનંદથી જીવતા હતા, વ.વ. અને હાલના સમયની માંગ પણ એ જ છે, પતિ પત્ની તો એક બીજાને સમજે, અને જે નક્કી કરે એમ જીવે, પણ સમાજ? સમાજ શું કહેશે? ઘરના બીજા સભ્યો નો શો વિચાર છે — એવા દબાણ, જેને peer pressure કહી શકાય એનો પ્રશ્ન છે, આપણે ત્યાં એ એક મોટો વિષય છે કે બીજાની જિંદગી કેમ જાય છે? એ સમાજનું peeping બંધ થાય તો ઘણા પ્રશ્નો ઉભા થતા રહી જાય,
    બાકી મારી પોતની વાત કહું તો, ” ચકી જ ડાળ ચોખા બંને દાણા લાવે છે, ખીચડી રાંધે છે, અને ચકો ખાય છે અને ફેસબુક તથા આપના બ્લોગ માં ગામ સલાહકાર તરીકે માથાકૂટ કરે છે, ( આજે એ જગાએ છું કે કોઈ peer pressure અસર કરતુ નથી, અને ચકીના dryવર નું જ કામ કરું છું. “

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s