Mann woman, Opinion

તમે આવા બીમાર તો નથી ને ?

/home/wpcom/public_html/wp-content/blogs.dir/480/50778190/files/2015/01/img_5671.jpg
મન-વુમન : પિન્કી દલાલ

G
આ બધું પાછું જો નિર્દોષ, મસ્તી માટે હોય ત્યાં સુધી તો સમજ્યા પણ આખી આ કવાયત હવે એક વિકૃત આનંદના સ્વરૂપમાં તબદીલ થઈ રહી છે.

છેલ્લે થોડા સમયથી આ નવરી બજારનો ટ્રેન્ડ છે ‘કુછ ભી કર, સોશિયલ મીડિયા પર ડાલ’નો. એમાં વાત હોય પોતાની સિદ્ધિની આરતી ઉતારવાની અને બીજાની પટ્ટી પડવાની અને તે પણ કઈ હદ સુધી?

ઉદાહરણ જોવાં હોય તો જાતે જ અમુકતમુક લોકોની વિકૃત નુક્તેચીની જોવી પણ થોડા સમય પહેલાં જ એક એવો બનાવ બન્યો. કદાચ સહુ પ્રથમ વાર જેને કારણે કોઈ કોડભરી યુવતી આત્મહત્યાના પ્રયાસ સુધી દોરવાઈ હોય. વાત છે ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફેસ્ટિવલની. દૂરદર્શને આયેના પહુજા નામની એક ફ્રીલાન્સરને રિર્પોિંટગ માટે પોતાના કોઈ સ્ટાફને મોકલવાને બદલે મોકલી દીધી હતી. પણ ગરબડ થઈ કોઈ ટેક્નિકલ, એ છોકરીએ બે કલાક સુધી તો બરાબર રિર્પોિંટગ કર્યું પછી એને જેના પર સૂચના મળી રહી હતી તે જ ઇન્સ્ટ્રુમેન્ટ બગડયું એટલે સંવાદિતામાં ગરબડ ઊભી થઈ. એને નવા આવી રહેલા મહેમાનોની ઓળખ નહોતી એટલે ગૂંચવાઈ અને એમાં સહુથી મોટી ભૂલ કરી ગોવાનાં ગવર્નર મૃદુલા સિંહને ગવર્નર ઓફ ઇન્ડિયા કહેવાની. એને પોતાની ભૂલનો ખ્યાલ પણ આવી ગયો પણ એ તો રિલે થઈ ચૂકી હતી. બસ, વાત પૂરી. લોકોને જાણે મનોરંજનનું બહાનું મળી ગયું. વોટ્સએપ પર, ફેસબુક, ટ્વિટર જ્યાં જુઓ તો આ જ ક્લીપ. કોઈએ એ ન જોયું કે ૨ કલાક સુધી આ છોકરીએ વ્યવસ્થિત રિર્પોિંટગ કર્યું હતું, પણ ચૂક તો ચૂક હતી. આ વીડિયો ક્લીપ એટલી વાઇરલ થઈ કે તે યુવતી ડિપ્રેેશનમાં સરી પડી અને વાત આત્મહત્યાની કક્ષા સુધી પહોંચી. એ વાત જુદી છે કે યુવતીનાં સમજદાર મા-બાપે કશુંક આડુંઅવળું ન થાય તેની કાળજી લીધી પણ હજી એ યુવતી ડિપ્રેશનમાંથી બહાર આવી નથી. ખરેખર તો આ આખી વાત એક ગંભીર વિચાર માગી લે છે. માન્યું કે ભૂલ થઈ પણ એ ભૂલ માત્ર ને માત્ર આ યુવતીની હતી? સ્લીપ ઓફ ટંગ, સ્લીપ ઓફ માઇન્ડ, સ્લીપ ઓફ પેન કહીને મોટાં મોટાં અખબાર, ચેનલ, રાજકારણીઓ પોતાની ભૂલ પર ધૂળ વાળી લેતાં હોય છે, તો પછી માત્ર આવા નાના લોકોની ભૂલને આવું મોટું સ્વરૂપ આપવા પાછળનું કારણ શું? કારણ જોઉં તો બીજું કંઈ જ નહીં, માત્ર ને માત્ર હલકું મનોરંજન પણ કોઈ લોકોએ એવો સવાલ ન ઉઠાવ્યો કે આ દૂરદર્શનની સ્ટાફર નહોતી એવી ફ્રીલાન્સરને આ કાર્યક્રમનું રિર્પોિંટગ કરવાની જવાબદારી કેમ સોંપવામાં આવી હતી?

હલકા મનોરંજનની પણ કોઈ હદ હોય પણ જ્યારે આ હદ વટાવી દેવામાં આવે ત્યારે આ મનોરંજન કે ઉપહાસ એક વિકૃત આનંદ બની જાય છે.

એવો એક બનાવ થોડા સમય પૂર્વે બેંગલોરમાં બન્યો હતો. હોસ્ટેલમાં નવા આવેલા વિદ્યાર્થીનુું રેગિંગ અને જેની ક્લીપ સોશિયલ મીડિયા પર ફરતી થઈ. એન્જિનિયરિંગનો હોનહાર વિદ્યાર્થી આ મજાક જીરવી ન શક્યો અને એણે આગળ પાછળનો ઝાઝો વિચાર કર્યા વિના આત્મહત્યા કરી લીધી હતી.

વાત માત્ર આ પ્રકારના બે પાંચ બનાવની નથી. પાશવીયતાની હદ તો ત્યારે જોવા મળી કે ઉત્તર પ્રદેશમાં થોડાં છોકરાંઓએ ભેગા થઈ એક છોકરી પર બળાત્કાર કર્યો. એટલી હેવાનિયત ઓછી હોય તેમ આ વીડિયો ક્લીપ વાઇરલ કરી દીધી, અલબત્ત, પોતાની ઓળખ છુપાવીને. જો પોલીસ ધારત તો આ જ પુરાવાનું પગલું દબાવીને ગુનેગારોને સખતમાં સખત સજા માટે કસૂરવાર ઠેરવી શકત પણ આખા બનાવમાં એટલાં ઠાગાઠૈયા થયા કે ત્યાં સુધીમાં આ યુવતીએ બદનામી ન સહી શકવાથી આત્મહત્યા કરી લીધી અને ગુનેગારોનું શું થયું એ જાણવું કોઈ અખબારોએ પણ ઉચિત ન સમજ્યું. માત્ર ઉત્તરપ્રદેશ અને બિહારમાં આવું જંગલરાજ ચાલે છે એવું પણ નથી. મહાનગરોમાં વસતા માનસિક રોગીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ મનોરંજનના ઓઠા હેઠળ પોતાનું અંગત વૈમનસ્ય કાઢવા કરે છે. જેનો જાણતાંઅજાણતાં હિસ્સો બની જાય છે તેમની આસપાસનાં વર્તુળોમાં રહેલાં લોકો.

આ કોઈ એક કે બે કે પાંચ લોકોની વાત નથી. આ જ્વર ધીરે ધીરે મહામારીમાં ફેરવાઈ રહ્યો છે.

જો આ પ્રકારના બનાવો આપણી સંવેદનશીલતાને સ્પર્શતાં ન લાગે તો હવે એ સમજવાની જરૂર છે કે માનવજાત માણસની કક્ષામાંથી બહાર નીકળી ચૂકી છે.

કવિ રાજેન્દ્ર શાહ કહે છે તેમ ‘આપણી વ્યથા, અવરને મન રસની કથા’, એકની વ્યથા બીજા માટે મનોરંજન એ આખી વાત જ રુગ્ણ નથી?

દિનબદિન વધતાં જતા સ્ટ્રેસના આ સમયમાં માન્યું કે મનોરંજનની જરૂર ઓક્સિજન જેવી છે પણ એનો અર્થ એ છે કે કોઈનો જીવલેણ ઉપહાસ કે મસ્તી તમારું સ્ટ્રેસ બસ્ટર બને?

જો આપણે એમ માનતા હોઈએ કે આ બધું કંઈ અજાણ્યે જ થઈ જતું હશે તો એ વાત પણ ખોટી છે અને જો એમ માની લઈએ કે આ બધી વાત હાથે કરીને ઊભી કરાય છે તો તેમાં પણ ઝાઝો દમ નથી. ક્યારેક જાણતાં ક્યારેક અજાણે જ આ પાશવી ઠઠ્ઠાના હેન્ડલર આપણે થઈ જઈએ છીએ.

મોટા એટલા ખોટાં કહેનાર તો એમ પણ કહે છે કે બાળકો ભગવાનનું સ્વરૂપ હોય છે. તેની પાછળનું કારણ જ કદાચ એ હશે કે બાળકોનાં મગજ હજી કહેવાતી દુનિયાદારી શીખ્યાં હોતાં નથી એટલે જ તેમના આચારવિચાર મોટેરાંઓ જેવા વિકૃત હોતા નથી.

ઇસ લિયે તો બચ્ચોં પર નૂર બરસતા હૈ
શરારતે કરતે હૈ સાઝીશ તો નહીં કરતે

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s