Being Indian, Dear Me

હાથ ક મઝહબ નહીં દેખતે એ પરિન્દે , જો ભી દાન દે ખુશી સે ખા લેતે હૈ

uttrayan

ઉતરાણ નજીક હોય ત્યારથી મનને અજંપો વધી જાય. એટલી હદે કે ફેસબુક , ટ્વીટર જેવા સોશિયલ મીડિયા પર પતંગ ન જ ચગાવવા , કેમ ન ચગાવવા એવા ઢંઢેરા લખ્યા કરવાનું ચાલુ થાય. પણ ગઈ સાલ થોડી બબાલ થઇ. એક નવયુવાન , જોશીલા ગુજરાતીભાઈએ અમારી આ પંખીપ્રેમી હોવાની લાગણીને નામ આપ્યું: હિંદુદ્વેષ , હિંદુઓ સામેનું કાવતરું , અને એ લેખતાં ગમેતેમ લખ્યું. એ ભાઈ આંખ મીંચીને પતંગ ચગાવતાં હોવા જોઈએ બાકી ઉતરાણ જાય પછી ઘવાયેલાં , મરવાને વાંકે ધીરે ધીરે દમ તોડી રહેલા પંખી કોઈએ ન જોયા હોય એ વાતમાં માલ નથી. એની વે , એ ભાઈની માન્યતા અને પતંગ ચગાવવાથી વધુ ગહેરો થતો ધર્મ એમને મુબારક, વાત તો છે માત્ર ને માત્ર ઘવાયેલા પંખીઓની .
આ વર્ષે પણ વોટ્સએપ અને સોશિયલ મીડિયામાં ઘવાયેલાં પંખીઓને બચાવવાનું કામ કરતી સંસ્થા અને વ્યક્તિઓના નંબર ફોરવર્ડ કરવાનું અભિયાન ચાલ્યું . કેટલું ઉત્તમ . અમે પણ નહીં નહીં ને અમારા લગભગ 2000 થી વધુ કોન્ટેક્ટસને ફોરવર્ડ કરી દીધા, ટેલી ચેક કાર્ય વિના .
ઉતરાણ વીતી ને બીજી સવારે ચકલી ને પોપટના કલરવને બદલે કાગડાભાઈઓની સભા ભરાયેલી જોઈ એટલે થયું નક્કી કોઈ ઘાયલ પંખી આસપાસમાં પડ્યું હોવું જોઈએ, જરા ધ્યાનથી જોયું તો એક ગીધ પડ્યું હતું કમ્પાઉન્ડમાં, કાગડાઓ એ ફિરાકમાં હતા ક્યારે ગીધ મારે ને એ લોકો જયાફત શરુ કરે. હળવે હળવે પાણી છાટ્યું તો પેલા મૃત જેવા લાગતાં પંખીએ જરા સળવળાટ કર્યો એટલે બેચાર જણે ભેળાં થઇ ઘાયલ ગીધને એક કાર્ડબોક્સમાં રૂ પાથરી મૂક્યું , ડ્રોપર પાણી આપ્યું, ત્યાં સુધીમાં ટ્રાય થતી રહી પેલાં લાંબા લચક લીસ્ટમાંથી નંબર લગાવવાની. મોટે ઉપાડે પોતાનાં નંબરો આપેલાં એમાં સમ ખાવા પૂરતો ફોન કોઈ સેવાભાવી રીસીવ કરે નહીં. મરીન ડ્રાઈવનો નંબર તો કોઈએ ઉપાડ્યો જ નહીં, પછી વાત ચીરા બજારનો , ફોન ઉપાડ્યો , વિગત પૂછી ફોન કટ કરી નાખ્યો, ફરી ફોન લગાવ્યો તો મેસેજ આવ્યો : નંબર સ્વીચઓફ હૈ. સદનસીબે ઓપેરા હાઉસનો નંબર લાગ્યો, કોઈ દયાળુ રમેશભાઈ શાહ મળ્યા , માત્ર એક ફોન અને બે મિનીટ થયેલી વાતચીત, અને એમને માત્ર વીસ મીનીટમાં તો માણસ મોકલ્યો. પંખીને સારવાર મળી ને એક જીવ બચી ગયો એનો આનંદ જેવોતેવો નહોતો . પણ દિલમાં રહી રહીને એક ડંખ અનુભવાતો રહ્યો : આ પ્રચારભૂખ્યા લોકો પોતાના નંબર શું કામ આ લીસ્ટમાં શામેલ કરતા હશે? તેમની પ્રચારભૂખ સામે આ નિર્દોષ જીવોની જિંદગીનું કંઈ જ મૂલ્ય નહીં?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s