Being Indian

# આઓ લંબી લંબી ફેંકે

IMG_5804-0

છેલ્લાં થોડાં વર્ષોથી ચાલી રહેલા ફેસબુકના એકચક્રી રાજમાં મસમોટાં ગાબડાં પાડવાનું કામ આજકાલ ટ્વીટર પર ચાલી રહેલી હેશટેગ (#) એક્ટીવીટી કરી રહી છે. કહેવાની જરૂર ખરી કે એમાં વધુ દાદુ છે અર્નબ ગોસ્વામીની ન્યુઝઆર પર ચાલતી ચર્ચાના સબ્જેક્ટ પણ એ સિવાય પણ રોજ ટોપ ફાઈવ પર ખરેખર રસપ્રદ ગોસીપ ચાલતી હોય છે.
અને હા , એક વાત તો મજાની એ છે કે ભારત કરતાં પાકિસ્તાનીઓને ટ્વીટર વધુ ગમે છે. જેમ ભારતીયોને મન ફેસબુક તેવું આ લોકો ને મન ટ્વીટર. એનું કારણ છે પાકી છોકરીઓને આપણી જેમ જાત જાતના ને ભાત ભાતના કપડા પહેરીને ફેશન પરેડ કરીને પોતાની સેલ્ફીઓ ખેંચી ખેંચીને ડિસ્પ્લે ન કરી શકે , કરે તો તે બદલ લાલ આંખનો સામનો કરવો પડે છે. બાકી હોય તેમ સરેરાશ પાકિસ્તાની છોકરાઓનું ઈંગ્લીશ તેમના ક્રિકેટ હીરો કરતાં પણ વધુ નબળું હોય છે. ચાર વાક્ય લખાવવા એમને ગ્રુપ બનાવવું પડે એટલે સસ્તું ભાડું ને સિધ્ધપુરની જાત્રા એવું ટ્વીટર બેસ્ટ , જે કહેવું હોય 140 શબ્દોમાં કહો ઓર આઉટ.
સાચું કહીએ ને તો નિંદારસ કેટલો મીઠો છે એ તમે આ પાકીઓના ટ્વીટ વાંચશો ને તો જ સમજાશે .
ઇન્ડિયન કરતાં વધુ ચબરાકિયાં , વધુ વેધક તો ખરાં જ.
આજકાલ એમાં સૌથી વધુ ટ્રેન્ડીંગ છે # આઓ લંબી લંબી ફેંકે .
શું એની પર ટ્રેન્ડીંગ થાય ! એમાં પાકના ફેંકુ સ્પેશીયાલીસ્ટ એવા નેતા, ક્રિકેટર્સ , પોલીટીકલ પાર્ટીઝ , અરે તેમની સિક્રેટ સર્વિસ ISI પણ બાકાત નથી.
તાજેતરમાં જ ઇન્ડિયા પાક મેચમાં જે રીતે પાકની હાર થઇ ત્યારે ‘લંબી લંબી ફેંક’ પર થયેલા ટ્વીટસ વાંચ્યા હો તો જલસો પડી જાય.
થોડા ઉદાહરણ જુઓ.
ઇન્ડિયાને હરાવીને પાકે વર્લ્ડ કપ જીતી લીધો ….
નવાઝ શરીફ માટે છે: શરીફ થોડા વધુ પડતાં જ શરીફ છે.
પાકિસ્તાન એર લાઈન્સ વિશ્વની નંબર વન એર લાઈન છે,
આજકાલ પાકિસ્તાનમાં કોલસો સહુથી મોટી સમસ્યા છે. વીજળીના ધાંધિયા , પેટ્રોલ પંપ પર તાળાં , નો ગેસ સીલીન્ડર …. ને સૌથી મોટી દુર્ભાગ્ય છે કે એમની પાસે ઝાડું પણ નથી . એટલે કોઈ ખોટા વાયદા કરીને દિવાસ્વપ્નમાં પેટની ભૂખ ભૂલાવે એવો કેજરીવાલ પણ નથી. એટલે બિચારા પોતાની વિનોદવૃત્તિનો ઉપયોગ કરી ખુશ રહે છે. એટલે કોઈકે વળી લખ્યું પાકિસ્તાનના પંજાબમાં 3000 વર્ષ ચાલે એટલો ખનીજનો ભંડાર છે. સોનું છે, રૂપું છે ,ક્રુડ પણ દટાયેલું છે. બસ એ ઉલેચી નાખવાની વાર છે.
જો કે પાકિસ્તાન પર જ વ્યંગ કરીને આપણે બહુ ડાહ્યાં એવું પણ નથી.
જો આજની તારીખે ઇન્ડીયાના ટોપ ટ્રેન્ડીંગ સબ્જેક્ટમાં નંબર વન તમિલ બ્રાહ્મણ પરનો કોઈ વિષય છે. જેની લિપી સુધ્ધાં તમિલ છે. અને હા ચોથે નંબરે બ્લોક બસ્ટર MSG બિરાજમાન છે. એની આગળ આઓ લંબી લંબી ફેંકે એવું લખ્યું નથી પણ મોટાભાગના યુવાન છોકરા છોકરીઓએ પેલા જરકસી વાઘાધારી બાબાને મસીહા માની લીધા છે.
જો આ મેસેજીસ વાંચશો તો તમને પણ લાગશે કે આ જે કોઈ એકટર હોય તે પણ એ એનો આ ચળકતો લેંઘો ને ભૂરી જરી ભરેલી બંડી પહેરી ને ફટફટિયા પર બેસીને કોઈ પણ કોલેજમાં એન્ટ્રી મારે ને આ યુવાન ભૂલકાંઓ વશીભૂત થઇ જાય તે નક્કી .
વ્યંગ ને હાસ્ય એક બાજુ પણ અ મેસેજીઝ વાંચીને રંજ તો પારાવાર થયો. સેન્સર બોર્ડ આવી ફિલ્મો રજુ થવા દઈ શકે?
તો પછી આવતીકાલની હિન્દી ફિલ્મોનું ભાવિ પણ આપણી ગુજરાતી ફિલ્મો જેવું જ હશે એ વાત પણ નક્કી .
જો એ ફિલ્મોના નામ જાણવા હોય તો અહીં થોડાં ઉદાહરણ …
મા ચુડેલવાળી (કોઈ અતિશયોક્તિ નથી, આવી લગભગ છએક ફિલ્મો ગુજરાતમાં બે વર્ષ પહેલા રીલીઝ થયેલી)
કાંતાડી શાંતાડી
દિલડું દીધું કારતકના મેળામાં
દલડું તોડી હાલી
માવો થૂંકી નાખજે સાહ્યબા મોરા …
મગન મામો દારૂડિયો
છોરી મોબાઈલ નંબર દેતી જા.
છોરીનું ફેસબુક જોઈ લે …

ઓહ બસ, આ તો થોડાં યાદગાર નામ , બાકી તો ઘણાં છે. ગૂગલિંગ કરીને જોઈ લેજો ભૈશાબ …
અમારે પણ કંઇક નામ વિચારવાનું હોય ને : પાવો વાગે વર્ડપ્રેસ પર…..

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s