Mann Woman

સ્ત્રી હોવું એ નિર્દોષતાનું પ્રમાણપત્ર છે?

broken-heart-31

તન્વી ને રાજ કોલેજ સમયથી મિત્રો, કોલેજમાં તો સહુને લાગતું કે બંને પરણવાનાં જ છે, પણ કોઈક કારણસર એ શક્ય ન બન્યું. એ પણ તન્વીની બાજુથી. રાજનું સ્વપ્ન હતું વિદેશમાં કારકિર્દી બનાવવાનું અને ટૂંક સમયમાં એ સાકાર થવાનું હતું. રાજ અને તન્વીના ધર્મ તો એક પણ જ્ઞાાતિ જુદી, જેનો કોઈ છોછ આજકાલના સુધરેલાં, સુશિક્ષિત મા-બાપને હોતો નથી. રાજના ઘરે તન્વી વર્ષોથી આવતી જતી ને તન્વીને ત્યાં રાજ. કોઈ રીતે ક્યાંય સમસ્યા નહોતી થઈ પણ સમસ્યા ત્યારે થઈ જ્યારે તન્વીએ વિદેશ વસવાટ માટે ના પાડી. તન્વીને ઇન્ડિયા છોડવું નહોતું ને રાજને અહીં રહેવું નહોતું. તન્વીનો મત હતો શા માટે વિદેશ જવાનું? રાજનો મત શા માટે ન જવું? સારી તક મળતી હોય તો! તો પછી આ સમસ્યાનું સમાધાન શું?

રાજ અને તન્વી મળ્યાં કોફીશોપમાં, બંને પક્ષે વડીલોને માન્ય હતું જે છોકરાઓ નક્કી કરે, જેમાં એમની ખુશી હોય તે સાચું.

રાજ અને તન્વી કોઈ નિર્ણય પર ન આવી શક્યાં. માત્ર એક વાત નક્કી હતી કે જો રાજ વિદેશ જાય તો બ્રેકઓફ્ફ, ચાર સાડા ચાર વર્ષના સંબંધનું ભાવિ ચાલીસ મિનિટમાં જોખમાઈ ગયું.

રાજની જવાની તારીખ નજદીક આવી. રાજને થયું કે હજી વર્ષો પાસે છે, શક્ય છે પોતાની ગેરહાજરીમાં એ ખોટ તન્વીને સમજાય અને હેપ્પી એન્ડિંગવાળી વાત બની જાય. એટલે એણે તન્વીને ફોન કર્યો, બંને મળ્યાં. શું વાતચીત થઈ, શું થયું એ બધું રહસ્ય છે, પણ જવાને એક જ દિવસ આડો હતો ત્યાં રાજને તેડું આવ્યું પોલીસ સ્ટેશનમાં, તન્વીએ રાજે તેને વારંવાર રેપ કરી હતી તેવી ફરિયાદ કરેલી. રાજ ને એનું કુટુંબ તો સ્તબ્ધ બની ગયું. તન્વી આવું પણ કરી શકે? એ વાત જ કલ્પના બહાર ને એમાં તન્વીનાં મા-બાપે સાથ આપ્યો? હોનહાર રાજ પોતાની જવાની તારીખ ચૂકી ગયો, એ પછી માત્ર બાર કલાક પછી એના જામીન મંજૂર થયા. આ દોઢ દિવસમાં રાજનાં મા-બાપ પર જે વીતી હતી તે જોવા જેવી હતી.

તન્વીએ રેપની ફરિયાદ કરી એમાં પુરાવારૂપે એકમેકને મોકલેલા ઘેલાગાંડા ટેક્સ્ટ મેસેજીસ હતા, રાજે લગ્નનાં ગુલાબી સ્વપ્નાં બતાવેલાં હતા. તન્વીએ ફરિયાદમાં કહ્યું કે રાજ લગ્નની લાલચ બતાવીને વર્ષો સુધી રેપ કરતો રહ્યો, એની સાથે છેતરપિંડી થઈ છે.

રાજનો છુટકારો માત્ર ગણતરીના મહિનામાં થયો ને તન્વીએ કેસ પાછો પણ ખેંચી લીધો, પણ રાજની જોબ પર હાજર થવાની તારીખ જતી રહી. હાથમાં આવેલી તક પણ. તન્વીએ માફી પણ માંગી. એનાં મા-બાપે પણ કાલાવાલા કર્યા પણ રાજ હવે તન્વીની સામે જોવા તૈયાર નથી. ગુસ્સાની એ પળ તન્વી જીરવી ગઈ હોત તો વાત કૈંક જુદી હતી. આજે રાજ પણ ઇન્ડિયામાં છે,તન્વીની નજરની સામે જ, પણ એ હવે તન્વી તો ઠીક કોઈ સાથે લગ્ન કરવાં તૈયાર નથી અને તન્વી હવે મેરેજ બ્યુરોમાંથી મળી આવેલા કોઈક અજાણ ફેમિલીમાં પરણવાની છે.

આ વાત જેટલી લાગે છે એટલી સરળ નિર્દોષ નથી. ખરેખર તો તન્વીએ એક હોનહાર યુવકનું, તેની કારકિર્દીનું ખૂન કર્યું છે એમ કહી શકાય, પણ અહીં આ કિસ્સામાં એમ કહેવું પડે કે દુર્ભાગ્યવશ આપણાં દેશના કાયદાઓ હવે જાણે સ્ત્રીઓ હંમેશાં નિર્દોષ જ હોય અને પુરુષ દોષી એવું માનતા થાય છે. આ વાત કેટલી ખોટી છે તે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્ઝ બ્યુરો ડેટા પરથી મળે છે.

આ વાતની નોંધ હવે કોર્ટ પણ લે છે. તાજેતરમાં જ મદ્રાસ હાઈકોર્ટ દ્વારા થોડા આંકડા જાહેર કરાયા અને સાથે વધતા જતાં પ્રમાણ પર જજની ટિપ્પણી પણ. એ આંક પ્રમાણે તો ૧૮થી ૩૦ વર્ષની યુવતીઓ દ્વારા થયેલી બળાત્કાર અને દહેજ માટે થતી કનડગતની ફરિયાદમાં ૯૪% ફરિયાદો ખોટી હતી. ખોટી હતી એ રીતે કે બળાત્કારની વાતમાં ફરિયાદી પોતે જ સ્વેચ્છાએ આરોપી સાથે સંબંધ બનાવ્યા પછી ક્યાંક વાંકું પડવાથી રેપ રેપ કરીને પ્રેેમીને પોલીસ પાસે દંડ અપાવવા દોડી આવી હતી.

સહુથી રસપ્રદ વાત તો એ છે કે આજકાલ કોઈ પણ પોલીસ સ્ટેશનમાં કોઈ સ્ત્રી ફરિયાદ લઈને જાય તો સામાન્ય રીતે પોલીસકર્મી બે બાજુ સમજ્યા વિના એને ફરિયાદી સાચા જ હોય ને આરોપી ગુનેગાર એ રીતે વર્તે છે, એ વાત સાચી કે એ સાચાંખોટાં કરવાં એ પોલીસનું કામ નથી, પણ તોય પોલીસ સ્ત્રીઓ માટે વધુ પડતું નરમ વલણ રાખે છે તેનાં કારણો ઘણાં બધાં છે. એક તો મહિલા મંડળોનો ગોકીરો ને બાકી હોય તેમ ૪૯૮ A જેવી તલવાર. જેનું પરિણામ એ આવ્યું છે કે સાલ ૨૦૦૦માં ખોટી ફરિયાદોનું પ્રમાણ હતું ૭.૫૫%ને આજે મળતાં આંકડા પ્રમાણે (સરકારી ડેટા) ૪૮% જઈ પહોંચ્યું છે. જે ફરિયાદોમાં બળાત્કાર, દહેજની માંગણી, વિનયભંગ શામેલ છે. બાકી હોય તેમ આ આંક દિનબદિન વધી રહ્યો છે.

આમાં નુકસાન કોને છે? પુરુષોને તો ખરું જ પણ સ્ત્રીઓને પણ છે જ. જે રાંક બિચારી જેવી મહિલાઓ છે તેમની પર પાશવી બળાત્કાર થાય તો પણ એ વાત ગંભીરતાથી લેવાતી નથી. દહેજના ચક્કરમાં નરમ છોકરીઓ હોમાઈ જાય છે અને માથાભારે છોકરી અને પિયરિયાં છોકરા પક્ષનું જીવવું હરામ કરી દે છે.

૧૬ વર્ષથી નાની કિશોરી હોય તો તેની સાથે બંધાયેલો શારીરિક સંબંધ બળાત્કારમાં લેખાય એ સમજાય એવી વાત છે, પણ ૨૨-૨૫ વર્ષની તરુણીને કોઈ બે ચાર વર્ષ સુધી રેપ કરી શકે? આવા કેસીસમાં વીડિયો ક્લીપિંગ પણ છોકરીઓ જ ઉતારીને પોતાની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા એ પુરવાર કરે છે. એવો એક કિસ્સો મદ્રાસ હાઈકોર્ટ પાસે સુનાવણી માટે હતો. એમાં જજનું અવલોકન ઘણું બધું કહી જતું હતું:

જજસાહેબે કહ્યું કે, “પુરાવારૂપે મુકાયેલી એમએમએસ ક્લીપમાં સ્પષ્ટપણે ફલિત થતું હતું કે છોકરી પોતાની મરજીથી આ સંબંધ બનાવી રહી હતી તે છતાં એને ૧૮ વર્ષની થવામાં ગણતરીના દિવસ બાકી હતા. પરિણામ? આરોપીને પૂરાં સાત વર્ષની જેલ.

આજકાલ જે કાયદા છે તેના ફાયદા કરતાં ગેરફાયદા વધુ લેવામાં આવે છે. દરેક વાતની કોઈ હદ હોય છે, પાણી નાક સુધી આવી ગયું છે, જો આમને આમ જ ચાલતું રહેશે તો સામાન્ય યુવકો કોઈ પણ જાતની રિલેશનશિપમાં પડતાં ગભરાશે. પછી ગમે તે મહારાજ, સાધુ, બાપુ, ચાર, છ, દસ બાળકો પેદા કરવાની વાત કરે. હોજ સે ગઈ બુંદ સે થોડી આયેગી?

છેલ્લે છેલ્લેઃ

કોઈ ખુશીઓ કી ચાહ મેં રોયા કોઈ દુઃખો કી પનાહ મેં રોયા અજીબ સિલસિલા હૈ જિંદગી કા કોઈ ભરોસે કે લિયે રોયા કોઈ ભરોસા કર કે રોયા.

Advertisements

1 thought on “સ્ત્રી હોવું એ નિર્દોષતાનું પ્રમાણપત્ર છે?”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s