Mann Woman, Uncategorized, WOW ( world of woman)

અજન્મા દીકરીની ચીસ કોઈને સંભળાતી નથી ??

Save_girl

દર વર્ષે 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિને યોજાતી ભવ્ય પરેડ એ જ દબદબાથી આ વર્ષે પણ યોજાઈ, પણ 66 મી આ પરેડનો દમામ થોડો જુદો હતો. તે માટે મોટાભાગના લોકો માને છે તેમ પરેડ માટે મુખ્ય અતિથી બનેલા અમેરિકાના પ્રમુખ ઓબામા હાજરી ખરી પરંતુ એથી વિશેષ એક કારણ હતું, અને એ હતું કે ભારતના ઇતિહાસમાં ઇતિહાસમાં સૌ પ્રથમવાર એવું બન્યું કે પરેડમાં સ્ત્રીશક્તિ પર ફોકસ કેન્દ્રિત કરાયું. જે માટે લશ્કરી દળની કોઈ મહિલા ઓફિસરે પરેડની આગેવાની કરી હોય. જોવાની ખૂબી તો એ છે કે નેવીની લેફ્ટનન્ટ કમાન્ડર ઓફિસર સંધ્યા ચૌહાણે આ બહુમાન મેળવ્યું એ 27 વર્ષની યુવતી હરિયાણાની છે . એટલું જ નહીં ,અને તે પણ એક નેવી ઓફિસરની પત્ની છે.

આ વાતમાં આમ તો કોઈને નવાઈ ન લાગવી જોઈએ, પણ નવાઈનું કારણ છે સંધ્યાનું વતન , રેવારી , હરિયાણા. જે હરિયાણા દીકરીના જન્મને શ્રાપ માને છે ત્યાંથી છે આ સંધ્યા ચૌહાણ. જો કે આ હરિયાણાની દીકરીઓ કોણ છે તે પણ જાણવા જેવી વાત છે. કલ્પના ચાવલા જેવી અવકાશવીર , સુષ્મા સ્વરાજ જેવા રાજકારણી , મહિલા હોકી ટીમની લગભગ બધી જ છોકરીઓ હરિયાણાથી છે જેમ કે જસજીત કૌર હાંડા, ફિલ્મ ઇન્ડસ્ટરીમાં જૂહી ચાવલાથી લઈને મલ્લિકા શેરાવત, કંગના રનૌત , પરિનીતી ચોપરા ને મશહૂર બેડમિંગટન પ્લેયર સાઈના નેહવાલ પણ હરિયાણાની દીકરી છે. આવી પ્રતિભાશાળી દીકરીઓ હોવા છતાં આજની તારીખે હરિયાણામાં દીકરીનો જન્મ શ્રાપ માનવામાં આવે છે .

સંધ્યા હરિયાણાની હોવા છતાં નસીબદાર એટલે છે કે કારણ કે એના પિતા ભલે હરિયાણાના રૂઢિચુસ્ત સમાજમાં રહેલાં આમ કિસાન હોય પણ એમના સ્વપ્ન આમ નહોતાં . પોતાનાં સંતાનોને સર્વ શ્રેષ્ઠ શિક્ષણ આપી લશ્કરમાં મોકલવા એવું કોઈક લક્ષ્ય હતું. હરિયાણા દાયકાઓથી એકદમ રૂઢિવાદી સમાજનું પ્રતિનિધિત્વ કરતું રાજ્ય છે જ્યાં આજે પણ ખાપ પંચાયતનો બોલ ઉથાપવાની હિંમત ભલભલા તાલેવંત કિસાનો ચાહે તો પણ કરી શકતા નથી. પણ સંધ્યાના પિતા કંઇક નોખી માટીના , એમને લાગ્યું કે આ સમાજમાં રહી દહાડો વળશે નહિ એટલે એમને વર્ષોથી ગામ છોડી દિલ્હીને પોતાની કર્મભૂમિ બનાવી દીધી હતી. સંધ્યા નેવીમાં છે ને એનો ભાઈ પણ આર્મીમાં . માબાપ પોતાના સંતાનો માટે કઈ હદ સુધી જઈ શકે તેનો ઉત્તમ દાખલો . બાકી હરિયાણાનું રેવારી ગામ , પોતાના ખેતરો જો આ બાપ છોડીને દીકરા દીકરીની પાછળ ધ્યાન આપતે જ નહિ તો ?
શક્ય છે કે સંધ્યાનો ભાઈ દિગ્વિજય તો આર્મીમાં હોત જ , એમાં શંકાને સ્થાન નથી પણ સંધ્યા જેવી યુવતી ભારતીય નૌસેનામાં ન હોત, એ ક્યાં ચૂલો ફૂંકતી હોત, છાણ વાશીદા કરતી હોત કે પછી દીકરીની મા બનવા માટે નીચું મોઢું રાખી પોતે કોઈ ગુનેગાર હોય તેમ સાસરિયાના મ્હેણાંટોણા સહેતી હોત.

જે પરિવારમાં દીકરી ને દીકરા વચ્ચે ભેદ નથી કરવામાં આવતો તેમને આ બધી વાતો સાંભળીને ભારે આશ્ચર્ય થાય છે પણ કહેવાતાં સભ્ય શિક્ષિત સમાજમાં પણ છાની રીતે દીકરા માટેનું વળગણ ઓછું નથી.

તાજેતરમાં જ કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીએ કન્યા ભ્રૂણહત્યા રોકવા માટે અપીલ કરીને નવા થોડા આંકડા આપની સામે મુક્યા. એ પ્રમાણે તો ભારતના કેટલાક રાજ્યોમાં 1000 પુરુષે 840 મહિલાનો આંક હજી દર્શાવાય છે જે વાત થોડી જૂની છે. ખરેખર તો હરિયાણાના 12 જીલ્લા એવા છે જ્યાં આ આંક વધુ ખરાબ છે . 100 પુરુષે 775 મહિલા અને થોડા ગામો અને વિસ્તારો તો સરકારી આંક પ્રમાણે હજાર પુરુષે પાંચસો મહિલાની વસ્તી ધરાવે છે.

દિ વાળે તે દીકરો એ કહેવત હજી જૂની નથી થઇ એવું આ હરિયાણા જેવા રાજ્યોની સ્થિતિ જોઇને લાગે .ખરેખર તો હરિયાણામાં સ્ત્રીઓને હંમેશ સેકન્ડ ક્લાસ સિટીઝન તરીકે જ જોવામાં આવતી રહી છે. આજે જ્યારે ભારતમાં પુરુષ-સ્ત્રીનું વસ્તીપ્રમાણ સરેરાશ ૧૦૦૦ :૯૪૦ છે ત્યારે હરિયાણાની સ્થિતિ સૌથી ખરાબ છે. ૨૦૧૧ની સાલમાં હરિયાણામાં હજાર પુરુષે સ્ત્રીઓની સંખ્યા હતી ૮૭૯. આ આંકડા જાણ્યા પછી પણ પરિસ્થિતિમાં સુધારો કરવા અંગે કોઈ પગલાં ભરાયાં નહીં એટલે આજે, ૨૦૧૪માં ગયા વર્ષના છેલ્લા આકલન પ્રમાણે ૧૦૦૦ પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યા છે ૭૬૧. અને હવે એ વધુ નીચે જઈને 500 પર અટકી છે. એટલે કે એક સ્ત્રી સામે બે પુરુષ .
જો આ વાત માત્ર આંકની માયાજાળ લગતી હોય તો એવું નથી. આ વાત ખતરનાક પરિસ્થિતિ સામે આંગળી ચીંધે છે. જે સમાજમાં બે પુરુષ વછે એક સ્ત્રીનું પ્રમાણ હોય તે સમાજની સુખાકારી કે કલ્યાણ વ્યવસ્થા વિચારી લેવી પડે.
તે છતાં આ આંકડાથી ચોંક્યા ન હો તો આ કારણથી ઉદ્ભવતાં ક્રાઇમરેટને ધ્યાનમાં લેવો પડે. ગરીબ રાજ્યોમાંથી ખરીદી લવાતી, ઉઠાવાઈ લવાતી યુવતીઓ માટે તેમના ગરીબડાં મુખ્ય પ્રધાનો પણ કાયદાકીય રીતે કશુંય કરવા અશક્તિમાન હોય એમ કહી હાથ ઊંચા કરી દે છે એટલે કેન્દ્ર સરકાર હવે યુધ્ધને ધોરણે આ પરિસ્થિતિ સુધારવા કમર કસી રહી હોય તેમ મેદાને પડી છે.

એક તરફ સ્ત્રી શક્તિનું સન્માન કરીને તેને બિરદાવવાની કોશિશ બેશક સરાહનીય પરંતુ હજી આ પાશેરામાં પહેલી પૂણી છે. મેનકા ગાંધીએ આપેલાં આંકડા મુજબ આજે દેશભરમાં રોજ 2000 દીકરીઓને જન્મતાં પહેલાં ગર્ભમાં જ મારી નાખવામાં આવે છે.આ સ્થિતિ એટલી બધી ચિંતાજનક છે કે હરિયાણાની જ વાત કરીએ તો એ રાજ્યમાં 70 ગામ એવા છે જ્યાં વર્ષોથી દીકરીનો જન્મ જ નથી થયો.

દર વર્ષે મહિલાદિને સ્ત્રી શક્તિના વાજાં ઘણાં ઊંચા સૂરે વાગે છે પણ કામ જેટલું જોઈએ એવું થતું નથી. એ માટે યુદ્ધને ધોરણે નક્કર લેવાલાયક પગલા પૈકી સહુ પ્રથમ તો જે ચોરીછૂપી ગર્ભપરીક્ષણ કરી આપે છે અલ્ટ્રાસાઉન્ડ સેન્ટરો સામે કડક પગલાં ભરવા જોઈએ જે ભરાતા જ નથી.

બેટી બચાઓ , બેટી પઢાઓ અભિયાનની જ્યોત માત્ર હરિયાણા પુરતી જ નહીં પણ પંજાબ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પણ જગાવવી એટલી જ જરૂરી છે.
દીકરીઓના હત્યારા માત્ર અભણ અને રૂઢિચુસ્ત ગામડિયા લોકો હોય છે ? ના, એ વાત પણ ભૂલભરેલી છે. પોતાની જાતને સુશિક્ષિત અને ઉચ્ચ ભ્રૂ લેખાતો વર્ગ આમાંથી બાકાત નથી. આ આખી વાત તો વૈચારિક દારિદ્રયની છે.

છેલ્લે છેલ્લે:
બાઢ કા પાની ઘરોં કી છત તલક તો આ ગયા પાની
રેડીઓ પર બજ રહા હૈ મૌસમ સુહાના રહેગા.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s