Food for the soul, Opinion

સમય, દોસ્ત અને તંદુરસ્તીને ટેગ ન હોય !!

unnamed (2)

થોડાં  દિવસ પહેલા એક સરસ મેસેજ મળ્યો  : એક દિવસ દરમિયાન તમે તમારો સ્માર્ટફોન કેટલી વાર ચાર્જ કરો છો?

વિકલ્પ : એક વાર , બે વાર કે પછી બે દિવસે એકવાર.

તમારો જવાબ  જે હોય તે  પણ હકીકત એ છે કે મોટાભાગના લોકો દિવસમાં બેથી ત્રણવાર પોતાના સ્માર્ટ ફોન ચાર્જ કરે છે. હવે આ ઉખાણાં જેવા પ્રશ્નનો જવાબ જાણો  . જવાબ છે કે જો તમે બે થી ત્રણ વાર ફોન ચાર્જ કરતા હો તો તમે માત્ર કહેવાના સુખી છો, પણ ભારે એકલવાયા છો. તમે જો તમારો ફોન દિવસ દરમિયાન માત્ર એક વાર ચાર્જ કરતા હો તો તમે ઠીક ઠીક સુખી કહી શકાય તે લોકોની કક્ષામાં આવો છો , શક્ય છે કે  સાથે સારું ફ્રેન્ડ સર્કલ પણ ધરાવતાં હો . પણ જો તમે બે દિવસમાં એકવાર ફોન ચાર્જ કરતા હો તો તમે દુનિયામાં બચેલા થોડાં ખરેખર સુખી માણસોમાંના એક છો. કારણ કે તમારી લાઈફ હરીભરી છે મિત્રોથી , સ્વજનોથી , બહોળું કુટુંબ કે કુટુંબીજનો ધરાવો છો અને એટલું જ નહીં ભારે સોશિયલ અને પાર્ટી એનિમલ પણ છો.
વાત જરા નવાઈભરેલી લાગી ને ? પણ આ છે લોજીક આજના નવા યુગનું  .
એક જમાનામાં એમ મનાતું હતું કે કાગળનો સૌથી વધુ વપરાશ કરે તે પ્રજા સૌથી વધુ સુસંસ્કૃત તેમ હવે એવું મનાય છે કે જેટલો ફોન અને કમ્પ્યુટરનો વપરાશ વધુ એટલો માણસ એકલો . સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર પાંચ હજાર  મિત્રોનો કાફલો  હોય , આખો દિવસ એ ઈફ્રેન્ડ્ઝમાં બીઝી બીઝી હોય પણ એ બિચારા  કે બિચારી  પાસે રીયલ લાઈફમાં વાત કરવા માટે  પાસે  એક સહૃદય મિત્ર ન મળે એવું પણ હોય તેમ પણ બને , એ જ રીતે સગાં સંબંધી , આડોશી પાડોશી , જે કંઈ ગણો તે આ ફેસબુક કે ટ્વીટર.સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ એટલે તો તો જાણે નવરીબજાર  . આ વ્યાખ્યા છેલ્લા થોડા વર્ષોથી પ્રચલિત રહી છે.અને એટલે જ કદાચ છેલ્લાં થોડાં વર્ષોથી નવા વર્ષે લેવાતા સંકલ્પોમાં બીજું કંઈ નહીં તો સ્માર્ટફોન, કમ્પ્યુટરનો વપરાશ ઓછો કરીશ એવો એક સંકલ્પ સહુ કોઈ મનોમન લેતા હોય છે. એ પળાય કે ન પળાય તે વાત જુદી પણ , સંકલ્પ તો લેવો જ રહ્યો  . પરંતુ ક્યારેય એ વિષે એના કારણમાં ઊંડા ઉતારવાની કોશિશ કરી છે ?
એના કારણમાં કહેવાયું  કે રાઉન્ડ ધ કલોક , 24 કલાક કહેવાતા મિત્રો સાથે જોડાયેલાં રહેવાની આ પ્રક્રિયા ભારે અનહેલ્ધી છે.
મિત્રો સાથે જોડાયેલા રહેવાની પ્રક્રિયા અનહેલ્ધી હોય શકે ? અત્યાર સુધી એનો ઉત્તર અપાતો રહ્યો : હા, બિલકુલ ,  એટલે કે શારીરિક રીતે તો ખરી પણ માનસિક રીતે પણ .
જો કોઈ એ પાછળનું લોજીક પૂછે તો એ રીતે કે આજકાલ એવો વાયરો છે કે કુછ ભી કર  ફેસબુક પર ડાલ  … એટલે પછી કહેવાતાં હાઈફાઈ મિત્રોના ગ્રાન્ડ વેકેશન , પાર્ટી કે પછી નવી આવેલી કાર કે બાઈકના ફોટોગ્રાફ ફેસબુક પર, ઈન્સ્ટાગ્રામ પર જોઈ જોઇને એક  બીમારી  જન્મી રહી છે : જેને આજનું સાયન્સ કહે છે : ડીજીટલ ટોક્સીન્સ  .
આ ડીજીટલ ટોક્સિન એટલે બીજું કંઈ નહિ પણ  એ જ બીમારી જેને અત્યાર સુધી આપણે ઓળખતા હતા બીજા નામે : જલન, ઈર્ષ્યા, અદેખાઈ.  આ શબ્દો  જ માણસની સિસ્ટમમાં પલીતો ચાંપવા પૂરતાં  છે. આ જલન એટલે જ  ડીજીટલ ટોક્સીન, જે  જન્મ આપે છે અન્ય શારીરિક માનસિક બીમારીને , જેવી કે ડીપ્રેશન, સ્ટ્રેસ, એન્કઝાઈટી, અધીરાઈ, યાદશક્તિ નબળી પડી જવી, શીખવાની વૃત્તિ ,ક્ષમતાનો નાશ  ને ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ  .. આ થોડી મુખ્ય પરેશાનીઓ છે બાકી લાંબાલચક નામવાળી યાદી બાકી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી રાતદિવસ લેટેસ્ટ ઉપકરણોનો ઉપયોગ કરનારાઓએ આ બધી બુમરાણ મચાવી હતી.એટલે હવે એક ટ્રેન્ડ એવો ચાલ્યો કે આ બધી નવી ઉપલબ્ધિઓ તો માણસજાતને માટે ખરેખર તો સાવ નકામી છે .
 unnamed
એમ ? સાચે જ ?
જો આ વાત આમ જ હોય તો એક નજર ભૂતકાળમાં નાખવા જેવી ખરી. એ ભૂતકાળમાં જયારે ન તો રસ્તા પર કાર હતી ન રેલ્વે ટ્રેક હતા, ટીવીનો કન્સેપ્ટ માત્ર મહાભારતમાં  સંજયદ્રષ્ટિ તરીકે ઉલ્લેખાતો અને ન તો હતી મોડર્ન મેડીસીન્સ  . એ એવો સમય હતો જયારે લોકો માનતા કે નદી સમુદ્ર પાર કરાય જ નહીં, બહારનું તો ખાવાનો પ્રશ્ન  જ નહોતો પણ ઉભા ઉભા જમાય નહીં. રોકેટ સાયન્સનો યુગ નહોતો પણ યુગ હતો પણ ઇલેક્ટ્રિકસિટીના આવિષ્કારનો…
 ટર્મિનસથી થાણે સુધીની 21 કિલોમીટરની આ કલાકની મુસાફરી કરનાર લોકોએ ખાડી પસાર કરી એટલે શ્રાપથી મારી જવાના  . એ પછી તો ટ્રામ આવી , પોસ્ટલ સેવા શરુ થઇ , ટેલીફોન આવ્યા, ટેલીગ્રામ આવ્યા, ફિલ્મોનો યુગ આવ્યો. દેશ દુનિયા બદલાતા રહ્યા ને બદલાતાં રહ્યા માનવજાતના મગજ. છતાં જેને ફીયર ઓફ અનનોન કહે છે તે પરિબળ નથી બદલાયું  . કૈંક પણ નવી શોધ આવે પહેલા એનો વિરોધ એ માનવસહજ રીએક્શન થઇ ગયું છે.
પ્રશ્ન એ છે કે ખરેખર રોજ શોધતી નવી ટેકનોલોજી તદ્દન નકામી હોય છે ?
ફીજ, વોશિંગ મશીન , ગ્રાઈન્ડર ,મિક્સર, માઇક્રોવેવ અવન,ટીવી ,કમ્પ્યુટર ,મોબાઈલ ફોન    …. બધું નકામું ?
આ તમામ ઉપકરણ આવ્યા ત્યારે સાથે એક ડરામણી કહાની લઈને આવેલા એ તો સહુને યાદ જ હશે  . જેમકે ફ્રીજમાં રાખેલું ખાવાનું ખાવાથી ટીબી થઇ જાય  કે પછી  ટીવી જોવાથી વહેલી ઉંમરે દ્રષ્ટિ જતી રહે છે , અને હા, માઈક્રોવેવમાં રાંધેલા ખોરાકથી કેન્સર થાય છે  ……
હવે એ જ ચર્ચામાં મોડીફીકેશન છે , હવે એ ચર્ચા ચાલે છે પણ જુદી રીતે , જેમ કે તાજેતરમાં જ એક ચર્ચા એવી સાંભળી કે આ બધી જ ચીજો માણસ જાતને થતાં નવા નવા વ્યાધી ઉપાધિનું કારણ છે. કારણ એ રીતે કે માણસના જીવનમાંથી શ્રમ નામના તત્વની બાદબાકી થઇ ગઈ છે. હવે જો આ ઉપકરણોના ઉપયોગ સાથે માણસ પોતાના જીવનમાં ખાનપાન ને વ્યાયામ પર કંટ્રોલ રાખે તો ? એ કોના હાથની વાત છે?top-3-social-networking-services
રોજ નવા થતા સર્વે અને રીસર્ચના રીઝલ્ટ ટાંકવાની પણ હદ હોય છે. વર્ષોથી આ વિષે નેગેટીવ જ લખાતું રહ્યું છે, ખાસ કરીને સોશિયલ સાઈટ નેટવર્કિંગ માટે  , આધુનિક ઉપકરણોના ઉપયોગ માટે  . હવે આ બધી થીયરીઓને બારસો વોટનો ઝટકો આપવા આવી રહી છે નવી એક થીયરી, જે પ્રમાણે તો આધુનિક ટેકનોલોજીનો અને સોશિયલ નેટવર્કનો ઉપયોગ કરનાર ટેકનોસેવી લોકો અને આ તમામ ન વાપરનાર , કે ઓછો ઉપયોગ કરનાર લોકોના સ્ટ્રેસમાં કોઈ ફરક જ નથી હોતો, બલકે એક નવી વાત એ જણાઈ કે જે સ્ત્રીઓ આ સોશિયલ નેટવર્કિંગ સાઈટનો ઉપયોગ સારા પ્રમાણમાં કે વધુ પ્રમાણમાં કરે છે તે વધુ વાચાળ , આનંદી , ઉત્સાહી હોય છે. પુરુષોમાં એ જ પ્રમાણ છે , અલબત્ત સ્ત્રીઓની સરખામણીમાં થોડું ઓછું  .
 હકીકતે તો વાત પ્રકાશમાં આવી તે એ છે કે જે સ્ત્રીઓ આ માધ્યમનો ઉપયોગ કરે છે એ લોકો પોતાનામ રહેલી રચનાત્મક ભાવાત્મક લાગણીઓને વ્યક્ત કરી શકીને વધુ સક્ષમ બને છે.
વાત છે માત્ર અભિગમની  .
આખી વાત , પરિબળ, ઘટનાનું મૂલ્યાંકન કઈ રીતે કરવામાં આવે છે તેની પર નિર્ભર રહે છે તેની સફળતા કે નિષ્ફળતા. બાકી આ ઇન્ટરનેટ અને સોશિયલ નેટવર્કિંગ સાથે જોડાયેલી વાત પણ  છે પેલાં બરફ જેવી , સહુથી પહેલા શરુ થયેલી ટ્રેન જેવી… કદાચ આજે આ બરફ કોઈ ન ખાય કે ટ્રેનમાં બેસવાની ના પાડી શકે પણ આખરે ક્યાં સુધી ?
આખરે આ વાત છે રમતમાં ભાગ લેવાની બદલે બહાર ઉભા રહી ને લલચાતા રહેવાની  . નક્કી તો દરેકે પોતે કરવાનું રહે છે કે પ્રવાહમાં ઝંપલાવી મઝા માણવી કે કિનારે ઉભા ઉભા તાલ જોવો .એક જમાનામાં એમ મનાતું હતું કે કાગળનો સૌથી વધુ વપરાશ કરે તે પ્રજા સૌથી વધુ સુસંસ્કૃત અને હવે કહેવાય છે પર્યાવરણનો ખો કાઢી નાખે તે રીતે કાગળનો બિનજરૂરી ઉપયોગ કરતી પ્રજા જંગલી કે ગમાર તેમ  અત્યારે ભલે મનાતું હોય કે  ફોન અને કમ્પ્યુટરનો વપરાશ વધુ એટલો માણસ એકલો…
સમય સમયની વાત છે કાલે આ વ્યાખ્યા જુદી જ હોવાની
Advertisements

2 thoughts on “સમય, દોસ્ત અને તંદુરસ્તીને ટેગ ન હોય !!”

  1. प्लीज़, तमारा ब्लॉग नु back ground बदलो. वंचातु ज नाथी. back ground plain राखो.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s