Being Indian, Mann Woman

સારા હોવું એટલે શું ?

itm_2013-01-20_14-53-09_1

જો તમે દીકરીનાં માબાપ હો કે પછી દીકરા માટે કુલીન કન્યાની શોધમાં હો તો આ પ્રશ્ન પુછાય તો તેના જવાબ જુદા જુદા મળે.

પોતાની દીકરી માટે જે ધારાધોરણો હોય તે જ માપપટ્ટી ઘરમાં વહુ થઈને આવનારી દીકરી માટે નથી હોતી તેવું દૃશ્ય કોઈથી અજાણ્યું નથી. એવા સંજોગોમાં પણ થોડા ચોક્કસ નીતિનિયમો તો સરખા જ રહે છે. પછી આવે દીકરા અને દીકરીની સરખામણી. કુટુંબ ગમે એટલાં આધુનિક સુધારેલાં હોવાનો દેખાવ થાય, આજે પણ ઇન્ડિયામાં દીકરા અને દીકરી વચ્ચેની ભેદરેખા અકબંધ છે. કોઈક જગ્યાએ આંખે ઊડીને નજરે ચઢે તેવી દેખીતી અને ક્યાંક હળવી, બારીક દેખા ન દે તેવી જેના પરચા આપણને અખબારમાં છપાતા સમાચાર પરથી મળતા રહે છે.

દીકરી ભલે ગમે એટલી ડાહી, સમજુ હોય, પણ મિલકતનો વારસદાર તો પુત્ર જ, એ પછી શ્રવણકુમાર હોય તો સારી વાત છે પણ વંઠેલ, રખડું કે બેજવાબદાર હોય તોપણ.

એવાં જ સારાં બાળકો, સારાં છોકરાઓ, સારી ટેવ, સારી વર્તણૂક, સભ્યતાને લગતા ચાર્ટ આપણે નાના હતા ત્યારે સ્કૂલમાં જોયા હતા. એના ઉત્પાદન વિક્રેતા હતા ઇન્ડિયા બુક ડેપો. ૧૯૩૬માં સ્થપાયેલી આ કંપનીએ ચારિત્ર્ય ઘડતરમાં મોટી ભૂમિકા ભજવી છે એમ મનાય છે. માત્ર નીતિમત્તાને લગતા જ નહીં બલકે ભૂગોળ શીખવા માટે જરૂરી નકશા અને એટલાસ, ઇતિહાસ, વિજ્ઞાાન અને ગણિત શીખવા માટેના ચાર્ટ પણ આ એક ને માત્ર એક કંપની ત્યારે બનાવતી હતી.

એટલી નામાંકિત કંપનીએ તાજેતરમાં એક ચાર્ટ બહાર પડયો બેડ ગર્લ. એટલે કે અત્યાર સુધી સારાઈ શીખવતી ચીજો સાથે શું ખરાબ કહેવાય તેના ચાર્ટ બહાર પાડવાનો કંપનીને વિચાર કેમ આવ્યો એ તો તેનું મેનેજમેન્ટ જ જાણે… અને એ બેડ ગર્લ ચાર્ટ મોટાભાગના ભારતીયોએ જોઈ લીધો છે. થેંક્સ ટુ વોટ્સએપ. જ્યારથી વોટ્સએપ નામનું માધ્યમ પ્રચલિત શું થયું છે એણે તો માત્ર અખબાર કે મેગેઝિન્સને જ નહીં, બલકે ઇલેક્ટ્રોનિક મીડિયા જેવાં કે ટીવી ન્યૂઝ ચેનલો અને સોશિયલ નેટવર્ક સાઇટ્સને પણ પછાડી દીધાં છે.

આજકાલ વારંવાર આવી રહ્યું છે એક પોસ્ટર, નામ છે બેડ ગર્લ એટલે કે ખરાબ છોકરી કોને કહેવાય?

તમે શું માનો છો ખરાબ છોકરી કોને કહેવાય? જોકે, વાત પછી… પણ અત્યારે વાત છે આ જે પોસ્ટર ધૂમ મચાવી રહ્યું છે તેની.

આ પોસ્ટરની વ્યાખ્યા પ્રમાણે ખરાબ છોકરીઓ એટલે જે દારૂ, સિગારેટ પીએ, છોકરાઓ સાથે મુક્તમને વાત કરે, પોર્નોગ્રાફી જુએ, હોઠ વંકાવી ચાળા કરે, કદાચ આ સાથે કેટલાંક લોકો કે મોટાભાગના લોકો સહમત થઈ જાય પણ યાદી અહીં નથી અટકતી. ખરાબ છોકરી હોવું એટલે વધુ ખાનારી, ઓછું ખાનારી, પોતાની મરજીથી લગ્ન માટે સાથી પસંદ કરનારી પણ ખરી. યાદી વધુ આગળ ચાલે છે જે છોકરીને ગોળ રોટલી વણતાં ન આવડે એ તો એકદમ ખરાબ, વળી જો પાર્કમાં ફરવા જતી હોય ને કોઈક વળી વાળ ખુલ્લા રાખીને ફરે, એ પણ ખરાબ છોકરીનું લક્ષણ, પણ હદ તો ત્યારે આવે જ્યારે એ નીતિમત્તાના ધારાધોરણનો ચાર્ટ બનાવનાર આધુનિક મનુઓએ કહ્યું છે તેમ કે જો છોકરીનો ઉરપ્રદેશ ભારે કે વિકસિત હોય એ તો નક્કી જ ખરાબ હોવાની.

bad_1_0_0
અને હા, જે છોકરી ગોવા ફરવા જાય તે પણ ખરાબ જ હોય. જો આ વાંચીને બેહોશ ન થવાય તો જ નવાઈ.

આ વાત કાલ્પનિક નથી, સાચે જ આવાં પોસ્ટર બન્યાં છે અને ભારતભરમાં એટલાસ, પોસ્ટર્સ વિતરીત કરનારી અતિ પ્રતિષ્ઠિત લેખાતી કંપની ઇન્ડિયા બુક ડેપો દ્વારા વિતરીત પણ કરાયાં છે.

જે યુગમાં સ્ત્રી અવકાશયાત્રી બની ચૂકી હોય, અબજ વસ્તી ધરાવતા દેશની પ્રેસિડન્ટ બને તે દેશમાં આવી માનસિકતા? પણ વાસ્તવિકતા આ જ છે. જોવાની ખૂબી તો એ છે કે ઇન્ડિયા બુક ડેપો લગભગ ૧૯૩૬થી નીતિમત્તા, ધારાધોરણ અને જ્ઞાાનવર્ધક ચાર્ટ બનાવે છે. જે આપણામાંથી લગભગ સહુ કોઈએ વિદ્યાર્થી અવસ્થામાં ખરીદ્યાં હશે કે સ્કૂલમાં જોયાં હશે. કદાચ કંપનીના ઇતિહાસમાં પહેલી વાર એવું થયું છે કે આવું કાચું કપાયું હોય.રસપ્રદ વાત તો એ છે કે આ પોસ્ટરના બનાવનાર છે ચાર વિદ્યાર્થીઓ. બેંગ્લોરની સૃષ્ટિ કોલેજ ઓફઆર્ટ, ડિઝાઇન એન્ડ ટેક્નોલોજીના ચાર વિદ્યાર્થીઓની ટીમે બેડ ગર્લ થીમ વિચારી. એમાં ઉપર પ્રમાણેની વાત મૂકી. નવા વર્ષની શરૂઆત પછી થોડા જ દિવસમાં આ ટીમના લીડર ફરહાન જાવેદ નામના છોકરાએ આ પોસ્ટર ફેસબુક પર મૂકી. એને થોડા લાઇક્સ મળ્યા ન મળ્યા ને વાત ભુલાઈ ગઈ, પણ ફેબ્રુઆરી આવતા સુધીમાં તો જાણે દવની જેમ વાત ફેલાઈ ચૂકી ને તે માધ્યમ હતું વોટ્સએપ.

આ ટીમ તો પોતાના આ સાહસથી સાવ જ અજાણ હતી. એમને ખબર પડી જ્યારે એક વિદેશી અખબારના પ્રતિનિધિએ તેમનો સંપર્ક કર્યો.

આખા દેશમાં વોટ્સએપના રસિયાઓમાં આ પોસ્ટર ફરી ચૂક્યું હતું અને એટલે જ ચર્ચાનો વિષય હતોઃ ભારતીય છોકરીઓ માટે ખરેખર આ ધારાધોરણો પ્રવર્તે છે?

જોવાની ખૂબી તો એ છે કે આ પોસ્ટર બનાવનાર છોકરાઓની ટીમમાં એક છોકરી પણ સામેલ હતી. ૨૨ વર્ષના ફરહાન સાથે એ જ ઉંમરના બીજા ચાર સાથીદાર હતા, જયવંત પ્રધાન, સ્પર્શ સક્સેના, રોશન શકીલ અને એક યુવતી નામે સ્તુતિ કોઠારી.

એટલે એનો અર્થ એવો થયો કે કોઈ ચોક્કસ કોમ કે સમાજમાંથી આવતાં છોકરા કે છોકરીના મનની પેદાશ નહોતી, બલકે એક ટીમવર્કથી આ પોસ્ટર બનેલું.

૨૨થી ૨૫ વર્ષનાં છોકરાં-છોકરીઓ કોઈ ચીજને ખરાબ માને છે એની આ એક ઝલક છે, પણ ભારે રોગિષ્ટ માનસની સાબિતી આપે છે.

સ્મોકિંગ અને દારૂને કોઈ ખરાબ ટેવ તરીકે દર્શાવે તો કોઈને એમાં નવાઈ ન લાગે એ સ્વાભાવિક છે, પરંત્ ાુ પોતાની મરજીનો જીવનસાથી પસંદ કરવો કે પછી રોટલી ગોળ બનવી એ કોઈ ખરાબ છોકરી હોવાની સાબિતી છે? સહુથી વાહિયાત વાત તો છે વધુ ખાનારી, ઓછું ખાનારી બંને ખરાબ!!

ખરેખર તો આ પોસ્ટર માટે એમ કહી શકાય કે બેડ ગર્લમાં દર્શાવેલા દુર્ગુણ કરતાં પણ જો કશુંક વધુ ખતરનાક અને મલિન હોય તો તે છે એ બનાવનારનાં માનસ.

આટલી કુમળી વયમાં આ રોગિષ્ટ માનસિકતા ત્યારે જ સંભવી શકે જ્યારે ઉછેર એવો કુદરતી હોય. એટલે દોષ આ યુવાન-યુવતીઓનો નહીં બલકે તેમનો અકુદરતી ઉછેર કરનારનો છે. સમાજમાં મનોરોગીઓનો તોટો નથી. બીજાની લાઇફમાં ડોકિયાં કરીને ફોટોગ્રાફી કરનાર ફોટોગ્રાફરને પાપારાઝી તરીકે ઉલ્લેખાય છે. તો માત્ર ને માત્ર પોતાની લીટી મોટી કરવા બીજાને નીચા, હીણ ચીતરનાર મનોરોગીઓને કયા નામે સંબોધવા રહ્યા?

છેલ્લે છેલ્લે
બાળકો માતા-પિતાનાં ચારિત્ર્યનો અરીસો હોય છે

Advertisements

4 thoughts on “સારા હોવું એટલે શું ?”

 1. સ્ત્રીઓ પ્રત્યે જે માનસિકતા છે તેના મૂળ ઘણા ઊંડા છે. અને એવું નથી કે આ માનસિકતા કેવળ પુરુષોમાં જ છે. અનેક સ્ત્રીઓમાં પણ આજ માનસિકતા તેમની રગે રગમાં વ્યાપેલી છે. અને આ માનસિકતા ઊભી કરવામાં બહોળો ફાળો કહેવાતા ધર્મોનો અને ધર્મના ઠેકેદારોનો રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે આવી ધાર્મિક સભાઓમાં સૌથી વધારે ભાગ પણ સ્ત્રીઓ જ લે છે. બાળકોમાં સંસ્કારોનુ સીંચન પણ સૌથી વધારે મા જ કરતી હોય છે. મેં જોયું છે કે બહારથી સ્ત્રી પુરુષનો એક જ દરજ્જો હોવો જોઈએ તેની હિમાયત કરતી અનેક સ્ત્રીઓની આંતરીક ઝંખના બાબો આવે તેની પ્રબળ હોય છે. બેબી આવે તો બહાર બહાર હર્ષ બતાવે પણ જેવી બે કે ત્રણ દીકરીઓ આવે કે ભિતરની સુષુપ્ત ઝંખના ઉછાળો મારે.
  બીજી બાજુ હું જોઊં છું કે જે સ્ત્રીઓ સ્ત્રી સ્વાતંત્ર્યના નામે ઝુંબેશો ચલાવે છે તેમની દિશા ખતરનાક પરિણામો લાવી શકે છે. મારી સમજ મુજબ સ્ત્રીઓએ કોઈ સ્પર્ધા પુરુષો સાથે કરવાની જરુર જ નથી. સ્ત્રી પોતાની રીતે જ અતિ સુંદર છે.શા માટે પુરુષ સમોવડી થવું છે? શા માટે એવરેસ્ટ શિખરો સર કરવા છે? શા માટે યુધ્ધના મેદાનમાં કેદી શસ્ત્રો હાથમાં પકડવા છે? સ્ત્રીનુ શરીર કે મન આવા કામો માટે નથી બન્યું. એ બધા બર્બરતા પુરુષો માટે ભલે રિઝર્વ રહી. સ્ત્રીઓ, તેમની ભિતર જે પ્રકૃત્તિદત ગુણો છે જેવાંકે પ્રેમ, કરુણા, સૌંદર્ય, દયા, કોમળતા,કલા નો વિકાસ કરે તો સાચા અર્થમાં સ્ત્રી વિકાસ થશે. બાકી મૈં ચાહે જો કરું મેરી મરજીના નારા સ્ત્રીત્વની હત્યા ભણી દોરી જશે. અને પુરુષ અને સ્ત્રી વચેની ભિન્નતાને ખતમ કરી નાંખશે. બન્ને વચે જે આકર્ષણ છે, તે આ ભિન્નતાને કારણે જ છે.
  બાકી સારા અને ખરાબની વ્યાખ્યાઓ માનસિક અસ્વસ્થ લોકો ગમે તેમ કરતાં જ રહેવાના. ાને જગત આવા મનો રોગીઓથી ભરપુર છે.

  Like

 2. ખુબ સરસ આર્ટિકલ. આપના આભાર સહિત હું આ આર્ટિકલ રિબ્લોગ કરું છું.
  પ્રવીણ શાસ્ત્રી.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s