Food for the soul, Mann Woman, People

અજીબ દોસ્ત , ગજબ કહાની

images

આજકાલ તો જમાનો જ્ઞાન બાંટતે ચલોનો  છે. જે જ્ઞાનગોષ્ટિ કરવા સંત મહારાજો પાસે જવું પડતું એ જ્ઞાન સવારે ઉઠતાંવેંત તમારી બે હથેળીમાં ટપકી પડે છે. થેન્ક્સ ટુ ડીજીટલ ક્રાંતિ…

આમ જોવા જઈએ તો એક નિર્દોષ દોસ્તી , પણ ખરેખર આ આજની સમસ્યા છે.

એક મહાવરો છે કે તમારા જેવા દોસ્ત હોય તો દુશ્મનની જરૂર જ શું ?

એટલે કે દોસ્તો જ દુશ્મનની ગરજ સારે એવા હોય. જો કે આ વાત માત્ર મજાકમાં જ બોલાય છે પણ વાસ્તવિકતા એ છે કે એ ભલે મજાકમાં ઉડાવી દેવાતી  હોય તેમાં સત્ય અને સાતત્ય બેઉ છે. એવા મિત્રો જેની સામે દિલ ખોલીને રાખી દીધું હોય અને ન કહેવાય ન સહેવાય જેવી અંતરંગ વાતો શેર કરી હોય તે વાતોનો ઢંઢેરો પીટાઈ જાય ને સંજોગ એવા બની જાય કે ધરતી માર્ગ આપે તો સમાઈ જવું એવા દોસ્તોને શું કહેવાય?કરેલી ભૂલ તો એક તરફ રહી જાય પણ દોસ્તે કરેલો વિશ્વાસઘાત તમને દિનરાત કોરી નાખે તો શું કરવાનું ? કદાચ મિડલએજમાં પહોંચેલી કે પીઢ પેઢીને આ સમસ્યાની તીવ્રતા નહીં સમજાય, આ સમસ્યા છે આજની ઉગીને ઉભી થતી પેઢીની. જે કોઈને જલ્દીથી સમજાય એમ નથી.કહેવાના સારા દોસ્ત સંતાપની ગર્તામાં તો ધકેલી જ શકે પણ જે કહીને દિલ હળવું કરવાનો આભાસ હોય તેને બદલે ડીપ્રેશનમાં પણ ધકેલી શકે એવી પરિસ્થિતિ બની શકે.

આ દુશ્મન બનતાં દોસ્તો માટે એક સરસ શબ્દ પ્રયોજાય રહ્યો છે : ફ્રેનીમીઝ, એટલે કે યારદુશ્મન  .

વિશ્વભરમાં થતી રોજ નવા અભ્યાસ માનવજાતને એક નહીં તો બીજા અભિગમથી વાકેફ કરે છે. એવા જ એક અભ્યાસમાં આ માનસિકતાને પુષ્ટિ મળી છે. જો કે એને માટે મનોવૈજ્ઞાનિક જાત તો ભારેખમ નામો વાપરે છે, જેવા કે એમ્બિબવોલેન્ટ રિલેશનશિપ, જેમાં મનાય છે કે આપણાં પરિચિત લોકો, મિત્રો, સ્વજનોમાં 50 ટકા લોકો એવા હોય છે કે જેમનું હોવું આપણને ગમે તો છે પણ તેમના પરત્વે તિરસ્કારની ભાવના પણ અંદરોદર ધરબાયેલી હોય છે. કોઈ માઈનો લાલ એવો નહીં હોય જેના  તમામ મિત્રો કલ્યાણમિત્રો જ હોય. જેનું કારણ છે માનવસહજ સ્વભાવ, સુષુપ્ત ઈર્ષ્યા, સરખામણી, પોતાથી આગળ નીકળી જવાને કારણે થતી જલન… અને આ બધાનો સરવાળો એટલે કેટેગરી યારદોસ્ત સાથે યારદુશ્મન…જે ખરેખર તો સ્વાસ્થ્ય માટે લાંબે ગાળે નુકશાનદાયી નીવડે છે.

જો વાત ખરેખર એવી હોય તો શા માટે એવી મિત્રતા ટકી રહે છે ? એવો પ્રશ્ન પણ થાય.

આ લોજીક સમજવા માટે આપણે આપણાં સોશિયલ સર્કલને સમજવું પડે. ઘણીવાર એવું બને કે બીજાને દોષી માનનાર પોતાની કોઈ ત્રુટિ કે કમીને જોઈ જ શકતું નથી. એક સમયે ગરજ હોય એટલે પોતે જ ભારે ઘરોબો વિકસાવ્યો હોય, આગળપાછળ ફરીને જીહજૂરી કરી હોય અને અચાનક જ એ વ્યક્તિ કામની ન રહે એટલે એને જલી ગયેલી સિગરેટના ઠૂંઠાની જેમ ફેંકી દેવી હોય ,આ બધું હોવા છતાં કહેવાતી મિત્રતા ચાલુ રહે. સ્વાભાવિક છે કે એ વાતનું રીએક્શન ફ્રેમીનીઝ તરીકે જ આવે ને.

હવે મુશ્કેલી એ વાતની છે કે દુનિયા દિનબદિન જેમ નાની થતી જાય છે તે સાથે જ વિશાળ થતી જાય છે. એ રીતે કે આજે ડીજીટલ સુવિધાને લીધે પરણીને લાખો માઈલ દૂર વસતી દીકરી કે કામધંધા માટે વિદેશ સ્થાયી થયેલા દીકરાના પરિવાર સાથે દિવસમાં વારંવાર કલાકો વાત કરે રાખે છે. એમને માટે અંતર જાણે કોઈ મહત્વ જ નથી ધરાવતું અને તેની સામે એક જ છત નીચે રહેતા પરિવારમાં આખા દિવસ દરમિયાન ટેબલ પર જમવાના સમયે થતી વાતચીત સિવાય કોઈ સંવાદ પણ હોતો નથી.

ત્યાં આવી જાય છે આ નેટફ્રેન્ડઝ , સોશિયલ સાઈટ પર બનેલા મિત્રો કે પછી ખરેખરાં મિત્રો  .

ફિલ્મ ગમે તેવી હોય પણ ટ્રેલર તો ધાંસુ જ હોય એવી વાત અહીં પણ બને છે. મિત્રો સાથે થોડી ઘનિષ્ટતા બની કે હૈયું ઠાલવી નાખવાની ઉતાવળ ભારે પડી શકે છે.એટલે જ નવા મિત્રો બનાવતી વખતે કે પછી જૂના મિત્રોને જૂનાં શૂઝની જેમ ફગાવી દેતાં પહેલા પોતાની આ વૃત્તિનું આકલન પોતે જ કરવું રહ્યું.

જો જીવનમાં યારદોસ્તો હશે તો યારદુશ્મનો પણ મળશે જ , આ તો પેકેજ ડીલ છે. પણ , સાઈકોલોજી સ્ટડીઝ નિર્દેશ કરે છે કે આ યારદુશ્મનનોને ઝેલવા આસાન નથી. કારણ કે એ લોકોની હાજરી સીધી હેલ્થ પર અસર કરે છે.આ ફ્રેમીનીઝ પર જે રીસર્ચ થઇ છે તે ઘડીભર અચંબામાં નાખી દે તેવી છે.

એ માટે વિજ્ઞાનીઓએ ફ્રેમિનીઝ ધરાવતા લોકોને એક બ્લડપ્રેશર મેઝરીંગ મશીન અને મોનીટર સાથે કનેક્ટ કર્યા. ખાસ કરીને જયારે તેઓ પોતાના આ ફ્રેન્ડ-એનીમી સાથે વાત કરતા હોય, ઓનલાઈન કે પછી ફોન પર…

એમાં પરિણામ એ દેખાયું કે ખરેખરાં દોસ્તો સાથે વાત કરતી સમયે આ લોકોના બ્લડ પ્રેશરમાં કોઈ ફર્ક નહોતો પડતો, એકદમ નોર્મલ રહેતું. જયારે બદતમીઝ બોસ કે પસંદ ન હોય એવા લોકો સાથે વાત કરતી વખતે આ લોકોનું પ્રેશર વધી જતું હતું. અને હા, સહુથી આશ્ચર્યની વાત તો એ હતી કે તેમનું પ્રેશર સહુથી વધુ હાઈ ત્યારે થઇ જતું જયારે કહેવાતાં મિત્રો સાથે વાતો થતી. એટલે કે કહેવાને નાતે તો મિત્રો પણ બેઉ વ્યક્તિ એકબીજાને નફરત કરતી હોય એટલી હદે નાપસંદ કરતી હોય તેવા ફ્રેન્ડએનીમી , ફ્રેનીમીઝ  ..

પાર્ટીમાં કે જાહેર કોઈ જગ્યાએ પ્રેમથી વિનયથી મળતા લોકો અંદરથી જયારે જલન કે નફરતથી સળગતા હોય તે લોકો કદાચ મીઠી જબાનથી પરિસ્થિતિ સાચવી શકે પરંતુ તેમની બોડીલેન્ગવેજ આખી વાત બયાન કરી દે છે તેની જાણ તેમને ભાગ્યે જ હોય છે. પોતાની અણગમતી વ્યક્તિને પાર્ટીમાં કે લગ્નપ્રસંગે , જાહેર ફંકશનમાં મળવું પડશે એ વાત જ તેમનું બ્લડપ્રેશર હાઈ કરી નાખે છે. એમના નામથી ધડકનની ગતિમાં ફેરફાર એક બીજો મહત્વનો પુરાવો છે.

એવી કોઈ પણ વાત જે તમને તમારા નાપસંદ દોસ્તો કે સ્વજનોની યાદ અપાવે શરીરમાં પરિવર્તન લાવી શકે છે. કારણ બીજું કંઈ નહીં પણ કોઈ ઘાવ કરી જશે એવી આશંકા આ ઉદ્વેગ માટે જવાબદાર છે. એટલું જ નહીં વાત કર્યા  પછી પણ એ વિષે વિચાર કરવાની વૃત્તિ પણ હાનીકારક છે. એ એટલી હદ સુધી કે તેની અસર વ્યક્તિના ડીએનએ સુધી ઉતરી જાય છે. જો કે આમાં મિત્રો કરતાં પરિવારજનોની અસર વધુ હોય છે. એનું કારણ એ છે કે મિત્રો રાતદિવસ સાથે નથી હોતા , સાથે હોય છે પરિવાર, પરિવારમાં જો કલહ, જલન, નફરત સાથે જીવવાથી લાંબા સમય સમય સહેવાથી એ વાત ડીએનએમાં ઉતારી જાય છે. જેમ કે ઘરમાં નવી આવેલી વહુ, એની પર દાબ રહે એટલે મોટાભાગના સાસુસસરા પોતાનો દીકરો કંઈ ખાસ કમાતો નથી ને પોતે જ આ બ્રહ્માંડના કર્તાધર્તા છે એવી છાપ પાડવા મથે છે. આવનારી વહુ થોડી માથાભારે હોય તો તો પરિણામ અંદાજી લેવાનું પણ સ્વભાવે નરમ હોય ને આ દાદાગીરીને શિરોમાન્ય રાખે તો શક્ય છે આવનાર સંતતિ ભીરુ હોય શકે છે. આ પુરવાર થયેલા દાખલાઓ છે. જેને માટે પાછળથી સાઇકોલોજીસ્ટ સારવારની જરૂર પડે છે.

અલબત્ત , આ વાત હજી વિજ્ઞાનીરીતે સાબિત થઇ શકી નથી પરંતુ એક વાત એને અનુમોદન આપે છે તે એ કે કોશીકામાં ક્રોમોઝોમમાં ડીએનએ પર એક આવરણ હોય છે ટીલોમીયર્સનું. ઉંમર વધતી જાય તેમ આ ટીલોમીયર્સને ઘસારો લાગતો જાય, એની લંબાઈ ઘટતી જાય. માત્ર ઉંમર સાથે નહીં એનો સંબંધ તણાવ સાથે પણ છે.માનસિક તણાવ આ ટીલોમીયર્સની લંબાઈ ઘટાડી શકે.  એટલે કે ટૂંકમાં તંદુરસ્ત રહેવું હોય ,બ્લડ પ્રેશર કે કેન્સર જેવા વ્યાધીથી બચવું હોય તો આવા વિના કોઈ કારણે મગજ ખરાબ કરે કે તાણ ઉભી કરાવે એવા તમામ જીવજંતુઓથી દૂર જ રહો.

દૂર રહેવાની વાત તો સમજાય પણ આ ફ્રેમીનીઝથી દૂર કેમ થવું ?

કેન્સર કે એડ્ઝ જેવા જીવલેણ વ્યાધિઓ  માટે વેક્સીન કે મેડીસીન શોધી નાખે તેવા વિજ્ઞાનીઓ પાસે આટલી નાની વાત માટે ઉપાય નથી. ઉપાય તો સહુએ પોતાની જાતે શોધવાનો રહે. માત્ર પોતાની જાત સાથે થોડું ચિંતન કરીને , કે ખરેખર આ લોકો તમારા માટે , તમારા જીવનમાં એટલી મહત્વતા ધરાવે છે કે એમને માટે તમે વિચાર પણ કરો ?

બસ, આ એક જ વિચાર અડધી સમસ્યા સુલઝાવી દેશે .

છેલ્લે છેલ્લે:

સાલે દોસ્ત ભી અજીબ મિલતે હૈ ,

અગર મૈં મર ગયા તો મેરી કબ્ર પે આ કે એક સેલ્ફી ખીંચ કે પોસ્ટ કરેંગે : મી એન્ડ માય ફ્રેન્ડ એટ સ્મશાન ઘટ , ફીલિંગ સેડ….

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s