Being Indian, opinion

પિક્ચર અભી બાકી હૈ દોસ્ત !! : 1 વર્ષ ગયું 4 બાકી ….

3_modiselfie759

મોદીના 365 દિવસ પૂરાં થયાનું સરવૈયું કાઢવાની જવાબદારી માત્ર પત્રકારો પર કે વિરોધ પક્ષ પર જ નથી , બલકે મોદીના ભક્ત નામે ગાળ ખાતાં સમર્થકો અને મોદીના નામથી સાંઢની જેમ ભડકતાં લોકોએ  સ્વૈચ્છિકરીતે ઉપાડી લીધી છે.

 કદાચ ઇતિહાસમાં એવું પ્રથમવાર બન્યું હશે કે એક પ્રધાનમંત્રીની કાર્યશૈલીના લેખાજોખાં વિદ્વાન પત્રકારો જ નહીં બલકે પાનવાળાથી લઇ ટેક્સીવાળા , પાણીપુરીના ખુમચાવાળા પણ કરી રહ્યા છે. જયારે આ દેશવ્યાપી મુહિમ ચાલતી હોય ત્યારે આપણે એમાં દેશની જીડીપી , મોંઘવારી , પેટ્રોલ ડીઝલના ઉતરતા ને ચઢતા ભાવ એવી બધી ક્યાં હાંકવી ? એનું  આચમન તો સૌ વિદ્વાન મિત્રો કરાવવાના જ છે , એડિટ પેજ પર, કટાક્ષલેખોમાં , કેરીકેચર્સ , કાર્ટુન્સ જેવા પરિમાણોથી  ,  એટલે  થયું વાત તો થવી જોઈએ  જે મનમાં હોય , યેસ યેસ, મનની વાત.
આ 365 દિવસમાં ( હજી ગણતરીના દિવસો બાકી..છતાં ) કૈંક હટકે  લાગ્યું હોય તો એ મોદી ને તેમની સેલ્ફી ડીપ્લોમસી. માત્ર સેલ્ફીની નહીં , મોદીની ફોટો ઓપ ( ફોટો ઓપર્ચ્યુનિટીની) સૂઝબૂઝની  .

સહુથી પહેલી ગ્રાન્ડ ઈમેજ મોદીએ સમગ્ર દેશવાસીઓ સામે સંસદભવનના પગથીયે માથું ટેકવ્યું અને આંખમાં ઝળઝળિયાં … ટીવી ચેનલો ને ફોટોગ્રાફર્સ ,વિઝ્યુઅલ્સવાળાઓને તો બખ્ખાં થઇ ગયેલા .
modiparliament
પછી યાદ છે સ્વચ્છ ભારત અભિયાન? એ  દરમિયાન પોતે જ હાથમાં ઝાડું ઝાલીને સફાઈકામ માટે પ્રધાનમંત્રી  નીકળી પડ્યા ને એ પૂરતું નહોતું તેમ એક પોલીસ ચોકીની અચાનક મુલાકાત લીધી હતી. ચોકી કંઈ હિન્દી પિકચરનો સેટ થોડી હતી કે ચોખ્ખી હોય ? એટલે  એક કોન્સ્ટેબલ લેવલના પોલીસ કર્મચારીએ સાહેબને આપેલો રોકડો જવાબ (જો કે એ સ્ક્રિપ્ટમાં હતો કે નહીં, નો આઈડિયા), સર , અમે તો વીવીઆઈપી બંદોબસ્તમાંથી ઊંચા નથી આવતા તે સફાઈ ક્યાં કરે ? અને તરત જ ખોટો ખોટો બંદોબસ્ત દૂર કરવાની વાત કરેલી  . લોકો તો વારી ગયેલા , ઓવારી ગયેલા  . પછી તો જે દેશે વિઝા નકાર્યા  હોય તેવા દેશના મોંઘેરા મહેમાન તરીકે જવું ને હ્યુ જેકમેન સાથે ઉભા રહીને સ્ટારવોર્સની બેમિસાલ , અવિસ્મરણીય લાઈન બોલવી : મે ધ ફોર્સ બી વિથ યુ  …… વાહ !!
પછી તો સિક્સર પર સિક્સર, એક ચા વેચતો છોકરો મોટો થઈને અમેરિકાના પ્રમુખને ઘરે બોલાવે ને વળી ફર્સ્ટ નેમ, બરાક કહીને બોલાવી શકે !! અહા !!  (જો કે એ માટે મારા પંજાબી મિત્રો કહે છે કે તમે ગુજરાતીઓ આટલાં તોછડાં કેમ હશો ? વ્યક્તિ નાની હોય કે મોટી પણ માનાર્થે જી કે ભાઈ લગાવો તો પૈસા પડે કે શું ?)
ને એ જ સમયે લાખેણો સુટ, કોઈ સરમુખત્યાર પહેરે એવો. લાગે છે કે એ સુટથી અમારા જેવા ઘણાં સમર્થકોએ  પોતાનાં રીડીંગ ગ્લાસીસ ગ્લાસક્લીનર્સથી સાફ કર્યા ને પહેર્યા : ઐસે તો નહીં કરના ચાહિયે થા. , એવો ધીમો ધીમો ગણગણાટ ખાસ્સો વોલ્યુમ વધારતો ગયો.
કેટલાય લોકોને હળવે હળવે સ્વપ્નભંગ અવસ્થા અનુભવાતી ચાલી. પછી તો દોર ચાલ્યો સેલ્ફી ડીપ્લોમસીનો. વિદેશ યાત્રા તો એટલી કે હવે ભૂલી જવાયું કે ક્યાં સાહેબ શું બોલ્યા , કોને શું મદદ મળી ને આપણને બદલામાં શું મળ્યું, હા, બિલકુલ વાંક તો આપણી માયોપિયાવાળી નજરનો જ  , છતાં પણ  …. ઊંડે ઊંડે આશા એમ ખરી કે પેલા અચ્છે દિન એક વર્ષમાં આવી તો નહીં જાય પણ તેનું બીજ રોપાઈ રહ્યું છે તેવી ધરપત આપે તો સારું  .
દુખ થતું હતું કે આ બધું ભલે ભારતીય નાગરિકોના ભલા માટે થતું હોય પણ દિલ્હી તો ખોવી પડીને ? બાકી હોય તેમ જમ્મુકાશ્મીરમાં અણગમતા સાથે છેડાછેડી બાંધવા પડ્યા .
એક જ વર્ષમાં તાળીનો ગડગડાટ ને એ જ વર્ષે એ જ હાથ જાકારો આપતા હોય તેમ બાય બાય કરે ?
એમાં બાકી હતું તેમ આ લેન્ડ બિલ , માન્યું કે વિકાસ માટે આવું બધું જરૂરી હોય પણ કઈ હદે? આપણે વેદાન્તાવાળી વાત ભૂલી ગયા ? શું ભારતની લોકશાહીમાં ચીન જેવી ઠોક્શાહી કરી શકાય ? જેમ થ્રી ગોર્જીસ ડેમ બાંધવા ચીને જમીન ગુમાવતા ગરીબ લોકોના વિરોધને દેશદ્રોહ તરીકે ઉલ્લેખવાની  હેવાનિયતભરી પ્રગતિ બતાવી હતી તેનું અનુકરણ કરવું છે ?

26 મેના રોજ મોદી પોતાની પ્રધાનમંત્રી તરીકેનો પહેલો માઈલસ્ટોન ટચ કરશે  . એ પહેલા જ હેશટેગ જંગ શરુ થઇ ચુકી છે.  અમારા મિત્રો કહે છે કે હવે પત્રકાર નથી રહી તો પણ વાંકુ જોવાની અને બોલવાની ટેવ નથી ગઈ !! પણ શું કરું ? દિલ હૈ કી માનતા નહીં, અચ્છે દિન કી આશા ગઈ નહીં  !!
ઓસ્કારવિનર ફિલ્મ રીવોલ્યુશનરી રોડમાં એક ડાયલોગ છે : એ તમામ વાયદા પર વિશ્વાસ તો નથી કરી લીધોને જે કદાચ તમે કર્યા જ નહોતા  …….
મિત્રોની એક વાત એકદમ સાચી છે કે કે ભાઈ , સાડા છ દાયકામાં થયેલાં ગંદવાડ ને  ગૂંચને ઉકેલતાં વાર તો લાગે કે નહીં ? પચાસ ઓવરની મેચ જોઇને  માત્ર દસ ઓવરમાં ફેંસલો આપી દેવાનો ?
હા, એ વાત થોડે વત્તે ઓછે અંશે સાચી પણ ખરી છતાં સ્વપ્ન તૂટવાનો અવાજ તો નથી થતો પણ એને વિખેરેલી કરચ ભારે પીદાડાઈ હોય તેનું શું કરવું ?

કઈ માનસિકતાથી જોવું? ગ્લાસ ખાલી સમજાવો કે ભરેલો ?
કઈ માનસિકતાથી જોવું? ગ્લાસ ખાલી સમજાવો કે ભરેલો ?
Advertisements

1 thought on “પિક્ચર અભી બાકી હૈ દોસ્ત !! : 1 વર્ષ ગયું 4 બાકી ….”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s