opinion

કાશ !! ફિકર એમ ધૂમાડે ઉડતી હોત તો …

images

‘હર ફિક્ર કો ધુંએ મેં ઉડાતા ચલા ગયા…….’ પાંચ દાયકા પહેલા દેવ આનંદે શું ગાયું કે સ્મોકિંગ આપણે ત્યાં મર્દાનગીની નિશાની થઇ પડી. દેવ આનંદથી લઇ શાહરુખ ખાન સુધી આ દૌર ચાલી રહ્યો છે. ધુમ્રપાન કરવું આરોગ્ય માટે હાનિકારક છે. આ વાત  સિગરેટ ઉત્પાદકે પોતાના ઉત્પાદનના પેકેટ પર લખવી પડે એ વાત ફરજીયાત છે. માત્ર ભારતમાં નહીં પણ વિદેશમાં પણ એ જ શિરસ્તો છે. એમાં પણ ખાસ કરીને જો વિદેશમાં ક્યારેક સ્થાનિક ઉત્પાદન પેક પર નજર કરશો તો ખ્યાલ આવશે કે સિગરેટ ઉત્પાદન કરતી કંપનીઓ ભલે પોતે આ જીવલેણ ચીજનો બીઝનેસ કરતી હોય પણ જાહેર જનતાની સુખાકારી અને ખાસ કરીને જાગૃતિ માટે માત્ર આ ચેતવણી શબ્દોમાં જ નહિ બલકે થઇ શકતાં ગળા , ગલોફાં અને ફેફસાનાં કેન્સરના ફોટા છાપીને કરે છે. જેને કારણે અનપઢ કે વાંચી ન શકનારને પણ આ ખતરનાક નશાનો ખ્યાલ  આવે. એ વાત જુદી છે કે આ તમામ ચેતવણી પછી પણ જેને આ સ્મોકિંગ કરવું હોય તે કરે , પણ કડક ચેતવણી અને દોરવણી જરૂરી છે.

આ વાત ઉલ્લેખવી જરૂરી એટલે લાગી કે દર વર્ષે એક દિવસ આવે ને એ દિવસ જાય. ટબેકો ડે , ડાયાબીટીસ ડે , કેન્સર ડે  …. યાદી અંતહીન  … પણ એની અવધી એક દિવસની  . એમાં પણ હજી તાજેતરમાં જ બીડી મામલે ભારે બબાલ મચી હતી . સરકાર દ્વારા જ નીમવામાં આવેલી એક કમિટીએ કહ્યું કે તમાકુ અને કેન્સરનો કોઈ સીધો સંબંધ સ્થાપિત થતો નથી. પાછળથી પ્રકાશમાં આવ્યું કે એ કમિટીમાં રહેલા સભ્યો એક ય બીજી રીતે બીડી ઉત્પાદન એકમ સાથે સંકળાયેલા હતા. મુડીવાદી અર્થવ્યવસ્થા વિકસાવવાનો અર્થ જનતાના આરોગ્ય , તંદુરસ્તીના ભોગે ? આ પ્રશ્ન એક ભારે વિચાર માંગી લે છે જેનો ઉત્તર સ્પષ્ટ છે.

.anti-smoking-message-no-smoking-small-51447

ખરેખર તો જોવા જેવી વાત એ છે કે વિદેશમાં બનતી સિગરેટ ત્યાં મોંઘી ને આપણે ઘરઆંગણે સસ્તી મળે છે. એ જ વાત એક સીધો જવાબ છે કે આ તમામ વિકસિત દેશોને આ જીવલેણ ધંધો કરવો છે પણ બીજાને ભોગે , ભારત , પાકિસ્તાન અને અન્ય ગરીબ ત્રીજા વર્ગના કહી શકાય તેવા દેશો સાથે  . એટલે પોતાનો ધંધો વધે , પોતાના ઘરની, પોતાના નાગરિકોની સુખાકારી પણ અકબંધ રહે અને બાકીના અભાગિયાઓનું જે થવાનું હોય તે થાય. દુર્ભાગ્યે ભારતમાં એવી સરકાર નથી. એટલે બોડી બામણીના ખેતરની જેમ સિગરેટના કાર્ટન ઠલવાયા કરે ને યુવા પેઢી આ ધૂમાડામાં ગૂંગળાતી રહે. બાકી હોય તેમ આ કમિટીએ તો ગધેડાને તાવ આવે એવી વાત કરી કે તમાકુને કેન્સર સાથે શું લેવાદેવા?

તે છતાં એક સારી વાત એ છે કે વર્ષો સુધી સિગરેટના પેક પર છપાયેલી ચેતવણીની અસર કહો કે પછી સામાન્ય જાગૃતિ પણ ભારતમાં અચાનક એક પલટો જોવા મળ્યો છે. તે એ કે આજકાલ પુરુષો , ખાસ કરીને યુવાન પેઢી એ સ્મોકિંગની અસરોથી વાકેફ પણ છે ને ચિંતિત પણ. એટલે તેમણે પોતે જ આ દૂષણથી દૂર રહેવું હોય તેમ સેલ્ફડીસીપ્લીનરી એક્શનરૂપે આવી કોઈ ટેવ ન વિકસે તેની તકેદારી રાખી છે. એટલે જ કદાચ તાજેતરમાં બહાર પડેલાં ટોબેકો એટલસની છેલ્લી એડીશનના રીપોર્ટમાં આ વાતની નોંધ લેવાઈ છે. એ રીપોર્ટ પ્રમાણે ઇન્ડીયામાં પુરુષોમાં ધુમ્રપાનનું પ્રમાણ ઘટ્યું છે, પણ આશ્ચર્યની વાત એ છે કે સિગરેટના સેલના આંકમાં કોઈ ઘટાડો નથી. આ વાત જ તાજુબીભરી નથી?Inspirational-quote-for-smokers-to-quit-smoking

સિગરેટના વેચાણના આંકમાં તો બલકે વૃદ્ધિ જોવા મળે છે. એમાં પણ ખાસ કરીને વિકાસશીલ વિકાસશીલ દેશો જેવા કે ઇન્ડિયા , ચીન અને રશિયા , આ ત્રણ દેશો વિદેશી સિગરેટ ઉત્પાદકો માટે અતિમહત્વના માર્કેટ છે. જો આદેશોમાં ખાસ કરીને પુરુષો જાગૃત થઈને સ્મોકિંગથી દૂર રહેતા હોય તો આ નવા ગ્રાહકો કોણ છે ? જાણીને નવી લાગશે , એ છે મહિલાઓ.

જેમ બીડી પીનાર વર્ગ આવકમાં વધારો થવાથી બીડીથી સિગરેટ પીતો થઇ જાય છે તેમ ખાસ કરીને ભારતમાં નવી નવી આર્થિક સ્વત્રંતા કેળવતી મહિલાઓ ધુમ્રપાનને રવાડે ચઢે છે.ખાસ કરીને મહાનગરોમાં જ્યાં પુરુષની સમોવડી હોવાના નશામાં યુવા , સ્માર્ટ સ્ત્રીઓ સ્મોકિંગ કરવામાં કોઈ બાધ  અનુભવતી નથી. એ પાછળ કારણ છે , એક સાઇકોલોજી પુરુષ જેવી જ કે પુરુષને સમકક્ષ છે એ પુરવાર કરવાની વાત. આ વાત મગજમાં ક્યાંક એવે ખૂણે ધરબાયેલી હોય છે જેનાથી ખુદ સ્મોકર મહિલા પણ અજાણ હોય છે. ઓફિસમાં પુરુષ સહકર્મચારી સાથે સ્મોક કરતી મહિલાઓ જાણેઅજાણે એવું પ્રતિપાદિત કરવા માંગતી હોય છે કે હમ કિસી સે કામ નહીં  .

આ વાતમાં વજૂદ ન લાગતું હોય તો નેટ પર થોડી સર્ચ કરવી જરૂરી છે. એક સિગરેટ કંપનીએ તો મહિલાઓ પોતાના વસ્ત્ર સાથે મેચ કરી શકે એ હદે રંગબેરંગી સિગરેટ સ્ટીક બનાવી બજારમાં મુકવાનો પ્રયોગ કર્યો છે. માનવામાં ન આવે તેવી આ હાસ્યાસ્પદ વાત સાચી પણ છે અને ડરાવનારી પણ. જોવાની ખૂબી તો એ છે કે એ સિગરેટ કંપનીની બેલેન્સશીટ તગડી થઇ ગઈ.  તે પણ આ કહેવાતા ત્રીજા વિશ્વના દેશો સાથે બીઝનેસ કરીને  . મહિલાઓને આ સિગરેટ સ્ટાઈલ સ્ટેટમેન્ટ જેવી લાગી  .

રંજની વાત તો એ છે કે જે આધુનિક દેશો અને તેની પ્રજાનું અનુકરણ કરવામાં આવા આંધળુકિયા થાય છે તે દેશોની પ્રજાની સારી ટેવ ને આચરણ અમલી મુકવામાં ભારતીયો પાછળ છે. આજની તારીખમાં  અમેરિકા , કેનેડા , ત્યાં દિનબદિન  આદતોને જેવી કે સ્મોકિંગ , ડ્રીન્કીંગ , ડ્રગ્ઝને  નીચી નજરે જોવામાં આવે છે. અને ટ્રેજેડી એ છે કે આપણે ત્યાં વ્યસન જાણ્યે અજાણ્યે જે સ્વતંત્રતા સાથે જોડાઈ જાય છે. વ્યક્તિગત સ્વાતંત્ર્ય , ઇમોશનલ ફ્રીડમ  .

વિદેશમાં હવે  ગ્લોસી પેપર પર સુંદર ચહેરાંને બદલે ગળા, ગલોફાં, મગજના  જીવલેણ રોગના પિક્ચર મુકાય છે , સિગરેટ પીનાર હીરો નહીં બલકે વિલન હોય છે તેમ દર્શાવાય છે. એટલું જ નહીં બાળવાર્તાઓમાં , પ્રિપ્રાઈમરી સ્કૂલમાં  માંડ ત્રણ વર્ષનું હોય ત્યારથી ધુમ્રપાન વિરુદ્ધ સમજ  કેળવાય છે.આ બધા પ્રયાસો માત્ર ને માત્ર જાહેરજનતાની આરોગ્યસુખાકારી માટે અમલી બન્યા છે.  જાહેર જગ્યાઓ , પાર્ક , હોટલ , રેસ્ટોરંટ્સ  … જ્યાં જુઓ ત્યાં નો સ્મોકિંગની સાઇન ઝૂલતી દેખાય છે. આ અભિયાન આજકાલથી અચાનક શરુ નથી થયા. છેલ્લાં થોડાં વર્ષોથી ચાલુ જ છે જેના પરિણામ પણ મળવા શરુ થઇ ગયા છે.વર્ષો દરમિયાન ચાલેલા આ અભિયાનના પરિણામ હવે એ રીતે જોવા મળે છે કે વધુ ને વધુ લોકો  સ્મોકિંગ અને સ્મોકરને કંઇક નીચી , હીણી નજરે જોવા લાગ્યા છે. એટલે કે આ સરકારો પોતાના મિશનમાં કામિયાબ રહી છે.

જયારે તેની સરખામણીમાં ઇન્ડીયામાં હજી સ્મોકિંગ ફેશનેબલ લેખાય છે. એવી ફેશન જે એક જમાનામાં કાઉબોયઝ કરતા હતા. સિગરેટ હજી પુરુષત્વ સાથે જોડવામાં આવે છે. હકીકતે ઘણી રીસર્ચ તો એમ પણ કહે છે કે સ્મોકિંગનો અતિરેક નપુસંકતા પણ નોતરી શકે છે. દુર્ભાગ્યે ઇન્ડીયામાં નામાંકિત ફિલ્મસ્ટાર્સ જેમનું ફોલોઈંગ કરોડોની સંખ્યામાં હોય છે તે ચેઈન સ્મોકર હોવાની વાત એક સ્ટેટસ તરીકે જોવામાં આવે છે.. સિગરેટ પર ચેતવણી છાપીને ફરજ પૂરી થઇ ગઈ તેનો હાશકારો મેળવી લેવાય છે, પણ પબ્લિક ફિગર દ્વારા ફેલાવતી આ ગેરસમજ કે ખોટી ઇમ્પ્રેશન માટે શું કરવાનું ? બાળકને સ્કૂલમાંથી સિગરેટ,બીડી, ગુટકાનો  હાઉ (ખોટો નહીં , જે હકીકત છે તે જ ) સમજાવાય તો આવનાર આખી એક પેઢી આ દુષણથી આપોઆપ દૂર થઇ જશે.

બીડી હોય કે સિગરેટ, ગુટકા  કે પછી તમાકુનું એક ય બીજી રીતે સેવન એને સોશિયલ ક્રાઈમ તરીકે લેખાય એ જરૂરી છે . જેને માટે માત્ર દંડની વાત યોગ્ય નથી. યોગ્ય છે સામાજિક બહિષ્કાર  .ઓફિસો અને વર્કપ્લેસમાં  નોનસ્મોકર્સ માટે સ્પેશીયલ ઇન્ક્રીમેન્ટ ને પ્રમોશન જેવા પ્રલોભન પણ ઉમદા કામ કરી જાય છે.

વાત તો માત્ર ઘોડાને પાણી પીવા હવાડા સુધી લાવવાની છે. પાણી તો પછી ઘોડે પોતે જ પીવું પડે ને !!quotes typography true story_www.wall321.com_8

છેલ્લે છેલ્લે:

વિથ અ સિગરેટ ઇન માય હેન્ડ , આઈ ફીલ લાઇક અ મેન  …

વિથ અ સિગરેટ ઇન માય હેન્ડ , આઈ વોઝ અ ડેડ મેન  …

~  ગેરી લોયર

(મૂળ મુંબઈનો પારસી જાઝ,પોપ સિંગર ને  ગીતકાર,  જેને અમેરિકામાં પોતાનું નામ જમાવ્યા  પછી સિગરેટવિરુદ્ધજાગૃતિ અભિયાનરૂપે પ્રયાસ કર્યો  . જે દૂરદર્શન પર વર્ષો સુધી પ્રસારિત થતું રહ્યું હતું )

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s