Food for the soul, opinion

ઈશ્વર સ્ત્રી હશે કે પુરુષ ?

goddess gaia

બ્રિટનમાં હમણાં એક અનોખી જંગ છેડાઈ ચુકી છે કે ગોડને પુરુષ કહેવા કે સ્ત્રી ? એટલે ગોડ હી હશે કે શી ?

 મુદ્દો મહિલા પાદરીઓએ ઉઠાવ્યો છે. એને માટે એક વિશેષ મીટીંગ પણ થઇ. આ મહિલા પાદરીઓ કહે છે કે પ્રાર્થનાની ભાષા બદલાવી જોઈએ. સદીઓથી પુરુષોએ ભગવાનને પુરુષ બનાવીને રાખ્યા છે એટલે સ્ત્રીઓમાં હીન ભાવના સંભવી શકે છે.એની સામે પુરુષ પાર્ટીની દલીલ એ છે કે જિસસ  ક્રાઈસ્ટ પુરુષ છે , તો શું કરવું ?

ઇન્ડિયાની તો વાત જ જુદી છે,આપણે ત્યાં તો આ મુદ્દો જ નથી. કારણ કે આપણે ત્યાં તો પાર વિનાના દેવીઓ  પણ છે ને દેવતા પણ છે. છતાં કન્ફયુઝન ભારે છે.
ખરેખર તો માણસજાત પોતાના અસ્તિત્વને સમજતો થઇ ત્યારથી ઈશ્વરની શોધમાં છે.
વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં પ્રવર્તતા મુખ્ય ધર્મમાં ઈશ્વર પુરુષ છે. ખ્રિસ્તી, ઇસ્લામ ,  હિંદુ  …. ઈશ્વર પુરુષ તરીકે સંબોધાય છે.  બાઈબલનું ન્યુ  ટેસ્ટામેન્ટ જીસસને પિતા તરીકે સંબોધે છે. જગતમાં સહુથી ઝડપે ફેલાઈ રહેલો ઇસ્લામ ઓલ્ડ ટેસ્ટામેન્ટને એક પવિત્ર ગ્રંથ માને છે એટલે કે સીધી કે આડકતરી રીતે ઈશ્વર પુરુષ હોય તેમ માને છે. હિંદુઓ શક્તિ ઉપાસક છે , સદીઓથી , તે છતાં ઈશ્વરનો દરજ્જો પુરુષને આપે છે.
એક જૂની કહેવત છે. : ફ્રોમ ટાઈની અકોર્ન્ઝ  ગ્રો માઈટી ઓક્સ  … વટવૃક્ષનું અસ્તિત્વ એક બીજમાં હોય છે. એનો સીધો અર્થ એ થયો કે પુરુષ મોટો કે એને જન્મ આપનાર સ્ત્રી ?

જગતનો જૂનામાં જુનો ધર્મ માતા ધર્મ રહ્યો  છે. એ વાસ્તવિકતાથી કોઈ અજાણ તો નથી જ.

જગતભરમાં એક માત્ર ધર્મ અસ્તિત્વમાં હતો જે હતો શક્તિપૂજા પર આધારિત ધર્મ  . મધર ગોડેસ જગતની કોઈ પણ સંસ્કૃતિમાં મળી આવે.ઇટલી જાઓ કે ગ્રીસ, આફ્રિકાના દેશોમાં કે એશિયન દેશોમાં ,  વિશાળ  ઉરપ્રદેશ, ઉદર, સાથળ ધરાવતા શિલ્પ આજે પણ ખોદકામ દરમિયાન મળી આવવા સામાન્ય છે.
જગતભરમાં એક માત્ર ધર્મ અસ્તિત્વમાં હતો જે હતો શક્તિપૂજા પર આધારિત ધર્મ . મધર ગોડેસ જગતની કોઈ પણ સંસ્કૃતિમાં મળી આવે.ઇટલી જાઓ કે ગ્રીસ, આફ્રિકાના દેશોમાં કે એશિયન દેશોમાં , વિશાળ ઉરપ્રદેશ, ઉદર, સાથળ ધરાવતા શિલ્પ આજે પણ ખોદકામ દરમિયાન મળી આવવા સામાન્ય છે.
હજારો વર્ષ પૂર્વે આ મધરગોડેસની પૂજા દરેક કામમાં થતી હતી, જેમ કે ખેતરમાં વાવણી સમયે ,લણણી સમયે, ઋતુઓના બદલાવ સમયે  … આજે જેને આપણે પથ્થરયુગ માનીએ છીએ તે ઉગ, જેમાં ખેતીપ્રધાન સંસ્કૃતિનો ઉદય થયો.એક પરિપક્વ યુગ, જેમાં માતાનું સ્થાન અનન્ય હતું  .
greengaiagoddess-1
હિંદુ સંસ્કૃતિની જેમ પૃથ્વીને માતા માનતી ગ્રીક પ્રજા મધર ગોડેસ પૃથ્વીને માનતી , મધર ગૈયા  . એની પર જે ગૈયા હાઈપો થીસીસ તૈયાર થયો તે પ્રમાણે પૃથ્વી  સ્વયં એક લિવિંગ  ઓબ્જેક્ટ છે. લિવિંગ ગોડ,  જેના પેટાળમાંથી દરેક સમયે અનન્ય જીવસૃષ્ટિ  ઉદ્ભવતી રહે છે. જો પૃથ્વી સ્વયં ઈશ્વર હોય અને એ જગત જનની હોય તો ઈશ્વર કોણ ? સ્ત્રી કે પુરુષ?
નવાઈની વાત એક છે કે દરેક સંસ્કૃતિમાં મધર ગોડેસની પરિકલ્પના હોય અને એને માન્ય પણ રખાતી  હોય તો પછી અચાનક ઈશ્વરનું પુરુષમાં ટ્રાન્સફોર્મેશન  કઈ રીતે થઇ ગયું?
છે કોઈ પાસે જવાબ ?
ઈશ્વર સ્ત્રી હશે કે પુરુષ ?
Advertisements

2 thoughts on “ઈશ્વર સ્ત્રી હશે કે પુરુષ ?”

  1. ઈશ્વર અર્ધનારીશ્વર હોઈ શકે. આધુનિક ભાષામાં બાયસેક્સચ્યુઅલ. બસ પુરુષોએ ઈશ્વરને સ્ત્રી તરીકે પૂજવા અને સ્ત્રીઓએ ઈશ્વરને પુરુષ તરીકે પૂજવા જોઈએ એમ હું માનું છું પણ ડફોળ ખ્રિસ્તીઓ ક્યાં મારી વાત સાંભળવા નવરા છે.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s