old-memories-people

એક સમયે જીગરના ટુકડા જેવી લાગતી ચીજવસ્તુઓ અચાનક ભંગારના લેબલ હેઠળ કેવી રીતે આવી જાય છે ?  વિચાર આવ્યો છે એવો ?
સાચવીને વાપરેલી ક્રોકરી , સંભાળીને વપરાતી મ્યુઝીક સિસ્ટમ , યાદગાર પ્રસંગે ગિફ્ટમાં મળેલાં , જીવની જેમ વપરાતાં પરફ્યુમ અને એ પૂરાં થઇ જાય છતાં સંઘરી રાખેલી ખાલી।કલાત્મક શીશી , જૂનાં મોબાઈલ ફોન્સ, પુસ્તકો , સીડી ,ડીવીડી  …….
અને હા , મૂવીની ટીકીટો , કેડબરી ફાઈવ સ્ટાર્સના રેપર  ….
જે આવે છે તે જવા માટે જ , પ્રકૃત્તિનો એ મિજાજ ખબર છે છતાં  આ બધાં વળગણ તોડવાં આટલું પીડાદાયક કેમ હોતું હશે ?Farah-Baksh-Journal-2342

One thought on “ગયા દિવસો , રહ્યા સ્મરણો

  1. બહુ મજાની વાત સાવ સંક્ષેપથી કહી.

    વળગણ શબ્દે વળગણી શબ્દ યાદ આવ્યો. કપડાં સૂકવવાની દોરી ! એ ક્યારેય કપડાંને વળગતી નથી પણ કપડાં એને વળગે છે. છતાં નામ એનું વળગણી થયું. સ્મૃતિમાં સચવાયલી અનેકાનેક ચીજો વ્યક્તિને વળગી રહે છે પણ એ ચીજોને કોઈ વળગણ હોતું નથી જ્યારે વ્યક્તિ જીવનભર એ ચીજોમાં રમમાણ રહે છે. કેવો વિરોધાભાસ !

    સવારના પહોરમાં સરસ વાચન બદલ આનંદ.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s