Being Indian, travel

મુકામ પોસ્ટ મોક્ષ

Rishikesh1

થોડાં દિવસ થાય નહીં ને પ્રિય પણ આમચી મુંબઈથી મન ઊંચકાઈ જાય , ક્યાંક જવું છે … ક્યાંક જવું છે. પણ ક્યાં જવું ?
સભ્ય કહેવાતાં ચોખ્ખાં ચણાંક દેશોમાં ? જ્યાં સાંજ પડે આખું વાતાવરણ ભલે રોશનીથી ઝળહળતું હોય પણ બધું જાણે બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ જેવું લાગે , કે પછી ગીચ જંગલોમાં ?કે શાંત નદી કે દરિયા કિનારે ?કે પછી આ તમામથી દૂર કોઈક અલગ દુનિયામાં , જ્યાં આપણાં જગતના કોઈ છેડાં જ ન મળતાં હોય…?

દુનિયા આખી ફરવા પછી પણ વિના કોઈ કારણે મનમાં કોઈ અભાવ જેવી પરિસ્થિતિ સર્જાતી હોય તો એક વાર ઋષિકેશ જવા જેવું ખરું.

ખરેખર તો મનમાં અવઢવ ચાલતી હતી ને ત્યાં તો ટીકીટ પણ બૂક થઇ ગઈ. ઇન્ટરનેશનલ યોગ ડે પાસે આવતો હતો એટલે આખી દુનિયાના , ખાસ કરીને ગોરી પ્રજા ઋષિકેશ પર આક્રમણ માટે સજ્જ હોય તેમ મોટાભાગની સારી હોટલો બૂક હતી. પણ હિંદુ શાસ્ત્રો ને થીયરી કહે છે તેમ યોગ થતો હોય તો કોઈ મિથ્યા ન કરી શકે. આ આમ તો ન માનતે જો થોડા ઘણાં નક્કર પરચા ન થયા હોત.
unnamed (4)

આઠ રાત ને નવ દિવસ ઋષિકેશમાં ? એ વિચાર સાથે જ મન થયું કે રીટર્ન ટીકીટ બૂક કરાવવામાં ઉતાવળ થઇ ગઈ. ટ્રાવેલ ફ્રીક છું એ વાત સાચી , પણ સાત દિવસથી વધુ ટ્રાવેલિંગ મને મોટેભાગે હોમસીક ફીલ કરાવીને જ છોડે. ઋષિકેશ જતા પૂર્વે એક લાઈન સાફ હતી કે આટલાં બધાં દિવસ તો કંઈ ગોઠશે નહીં એટલે મસૂરી પણ જવું, ને કોઈકે કહેલું કે મસૂરી એકદમ કમર્શિયલ બની ચુક્યું છે એટલે ત્યાં ન જતાં ધનૌટી જજો એટલે એ પણ કાર્ડ પર હતું .

ખેર, જોયું જશે એમ કરીને દિલ તો મનાવ્યું . ઋષિકેશમાં ઉતરતાની સાથે જ હલ્લો થયો ગરમીનો . ટેમ્પરેચર હતું 37 ડિગ્રી . થયું કેમ કરીને બહાર નિકળવું ?

માત્ર એક જ રાતમાં અમારી એ સમસ્યા હલ થઇ ગઈ. વાતાવરણમાં ન જાણે ક્યાંથી વાદળ ધસી આવ્યા , સાથે પવનને પણ લેતાં આવેલા . અમારી હોટેલ હતી બરાબર ગંગા નદીને અડીને , સવારનું એમનું સ્વરૂપ અલગ , બપોરનું અલગ, સાંજનું અલગ. હું કોઈ પરંપરાવાદી હિંદુ નથી. ન તો કોઈ પુરાણો જાણું છું. ન કોઈ ઝાઝી સમજ છે છતાં કશુંક મનને સ્પર્શી રહ્યું હતું , શું ? એ પ્રશ્ન તો હજી મનમાં છે જ.

અને હા , બહુ ચર્ચાઈ રહેલો યોગ દિવસ નજીક હતો , બાબા રામદેવને લાઈવ સાંભળ્યા પછી ક્યારેય ન થયેલું એવું મન થયું લાવને કરી તો જોઈએ એમાં નુકશાન શું છે? પહેલાં વિચાર આવ્યો પરમાર્થ નિકેતન આશ્રમનો, હવે આ આશ્રમ વિદેશીઓ માટે હોટસ્પોટ છે , એટલે હોટેલમાં જ યોગા કલાસીસ ચાલતા હતા તેમાં જવું એવું મન પણ બનાવ્યું .
08

પહેલે દિવસથી જ જાણે કોઈક અજબ અનુભવ થઇ રહ્યા હતા. વાતાવરણ માત્ર બહારનું જ નહીં મનનું બદલાઈ રહ્યું હતું એ ખ્યાલ તો મોડો આવ્યો .

પહેલે જ દિવસે ગંગાતટ પર આરતી જોઈ , એ પણ કોઈ મહા પ્રસિદ્ધ એવા પરમાર્થ નિકેતનની નહીં બલકે ગંગાના તટ પર થતી નાના યુવાનો દ્વારા થતી. કેસરિયા પીતાંબર પહેરેલાં આ યુવકો ઋષિકુમાર જેવા લાગી રહ્યા હતા. વાતાવરણમાં કોઈ અજબ સુગંધ અને સ્પાર્ક હતા. જેને વર્ણવવા મારી પાસે શબ્દભંડોળનો પનો ટૂંકો પડે છે.
unnamed (5)
પહેલીવાર એવું બન્યું કે એ આરતી મેં મિત્રો સાથે ફેસબુક પર શેર કરી ને એ હજારો વ્યૂઅર્સ દ્વારા જોવાઈ એવું નોટીફિકેશન જણાવતું રહ્યું .
એટલે મન તો ભારે ઉત્સાહી થઇ ગયું , જો એક સામાન્ય ગંગા આરતી આટલી બધી આસ્થાવાન હોય તો હરિદ્વારમાં હર કી પૌડી પર થતી આરતી જેના આધારે આખા દેશમાં થતી આરતીનો સમય નક્કી થાય છે તે જોવા મળે તો તો જલસો પડે.
એ ઈચ્છા પણ પૂરી થવા માટે જ સર્જાઈ હોય તેમ વ્યવસ્થા એક પરમ સ્નેહીએ કરી આપી. માત્ર આરતી જોવાની જ નહીં, એ પહેલા થતી પૂજાની પણ.
એ કર્યા પછી લાગ્યું કે જીવનમાં બહુ થોડી ઘડી એવી મળતી હોય છે જેમાં જિંદગી જીવવા જેવી લાગી હોય પણ એ જ ઘડી મરણ આવે એવી ઈચ્છા થઇ હોય, એવી જ આ એક અવિસ્મરણીય ઘડી. એક રંજ રહી જાય છે કે જે મિત્રે આ વ્યવસ્થા કરી એમનો આગ્રહ (દુરાગ્રહ) હતો મારા શેરીંગ ઓબ્સેશન સામે , નો વિડીયો ક્લિપ્સ ઓન નેટ. એ શરત માન્ય પછી જ એમણે અમારી વ્યવસ્થા કરી હતી. વિડીઓ કલીપ ઉતારવા દીધી એ ગનીમત પણ પર્સનલ કલેક્શન માટે .
એ આરતી જોયા પછી વારો હતો યોગા કલાસીસનો.
માત્ર છ દિવસના યોગઅનુભવ પછી લાગ્યું કે આટલાં વર્ષો માત્ર ઠઠ્ઠામશ્કરી અને ફાલતુંગીરી કરવામાં જ કાઢી નાખ્યા . ખરેખર તો યોગ અનુભવ પર જ એક આખો પીસ લખવો હતો પણ એ મોદીભક્તિના નામે ચઢી જશે એવું માનીને લોભ જતો કર્યો છે.
r2
રિષિકેશ એટલે કે ઋષિકેશ માત્ર વનપ્રવેશ કરનાર માટે જ નથી એ ત્યાં આવતાં યુવા પેઢીના ધાડાં પરથી સમજાયું . આ લોકો આવે છે એડવેન્ચર સ્પોર્ટ્સ માટે . રાફટીંગ , બંજી જમ્પિંગ , ટ્રેકિંગ અને વધારામાં યોગ, ભોગના નામે પણ યોગનો પ્રસાર થતો હોય તો શું ખોટું ?
ઇન્ટરનેશનલ યોગા ડે ભલે ઘણાંને ગિમિક લાગ્યો હોય અને લાગતો હોય પણ જો યોગ, પ્રાણાયામ બ્લડ પ્રેશર થી કેન્સર, કેટલાય રોગ (એક મિત્ર , જાણીતાં ફાઈનાન્સ પ્લાનરનો સ્વાનુભવ છે ) માંથી મુક્તિ આપી શકે કે સ્ટ્રેસ ફ્રી સ્ટેટ ઓફ માઈન્ડ અવસ્થાનું કારણ બની શકે તો એ માની લેવાની નહીં અનુભવવાની વાત છે.

એક વાત બહુ મહત્વની મારે માટે એ હતી કે દુનિયાના ગમે એટલા સુંદર સ્થળ પર મારો રસ માત્ર છ દિવસ જ રહે. સાતમા દિવસની સવાર પડે ને હોમ સિકનેસનો એટેક આવ્યા વિના ન રહે. કારણ શોધવાની પણ કોશિશ નહોતી કરી પણ પહેલી વાર લાગ્યું કે આમ થવાનું કારણ છે પરાયું સ્થળ અને અનવોન્ટેડનેસ ફીલિંગ જન્મ આપે છે આ હોમ સિકનેસને.
unnamed (7)
રીશિકેશમાં આઠમી રાતે પણ એ ભાવના ન અનુભવી બલકે નવમા દિવસની સવારે મુંબઈ પાછાં ફરવાની ઘડી નજીક હતી ત્યારે ગંગાના વહેતાં પાણી જોઇને મનમાં થોડો અજંપો જન્મ્યો , કદાચ એટલે જ આ સ્થળ હરિદ્વાર , મોક્ષદ્વાર તરીકે ઓળખાતાં હશે ?

Advertisements

6 thoughts on “મુકામ પોસ્ટ મોક્ષ”

   1. Pinkibahen આજે સવારે પાછો તમારો લેખ વાંચવાનું મન થયુ, મારે પણ જવુ છે હ્રુશિકેશ,હરદ્વાર, પણ સમયસાથ નથી આપતો.ખુબ નસીબદાર છો, મારા mummy papa દર વર્ષે 10-15 દિવસ માટે જાય છે અને એમના ફોટો જોઈ ને જ ત્યા નુ કંઈક દિવ્ય તત્વ સ્પર્શ કરી જાય છે. તમારો લેખ વાંચ્યા પછી મને ત્યા જવા ફરી એક વખત જાગી છે.

    Like

    1. લોકો યોગ અને હિન્દુત્વની વાત રાજકીય પક્ષ સાથે જોડીને કેટલું ગુમાવે છે એ વાત એ લોકોને સમજાશે તો ખરી પણ ગુમાયેલ સમય પાછો કેમ કરી લાવશે?

     Liked by 1 person

     1. ખુબ સાચી વાત..આમતો હું સંગીત ના વ્યવ્સાય સાથે જોડાયેલો છુ,લખવા નો તો શોખ છે,હું કોઈ આવુ ઉચ્ચ કક્ષા નુ લખતો નથી,
      મારે પણ સમય ગુમાવવો નથી.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s