man ~sandhaan

અર્પણનો ભાવ ખરેખર કેટલો સાચો ?

leadnurt

આજે છે ગુરુપૂર્ણિમા અને આજે જ આ પોસ્ટ લખવાનું કારણ છે મનમાં ઉઠેલો પ્રશ્ન . જે ખરેખર તો મારા મનમાં અજંપાનું કારણ બની ગયો છે એમ કહું તો ચાલે .

ગઈકાલે જ એક મિત્ર મળી ગઈ. ખાસ્સી જૂની કહી શકાય તેવી મૈત્રી અને એ મૈત્રી વિકસવાનું કારણ અમારા સંતાન . મારો શ્રીપાલ ને એનો દીકરો પ્રણવ (નામ જાણી જોઇને બદલ્યું છે ).

બંને એક જ ક્લાસમાં , એક જ બેંચ પર બેસે ને એમની વચ્ચે મૈત્રી જામી જેવી સામાન્યરીતે સ્કુલના દિવસો દરમિયાન જામતી હોય છે.

મારો શ્રીપાલ ભણવામાં એવરેજ કહેવાય તેવો . સોમાંથી પચાસ આવે એટલે એને માટે ભયો ભયો , એનું ધ્યાન વધુ મસ્તી તોફાન ને તે વખતે આવેલા નવા નવા કમ્પ્યુટર્સમાં , પણ પ્રણવ તો ટોપર , એનો નંબર સૌથી પહેલો . ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લઇ એસએસસી સુધી એ વિક્રમ રહ્યો .

એસએસસી પછી સહુ છુટા પડ્યા ને પછી જૂદી જૂદી કોલેજોમાં ગયા.
કોઈ વિદેશ ભણવા ગયા. કોઈ આગળ ભણવાને બદલે બાપીકા ધંધામાં જોડાઈને એક્સટર્નલ એક્ઝામ આપવાના હતા. ટૂંકમાં કહીએ તો સહુ પોતપોતાની રાહ પર હતા.

જો આ મિત્રો જ એકમેકમાં ટચમાં ન હોય તો એમના પેરેન્ટ્સ તો ક્યાંથી હોવાના?

હવે ટેકનોલોજીની કમાલ જુઓ. વર્ષો સુધી જોજનો દૂર વસતા મિત્રોને ફેસબુક ને વોટ્સએપે ફરી જોડી દીધા .
વર્ષો ભલે વહી ગયા હતા ને આ કિશોરો હવે જવાબદાર વ્યક્તિ , સફળ બીઝનેસમેન કે ટોચના મેનેજર , પતિ ને પિતા બની ગયા હતા પણ એમનું શૈશવ ધબકતું વોટ્સ એપ ગ્રુપમાં. હવે બન્યું એવું કે વિદેશમાં મલ્ટી નેશનલ જાયન્ટ્સ જોડે કામ કરતાં મિત્રો ઇન્ડિયા આવ્યા એટલે જામ્યો મેળાવડો આ મિત્રોનો .

કોઈ ટેકનોલોજીસ્ટ હતું કોઈ ડોક્ટર , કોઈ ફાઈનાન્સ ક્ષેત્રે હતું . ટૂંકમાં જેને વેલ પ્લેસ્ડ કહી શકાય એ રીતે તમામ પોતપોતાની રીતે સેટ હતા.
અને હા , એમાં જેને એલએલબી ( લોર્ડ ઓફ ધ લાસ્ટ બેંચ ) કહેતા હતા તે એક તદ્દન મધ્યમ વર્ગનો છોકરો હતો તે હવે નામાંકિત બિલ્ડર બની ગયો હતો.
એ વખતે સહુએ પ્રણવને બહુ મિસ કર્યો . કારણ ?
કારણ એ હતું કે પ્રણવ તો હજી અભ્યાસ કરી રહ્યો હતો અને તે પણ એક આશ્રમમાં .
વાત એવી હતી કે પ્રણવના માબાપ એક ગોડમેનમાં ઘણો વિશ્વાસ ધરાવતા હતા. એટલે એમને લાગ્યું કે સારા સંસ્કારી જીવન માટે પ્રણવને આશ્રમમાં રાખી ભણાવવો . એક તો પ્રણવ હતો જ બ્રિલીયન્ટ , અને આ આશ્રમ .
કોઈકવાર પ્રણવની મમ્મી મળતી ત્યારે એના ખબર અંતર આપતી ને કહેતી કે માત્ર એનું ભણતર જ ત્યાં નથી થઇ રહ્યું પણ એની આધ્યામિક કેળવણી થઇ રહી છે , એનું આત્માનું ઘડતર થાય છે. આધ્યાત્મિક ઊંચાઈ વધી છે.

આજે જયારે દરેક મિત્રમાં સહુ કોઈ પોતપોતાની રીતે લાઈફમાં સેટ છે ત્યારે પ્રણવ હજી ભણ્યા જ કરે છે કારણ ? એવું પૂછે કોઈ તો એક સેટ જવાબ મળતો : દુનિયામાં માત્ર પૈસા થોડું કઈ સર્વસ્વ છે ?
કારણ કે ગુરુજી કહે છે અભ્યાસ જરૂરી છે , જ્ઞાન જરૂરી છે , દુનિયા તો અસર છે એમાં જવા પહેલા તૈયારી જરૂરી છે. એટલે કે જીંદગીમાં પૈસા, લગ્ન, સંતતિ , સમાજ ઠીક છે.
દરેકનો પોતાનો આગવો મત હોય , સ્વાભાવિક છે.
પણ , મુખ્ય વાત હવે આવે છે.
આ કહેવાતા ગોડમેનનું થોડા સમય પહેલા અવસાન થયું .
પ્રણવનો અભ્યાસ આમ તો પૂરો થઇ ગયો પણ ગુરુજીની મરજી નહોતી એટલે આશ્રમ છોડ્યો નહોતો .
હવે ગુરુજી જ દેહરૂપે હયાત નથી,
પ્રણવ પોતાના ઘરે પાછો તો ફર્યો છે પણ એ ક્યાંય ગોઠવાઈ શકતો નથી.
કારણ કે એને આ વિષમતાથી ભરેલું જગત જોયું જ નથી. એ તો રહ્યો છે એક સુરક્ષિત કોચલામાં .
પ્રણવની મા નથી બોલતી પણ દેખીતી વાત એ છે કે પ્રણવને કશામાં રસ નથી . ન કોઈ સાથે હળવુંમળવું , ન કોઈ સાથે બોલવું , ન દુન્યવી વાતોમાં રસ લેવો , માત્ર 32 વર્ષની ઉંમરે ભારે ભરખમ વાતો કરવી , આ જેને એના માબાપ એક અધ્યાત્મિક ઉંચાઈ માને છે, ક્યારેક તો સરખામણી શંકરાચાર્યથી લઇ મહાન સંતના જીવન સાથે કરે છે પણ કદાચ વાત તો એમ છે કે પ્રણવ ક્લિનિકલ ડીપ્રેશનનો શિકાર છે.

આ વાત લખવા પાછળનો હેતુ મારા મનના સમાધાન માટે તો ખરું પણ સામાન્ય મત જાણવા માટે પણ છે.
જીવનમાં ગુરુ , સાધુ ભગવંતનું મહત્વ ખરું પણ પોતાના આ વળગણ , પોતાની માન્યતાઓ , વિશ્વાસ ને આસ્થાની વેદી પર આમ બાળકોને ચઢાવી દેવા ઠીક કહેવાય ?
નાની ઉંમરથી બાળકોને તેમનું બચપણ ઝુંટવીને આમ કહેવાતા સંયમ , સંન્યાસ તરફ ધકેલી દેવા એ યોગ્ય છે ખરું ?

આજે પ્રણવ પાસે ઝાઝા વિકલ્પ નથી. જ્યાં એ નોકરી લે છે ત્યાં એને ગોઠતું નથી. પિતાનો બિઝનેસ ખાસ એવો દમદાર પણ નથી કે એટલો મોટો પણ નથી કે એમાં પ્રણવને રસ પડે.
પ્રણવ હમેશા ટોપર રહ્યો હતો. અતિશય તેજસ્વી વિદ્યાર્થી , જેને જોઇને લાગતું કે એ ડોક્ટર બનશે કે વકીલ કે પછી આર્કિટેક્ટ પણ નામ ઉજાળશે , અને એક સારો ડોક્ટર સમાજને મળી શક્યો હોતે કે પછી સારો એન્જીનીયર , સારો એડમિનીસ્ટ્રેર , પણ આ બધા વિકલ્પ હવે હાથ પર નથી. આટલી બધી ડીગ્રીઓ પછી હવે એક વિકલ્પરૂપે એ આશ્રમ દ્વારા ચાલતી સામાજિક અને શિક્ષણ સંસ્થામાં માનદ સેવા આપીને જીવન કલ્યાણ કરવા માંગે છે.

સાચું કહું તો મને આ આખી વાત જ ભારે એબનોર્મલ લાગે છે.
પ્રણવ જેવા તેજસ્વી છોકરાઓ આમ સમાજને સેવા આપવાનો મોકો ગુમાવી દે અને એક કોરાણે રહી જાય માબાપની આવી ગુરુઆસ્થા કે ભક્તિ યોગ્ય છે ? ….ખરેખર આ વાત યોગ્ય છે ? કે મારો અભિગમ ખોટો છે ?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s