opinion

પ્રેમ, પેટ ને પાપ : ઇન્દ્રાણી મુખર્જાના કેસમાં આ સિવાય કોઈ શબ્દ ચરિતાર્થ લાગે છે?

પોતાના અંશના ટુકડાને કોઈ આમ  ટૂંપી દઈ શકે ? જ્યારથી આ સમાચાર આવ્યા છે લોકો , અરર કલિયુગ , ઘોર કલિયુગ જેવા શબ્દપ્રયોગ કરીને પોતાની દલીલ મૂકે છે.  એ વાંચીને થોડી રમૂજ લોકોની વિચારશૂન્યતા અને અજ્ઞાનતા પર થઇ આવે.

પોતાની સગી દીકરીની બેરહમપણે હત્યા કરી નાખનારી ઇન્દ્રાણીની કોઈ તરફદારી નથી એ વાત પહેલાં જ સ્પષ્ટ કરવી જરૂરી છે. દોષીને સજા થવી જ જોઈએ પણ વાત છે માનવસહજ સ્વભાવની  , જે એમ માની બેસે છે કે પુરુષને હૃદયને સ્થાને પાણો હોય પણ સ્ત્રીઓનું દિલ તો  ફૂલ જેવું કોમળ હોય છે. ખરેખર ?
એવું માની લેવાને કોઈ કારણ છે ખરું ?
ઇન્દ્રાણી ઉપરાંત આરુષિ મર્ડર કેસમાં દોષી ઠરાવાયેલા તલવાર દંપતિની નુપૂર તલવાર , મા જ હતી ને ? સૌથી કરપીણ લાગે એવો કેસ હતો  શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની સહુથી પહેલી મહિલા અધ્યક્ષ બીબી જાગીરકૌરનો. જાગીરકૌરે પોતાના હાથે સગી દીકરી હરપ્રીત કૌરની હત્યા કરી હતી, એક બે પાંચ નહીં પચાસથી વધુવાર  ખંજર ઝીંકીને , કારણ ? કારણ એ હતું કે 19 વર્ષની હરપ્રીતે પોતાના સોશિયલ , ફાઈનાન્શિયલ સ્ટેટ્સથી માઈલો નીચે ઉતરતાં યુવક સાથે પ્રેમવિવાહ કરી લીધા હતા. અને હા, જયારે હરપ્રીત નું શરીર ખુદ માએ ચારણી કરી નાખ્યું ત્યારે એ પ્રેગ્નેન્ટ હતી.
આજે જેટલા ઓનર કિલિંગના કિસ્સા બને છે એમાં માત્ર બાપ નહીં માસહિત આખેઆખો પરિવાર શામેલ હોય છે એ પોલીસ સ્ટોરી કહે છે.

હવે મહેરબાની કરી કોઈ સતયુગ ને કળીયુગની દુહાઈ ન દેશો  .
યાદ કરો મહાભારતની કહાની  ..
કુંતીએ શું કર્યું હતું ?
કુંવારા માતૃત્વને છુપાવવા નવજાત બાળકને ટોપલીમાં મૂકી નદીમાં વહેતો કરી દેવો હત્યા નહોતી ?
એ કર્ણના નસીબ કે એ જીવી ગયો , રાજવી લોહી હોવા છતાં સૂતપુત્ર બની રહ્યો અને એ ઉપરાંત કુંતીએ છેલ્લેછેલ્લે પણ મા હોવાનો લાગો માંગ્યો તે પણ કેવો ?
કવચ ને કુંડળ માંગી લઈને ?
એનું દાન આપી દેવાથી કર્ણનું મૃત્યુ નિશ્ચિત છે એ જાણ્યા પછી પણ અર્જુન માટે , પોતાના ભવિષ્યને સલામત કરવા માએ દીકરા પાસે જિંદગી માંગી લીધી એ પણ હત્યા  નહીં તો શું કહી શકાય  ?
 હા, ભાવાત્મક કહી શકાય એવું પણ છેલ્લે તો ઈન્દ્રાણીએ એ જ કર્યું છે ને જે કુંતીએ કર્યું ?
ઘણાં આ વિચાર સાથે સહમત ન થાય તો એમની મરજી બાકી સ્ત્રી સ્ત્રી છે , કોઈ ગોરી કોઈ સાંવરી , પણ એ ભોળી , માસૂમ , દેવી જ હોય એવી ભૂલભરેલી માન્યતામાં જ રાચવું હોય તો એ એમને મુબારક,
ઇન્દ્રાણીના ‘ભોળાનાથ’ પીટર મુખરેજાની માફક  … અલબત્ત , જો એ નિર્દોષ હોય તો , બાકીની વાત તો સમય જ કહેશે ને !!
Advertisements

2 thoughts on “પ્રેમ, પેટ ને પાપ : ઇન્દ્રાણી મુખર્જાના કેસમાં આ સિવાય કોઈ શબ્દ ચરિતાર્થ લાગે છે?”

  1. હકીકત દોષ બેન!
    કર્ણ પાસે કવચ કુંડળ કુંતી એ નહી, ઇન્દ્ર (અર્જુન ના પિતા ) એ બ્રાહ્મણ ના વેષ માં દાન તરીકે માગી લીધા હતા.
    હા, કર્ણ એ કુંતી ને વચન જરૂર આપ્યું હતું કે તે અર્જુન સિવાય બીજા કોઈ પાંડવ નો વધ નહિ કરે. અર્જુન મરે કે કર્ણ, તારા પાંચ પાંડવ પાંચ જ રહેશે

    એ વાત સાચી કે કુંતી કર્ણ ને યુધ્ધ ટાણે જ અપનાવવા તૈયાર થઇ – એ પણ પોતાના પાંચ પુત્રો નો જીવ બચાવવા માટે

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s