Passage to Bombay & beyond......

મુંબઈની સિગ્નેચર : મરીન ડ્રાઈવ

1915 to 2015 :
1marine_drive_mumbai-1024x653.jpg
મુંબઈની આગવી ઓળખ બની રહેલા મરીન ડ્રાઈવે પોતાની હયાતીની શતાબ્દી ઉજવી.
અરબી સમુદ્રની ગિરગામ ચોપાટીથી નરીમાન પોઈન્ટને જોડતી ઈંગ્લીશમાં C આકારની સાડા ચાર કિલોમીટર લાંબી આ ડ્રાઈવના નિર્માણ શરૂઆતનો દિવસ હતો ડિસેમ્બર 18 ,1915 . જયારે આ કામ નિર્માણાધીન હતું ત્યારે એને કેનેડી રોડ પણ કહેવાયો પણ એ નામ તો કોઈને સ્મરણમાં પણ નથી. વર્ષો સુધી એ ક્વીન્સ નેકલેસ તરીકે ઓળખાતો રહ્યો. કારણ હતું કે જે રીતે કોઈ માનુનીની ડોક પર ડાયમંડ નેકલેસ શોભે એમ એ મુંબઈ નગરીની શોભા હતી. મરીન ડ્રાઈવ પર વ્હાઈટ લાઈટ્સ હતી એટલે ડાયમંડ નેકલેસ , જોવાની ખૂબી એ છે કે આ વ્હાઈટ લાઈટ્સને જયારે યેલો સાથે રિપ્લેસ કરવામાં આવી હતી ત્યારે કે12mumbai6ટલાય લોકોને એસ્થેટીક વેલ્યુ તરીકે સુરુચિભંગ થતો હોય એમ લાગ્યું હતું .ખરેખર તો કુદરતી કિનારા પર આ ડ્રાઈવ નવીનવાઈની ન લાગવી જોઈએ પણ લાગ્યા વિના રહેતી નથી. કારણ એ કે ઘણો ભાગ રેકલેમેશનથી એટલે કે કૃત્રિમરીતે માનવસર્જિત ઉપકરણોથી દરિયો ભરીને ઉભો કરો છે ને પછી આ ડ્રાઈવ બની છે.
image

જોવાની ખૂબી એ છે કે પાણી લાગે છે તેવું નિર્દોષ નથી હોતું. એ ભલભલાં પથ્થર  કોરી નાખવા સમર્થ હોય છે , એમાં પણ દરિયાનું ખારું પાણી ને એનો સવાર બપોર સાંજ સતત સાથે રહેતો  જોડીદાર એવો પવન , જમીનને કોરી નાખવા સમર્થ છે. એટલે એ માટે પહેલેથી આગમચેતી વાપરીને  પથ્થરોની આડશ કરીને મરીન ડ્રાઈવની પાળને રક્ષવામાં  આવી હતી. સહુએ જોયા હશે એ માટે વપરાતી વિશેષ પ્રકારની ડીઝાઇન થયેલા પથ્થરો જે ટેટ્રાપોડ્ઝ  ઓળખાય છે. ટેટ્રાપોડ્ઝનો અર્થ થાય ગ્રીકમાં ચાર પગવાળું ,ચાર પગ ધરાવતાં આ તોતિંગ પથ્થરો વચ્ચે ગુનેગારો છુપાઈ જાય કે ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલતી હોય એવું ઘણી હિન્દી ફિલ્મોમાં દર્શાવાયું છે. એક એક  ટેટ્રાપોડનું  વજન છે 2 ટન ને  એ છે  ફ્રાન્સની ઉપજ, 1950માં ત્યાં ડેવલપ થયા ને મરીન ડ્રાઈવ માટે 1958માં આયાત કરાયા પણ હવે એ સ્થાનિક PWD દ્વારા ઉત્પાદન કરીને ,રીસાઈકલ કરીને વપરાય છે. મરીન ડ્રાઈવ માટે 6500 ટેટ્રાપોડઝ  વપરાયા છે. જે ભરતીના સમયે ખારાં પાણીના જોશને તોડવાનું કામ કરે છે.જો એ ન હોય તો ભરણી કરીને બનાવેલો આ લેન્ડ ક્યારનો ધોવાઇ ગયો હોત.

મરીન ડ્રાઈવ પર એ સાથે આકાર આકાર લેતાં ગયા વિક્ટોરિયન અને આર્ટ ડેકો સ્ટાઈલના મકાનો . ઘણાં મરીનડ્રાઈવવાસીઓ પણ અજાણ હશે કે યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઈટમાં આવતું આ આર્ટ ડેકો બિલ્ડીંગનું ક્લસ્ટર , માળખું આખી દુનિયામાં બીજે સ્થાને આવે છે (પહેલે સ્થાને માયામી છે) મરીન ડ્રાઈવનો ભાગ તો નહીં કહી શકાય પણ ત્યાં પહોંચવા મરીન ડ્રાઈવથી જ પસાર થવું પડે એ બોમ્બે હાઈ કોર્ટ , મુંબઈ યુનિવર્સિટી , સેન્ટ્રલ ટેલિગ્રાફ ઓફિસ ને વિક્ટોરિયા ટર્મિનસ , બીએમસી બિલ્ડીંગ વિક્ટોરિયન ગોથિક આર્કિટેક્ચરના ઉત્કૃષ્ટ નમૂના છે.

આર્ટ ડેકો સ્ટાઈલના મકાનો મરીન ડ્રાઈવ ઉપરાંત ઓવલ મેદાનની સામે હરોળબંધ ઉભા છે. મરીન ડ્રાઈવ પર જ હતા જુદી જુદી કોમના જીમખાના , કેથલિક , હિંદુ , મુસ્લિમ અને પારસી જીમખાના . જેમાં પારસી અને ઇસ્લામિક જીમખાના હજી એ જ જૂનો અસબાબ સાચવીને બેઠા છે.
Marine-Drive-2

આગવી ઓળખ મળી હિન્દી ફિલ્મોથી. લવસોંગ હોય ને મરીન ડ્રાઈવ ન હોય ન બને. લખનારના પસંદીદા ગીતોમાંનું એક ફેવરીટ સોંગ કદાચ મોટાભાગના લોકોનું ફેવરીટ હશે. કોલેજમાં ભણતા હતા ત્યારે એ ફિલ્મ આવેલી , ફિલ્મનું નામ કે સ્ટોરી યાદ નહોતા રહ્યા ને યાદ રહ્યું હતું માત્ર એક ગીત.
આ લિન્ક પર ક્લિક કરો , ચર્ચગેટના આર્ટ ડેકો ક્લસ્ટરથી લઈને મરીન ડ્રાઈવ પર ચાલતી હવાનો નશો મનને સ્પર્શ્યા વિના નહીં રહે.

Advertisements

1 thought on “મુંબઈની સિગ્નેચર : મરીન ડ્રાઈવ”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s