Opinion, People

જિંદગી ના મિલેગી દોબારા …..

life is beautiful

કંપની નાની હોય કે મોટી પોતાના કર્મચારીઓના મોટીવેશન પ્રોગ્રામ માટે શું કરવું એ વિચાર માથાનો દુખાવો હોય છે. એક તરફ ગળાંકાપ સ્પર્ધા ને બીજી તરફ કર્મચારીઓમાં હતાશા , એટલે
વાર્ષિક મીટીંગ કે પછી વર્કશોપ કોઈક હિલસ્ટેશનની હોટલના કે પછી બીચ રિસોર્ટસના કોન્ફરન્સ હોલમાં હોય એવું સ્વાભાવિક થઇ પડ્યું છે.
એમાં પણ બે ત્રણ દિવસના કામ સાથે એકાદ બે દિવસ ફન ટ્રીપના જોડી દેવાય એટલે કર્મચારીઓ ખુશ ખુશ. આ સામાન્ય રીત વિશ્વભરમાં પ્રચલિત છે.

અલબત્ત, જોવાની ખૂબી એ છે કે આ બધું કર્યા પછી પણ કર્મચારીઓનો પરફોર્મન્સ સુધરશે એવી કોઈ ગેરંટી નથી હોતી. પરિણામે હળવે હાથે કામ લેનારી કંપનીને આ ખર્ચ બેકારની કસરત જેવો લાગે છે અને જડબેસલાક રીતે કામ લેતી કંપનીમાં હાયર ને ફાયરને નામે ઝાડું મારવાની પ્રક્રિયા જોરમાં હોય છે. પરિણામ આવે સ્ટ્રેસ , ક્યાં એ માલિક ને ભાગે હોય કે પછી કર્મચારીને. સામાન્યપણે બીજી કક્ષામાં જ હોય એટલે ભોગ કર્મચારીઓના ભાગે જ આવે.
આવી જ કૈંક થઇ રહી છે સાઉથ કોરિયામાં ,
સારું એટલું માલિકનું ને વાંક ગુનામાં આવવા માટે હોય નાના પગારદારો.
કદાચ એટલે જ આત્મહત્યાના કેસ વિશ્વની સરખામણીમાં સૌથી વધુ સાઉથ કોરિયામાં થાય છે. જે એક સમયે જાપાન હતું ત્યાં હવે સાઉથ કોરિયા છે.

એમાં પણ કંપની જયારે મુશ્કેલ દોરમાંથી ગુજરી રહી હોય ત્યારે ભોગ સહુથી પહેલા કર્મચારીઓનો લેવાતો હોય છે , તેમાં પણ સેકંડ ગ્રેડના કહી શકાય એવા પગારદારોનો.

આ સમસ્યા માત્ર આપણે ત્યાં જ નથી. વિશ્વવ્યાપી છે. જો વિદેશના દાખલા જોઈએ તો તો લાગે કે આપણે ત્યાં તો વર્ક કલ્ચર જેવી ચીજ જ નથી એમ કહેવામાં વાંધો ન હોવો જોઈએ .
દુનિયાનું જે થવું હોય થાય હમ નહીં સુધરેંગે જેવી ઇન્ડિયન મેન્ટાલિટી બધે ચાલતી નથી. એટલે જ ત્યાં કામના પ્રેશરમાં થતી આત્મહત્યાનું પ્રમાણ ભારે ઊંચું છે.

કામના પ્રેશરમાં સૌથી વધુ આત્મહત્યા કયા દેશમાં થાય છે તેનો એક અહેવાલ પ્રકાશિત થયો એમાં જણાવાયું કે સૌથી મોખરે છે સાઉથ કોરિયા. એક જમાનામાં પહેલે સ્થાને હતું જાપાન , હવે એ બીજે ત્રીજે સ્થાને આવે છે. પણ સાઉથ કોરિયા જે ભૌગોલિક રીતે તો બચુકડું છે પણ એનું આર્થિક મહત્વ ઓછું આંકી શકાય એમ નથી.
કોરિયામાં વધી રહેલા આ આત્મહત્યાના બનાવો છેલ્લા એક દોઢ દાયકામાં અસાધારણપણે વધી ગયા છે અને એને માટે જવાબદાર બે પરિબળો લેખાવાયા છે , એક તો ત્યાંની સેલિબ્રિટીઓ અને બીજો ધર્મ , કોરિયામાં સહુ કોઈ ખ્રિસ્તી ધર્મ પાળતા નથી. સાઉથ કોરિયામાં હજી 50 ટકા વસ્તી મુસીઝ્મ ને સીન્ડોઝ્મ જેવા ધર્મ પાળે છે. જેમાં આત્મહત્યા કરવું પાપ લેખાતું નથી. એટલે જિંદગી બેશુમાર જવાબદારીથી ઘેરાઈ ગયેલી લાગે ત્યારે છુટકારા તરીકે આત્મહત્યા કરવામાં કોઈ હિચકિચાટ થતો નથી.

જો દેશનો પ્રમુખ કે પછી સીએમડી કક્ષાની વ્યક્તિ આમ વિના વિચારે મોતને વ્હાલું કરી શકે તો સામાન્ય માણસની માનસિકતા તો માત્ર વિચારી જ લેવાની ને !!
સાઉથ કોરિયાના આ આત્મહત્યા પ્રકરણમાં એક મહત્વનો પ્રભાવ પડ્યો છે સેલિબ્રિટીઓનો . થોડા વર્ષ પહેલા સાઉથ કોરિયાના પ્રમુખે આત્મહત્યા કરી હતી , એ કોઈ રાજકીય સમસ્યાથી ઘેરાયેલા હતા એટલે પોતાના વતન ગયા ને પછી ત્યાં પર્વતના શિખર પરથી પડતું મુક્યું હતું . એ જ રીતે પ્રખ્યાત ગાયિકા હોય કે નામાંકિત અભિનેતા, મોડેલ તમામે બેઝીઝક આત્મહત્યા કરી નાખી ત્યારે પહેલીવાર ગણગણાટ થયો કે આ પ્રજાને આત્મહત્યા કરતા જરાય ડર પણ નહિ લાગતો હોય ?

હુન્ડાઈ કાર બનાવનાર હુન્ડાઈ કંપનીના માલિકે પણ થોડા વર્ષ પૂર્વે પોતાની ઓફિસ બિલ્ડીંગના બારમા માળ પરથી પડતું મુક્યું હતું . કારણ હતું કૌટુંબિક કલેશ અને સરકાર સાથે કરેલી ધોખાધડી. એક જાણીતી ફિલ્મસ્ટારે પણ આમ જ આત્મહત્યા કરી હતી એ પછી તો જાણે આપઘાત કરવાનો ટ્રેન્ડ ચાલ્યો હતો. એક અતિશય જાણીતાં કન્સ્ટ્રકશન લીડરે પણ ભ્રષ્ટાચારમાં નામ જોડાયું કે આપઘાત કરી લીધો હતો..

છેલ્લાં દસ વર્ષથી ચાલી રહેલો આ ટ્રેન્ડ છેલ્લા બે વર્ષમાં તો વિક્રમજનકરીતે વધ્યો છે. આખા ત્યાં આજકાલ સૌથી વધુ આત્મહત્યા નોંધાય છે. રોજ થતા મૃત્યુમાં 40 થી 60 ટકા કેસ આત્મહત્યાના હોય છે. જે કરનાર મોટાભાગે પુરુષ હોય છે. આત્મહત્યા માટે કારણભૂત હોય છે કામનું પ્રેશર.
આ આત્મહત્યાના સિલસિલા અટકાવવા માટે કંપનીઓએ ઘણી મથામણ પછી એક નિષ્કર્ષ પર આવીને સાઈકોલોજી પર આધારિત થેરાપી વિકસાવી છે ને અમલી પણ બનાવી દીધી છે , જેનું નામ છે મકબરા ટ્રીટમેન્ટ.
ઉર્દુ શબ્દ લાગે એ મકબરા ટ્રીટમેન્ટ છે પણ એના નામ જેવી જ.
જેમાં જિંદગીનું મહત્વ સમજાવવાની વાત સાઈકોલોજીથી વણી લેવામાં આવી છે.
આ મકબરા વિધિ સાઉથ કોરિયાની ઘણી બધી કંપનીઓ પોતાના કર્મચારીઓ માટે ઓફિસમાં જ યોજે છે. આ વિધિ એટલે પોતાના જ અંતિમ સંસ્કાર લાઈવ જોવા.
નવાઈ લાગે એવી વાત છે ને પણ આજકાલ એ ત્યાં હોટ ટોપિક છે.
એટલે કે જો તમે આ આખી વાતના સાક્ષી બન્યા હો તો શું જુઓ ?

રાજધાની સોલની જ એક માતબર કંપનીનો કોન્ફરન્સ હોલ છે. એમાં વિધિની તૈયારી થઇ રહી છે. જે લોકો આ ટ્રીટમેન્ટમાં ભાગ લેવાના છે એ સંપૂર્ણપણે સફેદ કપડામાં સજ્જ છે. એમને પોતપોતાની સીટ પર બેસીને એક પત્ર લખવાનો હોય છે. વાત સીધીસરળ લાગે છે તેવી નથી. આ આખરી ઘડી છે. આ પત્રમાં જીંદગીમાં રહી ગયેલા તમામ સંતોષ, અસંતોષ , બાકી રહી ગયેલી ઈચ્છા , અધૂરપ , લક્ષ્ય વિષે લખવાનું હોય છે કે ધારો કે જિંદગીએ અમને થોડો સમય વધુ આપ્યો હોત તો એ શું કરી શકતે , શું કરવાથી બચી શકતે …. પત્ની , બાળકો , માબાપ , પ્રેમિકા માટે શું કરવું હતું , શું કર્યું ને શું બાકી રહી ગયું ….કાશ થોડો સમય વધુ મળ્યો હોત તો !!

coffinmain

જોવાની ખૂબી એ છે કે પહેલા સામાન્યરીતે શરુ થતું આ પત્રલેખન હળવેકથી ડૂસકાંમાં ફેરવાતું જાય છે. કાગળ પર ઉતરતી લાગણીઓ કોરાં શબ્દ ન રહી જતાં આંખમાંથી  ટપકતાં આંસુથી ભીંજાતા જાય છે. ડૂસકા પછી આવે છે રુદન , અવાજ રૂંધાય રહ્યો છે, છતાં હજી એક સ્ટેપ બાકી છે. પત્ર સ્વજનો માટે કવરમાં મૂકીને હવે ઉઠીને આવવાનું છે પેલા મોટા કોન્ફરન્સ હોલમાં જ્યાં લાકડાના કોફીન પડ્યા છે. માણસના મૃત્યુ પછી જેમાં મૂકીને દફનાવાય છે તે કોફીનમાં હવે જાતે જ પોઢી જવાનું છે. એમને સાથે રાખવા મળે છે એક વિકલ્પ , એક પિક્ચર , પોતાના પ્રિયજનનું  .
એ સાથે જ કોફીન બંધ કરવા માટે કાળાં કપડામાં સજ્જ એક વ્યક્તિ ક્યાંકથી ફૂટી નીકળે છે , એ છે મિસ્ટર ડેથ , યમરાજ.
આ યમરાજ કોફીનનું ઢાંકણું બંધ કરી દે છે , અને એ સાથે અંદર સુતેલા વ્યક્તિને સમજાય છે જિંદગી અને મોત વચ્ચેનો ફરક.
જયારે જીવન હતું ત્યારે આપઘાતના વિચારમાં રોળી નાખવાના પ્લાન કેટલાં બાલીશ અને મૂર્ખામીભર્યા હતા તેનો અહેસાસ આ ઘડીઓ દરમિયાન થાય છે.
એ અહેસાસ થવા માટે માત્ર પાંચથી સાત મિનીટ જ પૂરતી છે. દસ મિનીટ પછી કોફીન ખોલી એમને બહાર આવવાનું છે. પરંતુ આ સમયગાળા દરમિયાન મોટાભાગના લોકોને જિંદગી ને મોત વચ્ચેની ખાઈનો ભેદ સુપેરે  સમજાઈ જાય છે. અણીચૂક્યો સો વર્ષ જીવે એ ન્યાયે આ ટ્રીટમેન્ટ લેનાર મોટાભાગના કર્મચારીઓ ભૂલેચૂકે આત્મહત્યાનો વિચાર કરતા નથી.
એ આ પછીનો તબક્કો છે એક ફિલ્મનો. જેમાં વાસ્તવિક જીવનમાં અસાધ્ય રોગનો ભોગ બનેલા લોકોની અધૂરી ઈચ્છા દર્શાવાય છે. જિંદગી કેટલી કીમતી છે એ ત્યારે જ સમજાય  જયારે મોત સામે આવીને ઉભું રહ્યું હોય. આ પદ્ધતિ આજકાલ સાઉથ કોરિયામાં ભારે લોકપ્રિય થઇ રહી છે.
આ થેરાપી લેનાર મોટાભાગના લોકો મને છે કે એકવાર મૃત્યુ સમીપ જવાનો અનુભવ જિંદગીને નવા વળાંક પર લાવીને મૂકી દે છે.
એનું કારણ સીધું છે. જે જિંદગીને ટેકન ફોર ગ્રાન્ટેડની રીતે લેતા હોય તે ન્યાયે જીવનની કદર જ હોતી નથી. એ  જિંદગી જયારે  હાથતાળી આપવાની શરૂઆત કરે ત્યારે જ એની કદર થતી હોય છે.
એક અભ્યાસ પ્રમાણે એના પરિણામ સારા આવી રહ્યા છે. એની સાથે સાથે આપને ત્યાં ભારે પ્રચલિત એવી લાફ્ટર થેરાપી પણ શરુ થઇ રહી છે.
સૌથી રસપ્રદ વાત તો એ છે કે વિશ્વમાં મોટાભાગની સંસ્કૃતિમાં હસવું સારી વાત લેખાતી નથી.
એ પછી રશિયા હોય કે કોરિયા , ત્યાં એમ કહેવાય છે કે વિના કારણ હસતો કે સ્મિત ફરકાવનાર લોકો મૂર્ખ હોય છે. હકીકત એથી બિલકુલ ઉલટી છે.
હસવું એ એવી પ્રક્રિયા છે કે એ ગમેતેવી તાણ દૂર કરી શકે છે , એટલું જ નહીં પણ એ શ્વાસોશ્વાસને નિયમિત બનાવવાથી લઇ ફન ન્યુરોન્સ ફાયર કરે છે. જેની સીધી અસર તંદુરસ્તી પર પડે છે.
આપણે ત્યાં તો કહેવત છે હશે એનું ઘર વસે પણ એ હવે વિશ્વમાં પ્રસરી રહી છે. છતાં એ નિર્દોષ સ્મિત ને હાસ્યવાળી એટલી લોકપ્રિય નથી થઇ જ્યાં આ ડર ને ડૂસકાં વાળી કોફીનકેદની ટ્રીટમેન્ટ ચાલે છે.
આખરે તો વાત જિંદગીનું મહત્વ સમજવાની છે.
છેલ્લે છેલ્લે :
નહીં માંગતા એ ખુદા કી જીંદગી સૌ સાલ કી દે
દે ભલે ચંદ લમ્હોં કી
લેકિન કમાલ કી દે
Advertisements

1 thought on “જિંદગી ના મિલેગી દોબારા …..”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s