Being Indian, opinion

રીલ હોય કે રીયલ , હીરો એટલે હીરો

sunny methew453039-airlift-motion-poster

થોડાં સમય પહેલા જ યમન ક્રાઈસીસ દરમિયાન મોદી સરકારે એક બહેતરીન ઓપરેશન પાર પાડ્યું હતું સહીસલામત ઇન્ડિયનને ઘરે લાવવાનું જેને માટે સુષ્મા સ્વરાજ અને વી કે સિંહ પોતે ગયા હતા. મોદી સામે ઝુંબેશ ચલાવવામાં આ તમામ સિધ્ધિઓની નોંધ હાથે કરીને વિસરી જવામાં આવે છે. યમનમાં જે રીતે ઓપરેશન થયું એ એટલું સરળતાથી પાર પડ્યું કે જનતા જનાર્દનને એમાં કોઈ ડ્રામા ન દેખાયો , એટલે સ્વાભવિકરીતે એની મહત્તા પણ ન સમજાઈ.
અક્ષયકુમારના આ એરલીફ્ટને જોઇને કદાચ સમજી શકાય .
કમ્યુનિકેશન નામની ચીજ કેટલી મહત્વની હોય છે. ખાસ કરીને આળસુ બાબુગીરી અને મંત્રીઓની જડતા માટે ત્યારે ને અત્યારે એવી સરખામણી બિલકુલ થઇ શકે.
એરલીફ્ટના પ્રમોશન ચાલી રહ્યા હતા ત્યારે એવું લાગતું હતું કે આર્ગો કે શિન્ડલર્સ લિસ્ટનું કોકટેલ કરીને હિન્દી ભેલપૂરી હશે. પછી તો ફેસબુક ને ટ્વીટર પર શરુ થઇ એક પ્રોમોની સીરીઝ , એમાં સૌથી વધુ નામ ઉજાગર થયું રંજિત કટિયાલ . બીજી એક વાત ટેગ કરાતી રહી સત્ય હકીકત પર આધારિત ફિલ્મ ….
એક તો અક્ષયકુમાર , બીજું સત્યકહાની પર આધારિત થ્રીલર ને હા દેશભક્તિની ફ્લેવર સાથે. જોવી તો પડે જ …
(અહીં એક બિનજરૂરી સ્પષ્ટતા :આ ફિલ્મ રીવ્યુ નથી)
ફિલ્મની શરૂઆત પરથી જ એમાં તોળાઈ રહેલો ભાર છતો થતો જાય છે. ડાયરેક્ટર રાજા કૃષ્ણ મેનન , પહેલા જ થોડા દ્રશ્યોમાં પોતાની સિગ્નેચર કરી નાખે છે. એ સીન જયારે રંજિત કટીયાલનો ડ્રાઈવર ઈરાકીઓની બુલેટનો શિકાર બને છે , ને બોસ રંજિત પોતાના ડ્રાઈવર નાયરની વિધવાને આ ન્યુઝ આપવા જાતે એના ઘરે જાય છે . એક પણ શબ્દ ડાયલોગ તરીકે નથી. ને તે છતાં એકદમ બોલકો સીન , કદાચ એ સત્ય હકીકતનો એક ટુકડો છે.
એ સમયગાળો એટલે કે 1990થી શરુ થયેલું યુદ્ધ, જે ખાડીયુદ્ધ તરીકે લેખાતું રહ્યું હતું . ઈરાકે કુવૈત પર હુમલો કર્યો હતો , ને પછી જે થયું તે તો તવારીખ છે. પણ એ સમયે ત્યાં કામ કરતાં 1 લાખ 70 હજાર ભારતીયને સહીસલામત ઇન્ડિયા પાછા લવાયા. એર ઇન્ડીયાની 488 ફ્લાઈટથી આ બધાને સ્વદેશ લવાયા.
એમ મનાય છે કે જો આ દુનિયાના સૌથી મોટા ઓપરેશનમાં કેટલાય લોકોએ બહુ મહત્વની ભૂમિકા ભજવી હતી. રંજિત કટીયાલનું કેરેક્ટર એ પૈકીના એકનું છે. જેને ફિલ્મના અંતે ક્રેડીટ આપવામાં આવી છે. નામ એનું સની મેથ્યુ , જેની ઓળખ સની ટોયેટો નામે હતી .
આ વાત સહુથી પહેલા ચર્ચાઈ સોશિયલ મીડિયાથી. ફેસબુક પર રિયા મેથ્યુ નામની યુવતીએ પોતાના દાદાના આ યોગદાન વિષે પોસ્ટ મૂકી હતી. અલબત્ત,એ સાથે અનેક વિવાદ પણ શરુ થઇ ગયા કે આ ઓપરેશનમાં સની મેથ્યુ કંઈ એકલા નહોતા અન્ય લોકોએ પણ આ માટે બહુ કામ કર્યું હતું . હકીકત એ છે કે બે મહિના ચાલેલા આ ઓપરેશનમાં સની મેથ્યુનો રોલ એટલે મહત્વનો હતો કારણકે એમને કુવૈતી શાસકો સાથે સારા વ્યવહાર હતા, જેનો ફાયદો તમામ ઇન્ડિયન્સને મળ્યો .
એ સની મેથ્યુના પુત્ર જ્યોર્જે એરલીફ્ટના પ્રીમિયરમાં ખાસ હાજરી આપી હતી.
એમને થોડા સંસ્મરણો શેર કર્યા એ પ્રમાણે તો તે વખતે સની મેથ્યુ અને એમના થોડાં મિત્રોએ કરેલી કામગીરી બિરદાવવાને બદલે બધી ક્રેડીટ સરકાર અને એર ઇન્ડિયાને મળી હતી. પણ સની મેથ્યુએ આ કામ કોઈ ક્રેડીટ મળે એવા ઉદ્દેશથી કર્યું નહોતું .
જોવાની ખૂબી તો એ છે કે આટલી ગંભીર પરિસ્થતિ પછી પણ ઘણાં ભારતીય કુટુંબ એવા હતા જે ત્યાંથી નીકળવા માંગતા નહોતા , કારણ હતું ત્યાં જમા કરેલી પૂંજી અને માલ મિલકત.
એક કુટુંબે તો બાલદીભરીને સોનું ભેગું કર્યું હતું , એ લઈને ઇન્ડિયા કેમ આવવું ? એ માટે જાન જાય ભલે જાય , તો પણ ડેરો જમાવી બેસી રહેવા તૈયાર હતા. સનીએ એ પરિવારનું સોનું પોતાની હસ્તક લઈને પોતાના ઘરમાં દાટી દીધું હતું ને કટોકટી ટળી ગયા પછી ફરી કુવૈત પાછા ફરેલા પરિવારને સોંપ્યું હતું .
એક ખાસ વાત તો એ છે જેનો ઉલ્લેખ ફિલ્મમાં નથી આવતો કે સની મેથ્યુએ એક સીલબંધ પરબીડિયું પત્નીને આપી રાખ્યું હતું કે અગર જો હું પાછો ન આવું તો આ ખોલી ને વાંચી લેજે .
ફિલ્મમાં એક રસપ્રદ કેરેક્ટર છે જ્યોર્જ નામની વ્યક્તિનું , જે ભાઈને દરેક વાતવાતમાં સામેનાને એમની ફરજનું ભાન કરાવવું ગમે છે. વાતેવાતે હક , ડખો , ચંચુપાત કરવો છે પણ જવાબદારી જેવી ચીજ સાથે લેવાદેવા નથી.
જેમને માત્ર ઉપદેશ આપતા આવડે છે. જેની પાસે સલાહનો ભંડાર છે. ગુજરાતીમાં કહેવત છે કે જેના હોઠ સાજાં તેના હાથ ખોટાં , બોલવા મળે પછી કામ કોણ કરે ?
અફકોર્સ , આ બિલકુલ કાલ્પનિક પાત્ર હશે એવું માની લેવાય પણ વિચારો કે ખરેખર આ જ્યોર્જ કોણ હોય શકે ?

યેસ , વેરી રાઈટ. હકીકતે જુઓ તો આ જ્યોર્જ છે એક આમ ઇન્ડિયન …જેનું કામ માત્રને માત્ર ચૂક કાઢવાનું હોય છે.
એવરેજ ઇન્ડિયન એટલે ચલાવવાની હોય ટેક્સી કે હળ , પેન કે માત્ર જબાન …પણ સરકાર કઈ રીતે ચલાવવી એની બ્લુ પ્રિન્ટ એમની પાસે તૈયાર હોય.

ફિલ્મમાં ન હોય તેવા તો અનેક પ્રસંગો રીયલ સ્ટોરીમાં છે જેને કારણે ભલે આ સની મેથ્યુ અને એમના જોડીદાર વેદીના નામ જાણીતાં ન હોય પણ કેરળના મોટાભાગના લોકો એમને ભૂલ્યા નથી. ત્યારે કુવૈતમાં કામ કરનાર મોટાભાગના લોકો કેરળી હતા ને આજે પણ છે.

અમને થયો એવો જ પ્રશ્ન તમને પણ થાય તે સ્વાભાવિક છે કે આ રીયલ હીરો ક્યાં છે ક્યાં ?

સની મેથ્યુ આજે પણ કુવૈતમાં જ રહે છે પણ નાદુરસ્ત તબિયતને ખાસ બહાર નીકળવાનું ટાળે છે.
ત્યારે નહીં તો 25 વર્ષે પણ રંજિત કટીયાલ જેવા કાલ્પનિક પાત્રે સની મેથ્યુને આવું બહુમાન અપાવ્યું એ પણ કંઈ જેવી તેવી વાત છે ?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s