Opinion

દુનિયા ઈશ્કઝાદોં કી

 

પંછી નદીયાં પવન કે ઝોકેં
કોઈ સરહદ ના ઇન્હેં રોકે ..

India-Pakistan-Tension-war 

એ ગીત સાથે જ નજર સામે આવે ભારત પાક લવ સ્ટોરી , જો કે બે દુશ્મન દેશ વચ્ચે લવસ્ટોરી સંભવી જ ન શકે એવો કોઈ નિયમ તો છે નહીં , પણ સીધીવાત છે કે જે બે દેશ વચ્ચે દાયકાઓથી દુશ્મનાવટ  ચાલતી હોય તેવા બે દેશના નાગરિકો વચ્ચે એક કુંપળ ફૂટે એટલે ન્યુઝ આઈટમ તો બને ને !!
 ને આ લવ સ્ટોરી તો પાછી હટ કે કહી શકાય એવી   કક્ષામાં આવે એવી  છે.
પ્રેમકહાણીના હીરો હિરોઈન છે  મીરાં ને રીઝવાન. ઇન્ડિયાની મીરાં ને રીઝવાન પાકિસ્તાનનો. લવસ્ટોરીની શરૂઆત થઇ ફેસબુક પર જેમ હજારો લાખો પ્રેમકહાની  સર્જાય છે એવી જ ચીલાચાલુ રીતે. ધીરે ધીરે પાંગરતી રહી  ચેટ , ઈમેલ , ફોન દ્વારા..
હવે આ સ્ટોરી જો વીસ વર્ષ પૂર્વે થઇ હોત તો એ જરૂર નવીનવાઈની લાગી હોત,  પણ આ તો 21મી સદી. નેટની દુનિયા , વર્ચ્યુલ રીયાલીટીની દુનિયા એમાં હવે આ વાત કોઈને તાજ્જુબીભરી ન લાગે  . તે છતાં પણ  જે પણ કોઈ આ મીરાં ને રીઝવાનની પ્રેમકહાની સાંભળે છે તેમના મોઢા અધખુલ્લા રહી જાય છે
એનું કારણ મીરાં છે.
lucknow-meera
મીરાંનું મૂળ નામ તો હતું ગૌરવ , હા, એ યુવતી નહીં યુવક હતો.  કથક ડાન્સર , સુફીઝ્મ અભ્યાસ કરનાર ગૌરવને ઘણી બધી સ્કોલરશીપ મળી છે , નેપાળ ઇન્સટીટ્યુટ્સ ઓફ ફાઈન આર્ટસ તરફથી ગોલ્ડ મેડલ પણ અને પછી એને વિચાર્યું સુફીવાદ પર ડોક્ટરેટ કરવાનું  .
 એ જયારે સુફીવાદ વિષે વધુ સંશોધન કરતો હતો ત્યારે એનો ભેટો થયો રીઝવાન સાથે. 26 વર્ષનો રીઝવાન પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા સુકુર સિટીનો રહેવાસી છે. એની સાથે ફેસબુક ચેટ કરતાં કરતાં બંને ને લાગ્યું કે એ લોકો એક દૂજે કે લિયે બન્યા છે. રીઝવાન કામધંધો શું કરે છે એ તો વિચારી લેવાનું કારણ કે એ હજી અભ્યાસ કરી રહ્યો છે. જીંદગીમાં ભણીને કારકિર્દી શું બનાવવી એ વિષે હજી અસમંજસમાં એવો રીઝવાન એક વાતે મક્કમ છે કે શાદી તો ગૌરવ સાથે જ કરવી.
આ પ્રેમી જોડાને માટે તકલીફોનો પાર નથી. એક તો પાકિસ્તાન ઇન્ડિયા વચ્ચેના કભી હા કભી ના જેવા સંબંધો , ગૌરવ રીઝવાનનો ધર્મ , એટલે કે હિંદુ ને મુસ્લિમ , રીઝવાન હજી પગભર નથી ને મીરાં કથક ડાન્સર , જે સમાજ અને1451680220-1413 સંસ્કૃતિ લલિતકળાને સમજી ન શકે એવા દેશમાં કથકનું શું મૂલ્યાંકન થાય એ વિચારી લેવાનું અને આટલું ઓછું હોય તેમ જાતિ , એટલે કે બંને પુરુષ , લગ્ન કરવા એક સ્ત્રી ને એક પુરુષ હોવું તો જરૂરી છે ને પણ આ તો બંને પુરુષ  ..
પણ કોઈક એવું ગાઈ ગયું છે કે હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછાં છે, ન પરવા માનની તોયે, બધા સન્માન ઓછાં છે. જો રીઝવાનની સાથે જીવનસાથી તરીકે  તો લગ્ન કરવા પડે અને લગ્ન કરવા પડે તો સ્ત્રી બનવું પડે. કારણ કે હજી એશિયન દેશોમાં સજાતીય લગ્નોને માન્યતા પ્રાપ્ત થઇ નથી એટલું જ નહીં એ સંબંધો ક્યારેય સન્માનીય રહ્યા નથી.  એ  કરીને  ગૌરવે તો પોતાનું પુરુષત્વ  ઓપરેશનો કરાવીને મીરાં અવતાર ધારણ કરી લીધો છે. જેથી પુરુષ હોવાનો ભેદ એમના લગ્નમાં અવરોધ ન બને.
  સંખ્યાબંધ  મુશ્કેલ ઓપરેશનો કરાવ્યા પછી હવે ગૌરવ ફાઈનલી મીરાં બની ચુક્યો છે. જે પોતાના થનાર પતિ રીઝવાનની કાગડોળે રાહ જોઈ રહી છે.
હવે ટૂંક સમયમાં બંનેની મુલાકાત થશે એવું એ માને  છે. માર્ચ મહિનામાં રીઝવાન ભારત આવશે એટલે મીરાં ઉર્ફ ગૌરવ એને પરણી જશે એવો પ્લાન અત્યારે તો આ પ્રેમી જોડાનો છે , છે ને વાંચીને મગજ ચકરાઈ જાય એવી વાત…. પણ આ જ પુરાવો છે દીવાનગીનો.
આ પ્રેમી યુગલની સામે એક નહીં અનેક મુશ્કેલીઓ હતી  પણ કદાચ આ સેક્સ ચેન્જવાળી ચુનૌતી એમને સૌથી મોટી લાગી હતી. કારણ છે સજાતીય લગ્ન પર પ્રતિબંધ. બંનેને હોમોસેક્સ્યુઅલ રીલેશનશીપમાં રહેવું મંજૂર નહોતું એટલે આ ફેંસલો કરવો પડ્યો  .
સ્વાભાવિક છે કે બંનેના ઘરમાં આ સંબંધ માટે અસાધારણ વિરોધ હોય જ  . અલગ દેશમાં રહીને પ્રેમ કરવો તો મુશ્કેલ કામ ખરું પણ આ તો ઇન્ડિયા પાકિસ્તાન , દુશ્મનદેશનો નાગરિક પ્રેમી !! એ પ્રેમ કરવાના ગુનાની સાંદ્રતા 100ગણી વધારી દે.આ ઇશ્કઝાદાઓએ ઘણી બધી અગ્નિપરીક્ષા આપવી પડવાની છે જેને માટે હમણાં તો બંને ભારે મરણીયા થઇને પડ્યા છે. અલબત્ત , માર્ચ મહિનામાં ઇન્ડિયા આવનાર રીઝવાન કેટલો કટિબદ્ધ છે તે પણ જાણવા જેવું છે. હજી તો એણે  વિઝાની અરજી પણ કરી નથી. બીજી તરફ આપણી મીરાં ઉર્ફ  ગૌરવકુમાર હજી સેક્સ ચેન્જ ઓપરેશનની જંજાળમાંથી સંપૂર્ણપણે મુક્ત થઇ શક્યા  નથી.
એનું કારણ છે કે સેક્સ ચેન્જ ઓપરેશનો અતિશય જટિલ હોય છે. એ સાથે ચાલતી હોર્મોન થેરાપી અને સવાર બપોર સાંજ ગળવી પડતી સંખ્યાબંધ ગોળીઓ  . એ માટે જબરદસ્ત માનસિક તાકાત જરૂરી છે.  મેડીકલ સાયન્સ  કહે છે તે પ્રમાણે આ  જટિલ જ નહીં નાજુક  પ્રક્રિયા છે. માત્ર શારીરિક રીતે નહીં આ દવાની અસરો માનસિક અને ભાવાત્મક હોય છે. સેક્સચેન્જ ઓપરેશન થાય પછી પણ હોર્મોન અને અન્ય ડોઝમાં નિયમિતતા જળવાય અત્યંત જરૂરી છે અન્યથા આ ઓપરેશનો માણસને શિખંડી અવસ્થામાં લાવીને મૂકી દે છે. ન પૂર્ણ સ્ત્રી ન પુરુષ  . ગૌરવ હવે મીરાં બની ચુક્યો છે એ સાચું  પણ હજી ઓછામાં ઓછા ત્રણ વર્ષ એને ડોક્ટરોની દેખરેખ હેઠળ રહેવાનું છે. જે સારવાર એને સંપૂર્ણરીતે સ્ત્રી બનાવશે.
માર્ચમાં લગ્ન કરીને પાકિસ્તાન જવા થનગની રહેલા જોડાની કરમકહાની પર દુ:ખ લગાડવું  કે હસવું , એ જ ન સમજાય !! પણ કહાની છે ભારે યુનિક  .આ તો વાત થઇ પ્રેમી પંખીડાની. આ બેઉના કુટુંબીજનો પર શું વીતી રહી હશે એ માત્ર અંદાજી લેવાનું રહે.
મીરાંનું કહેવું છે કે મારા પરિવારને અસહ્ય ઝટકો લાગ્યો હતો જયારે મેં છોકરી બનવા જાતિપરિવર્તન ઓપરેશનની વાત કરી હતી. ગૌરવના આ નિર્ણયથી પરિવાર હચમચી ગયો હતો પણ મને કમને એમણે આ ફેંસલો માન્ય રાખ્યો છે.
સ્નાતક પણ ન થઇ શકેલો રીઝવાન ફિલોસોફરની જબાન બોલે છે. એનું કહેવું છે કે બસ અમે તો એટલું જ ઈચ્છીએ કે ધર્મ અને સરહદને મુદ્દે કલહ બંધ થઇ જાય.એ માટે ભલે ને અમારે અમારા પ્રાણની આહૂતિ આપવી પડે.
આ બધું કહીને કદાચ આત્મઆશ્વાસન આપવાનો પ્રયાસ પણ હોય શકે , કારણ કે  મીરાં  કહે છે કે અમે કહીએ છીએ કે અમને કોઈ ફરક નથી પડતો પણ હકીકત એ છે કે આખરે તો અમે પણ હાડચામમાંથી બનેલ માણસો છીએને !!
કસોટી ભારે છે. ધર્મ , દેશ , જાતિ આ ત્રણમાંથી ગુજર્યા પછી શરુ થશે કિસ્સા મિયાં બીબી કા  …..
જોઈએ કે આ લવ સ્ટોરી ક્યાં પહોંચે છે ! લયલા મજનુ કે હીર રાંઝાની ઉંચાઈએ કે પછી ફેસબુકના ફારસ બનીને રહી જશે.
 … આખરે છેલ્લો ચૂકાદો તો સમય જ આપશે ને !!
છેલ્લે છેલ્લે : 
ઇસીલિયે તો યહાં અબ ભી અજનબી હું મૈં 
તમામ લોગ ફરિશ્તે હૈ આદમી હું મૈં 
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s