opinion

ઔરત ને જનમ દિયા મર્દો કો ,મર્દો ને ઉન્હેં બાઝાર દિયા

image

સાસ બહુની ઓવર મેલોડ્રામા સિરીયલો થાકી ગયેલા
ઇન્ડિયન ઓડિયન્સને આજકાલ સાફસુથરી , વિના કોઈ ઝાકઝમાળ ને નાટકીયતા વિનાની પાકિસ્તાની સિરીયલો ભાવી ગઈ છે. ખાસ કરીને મહિલાઓને , એનું કારણ એટલું જ છે કે આ પાકિસ્તાની ડ્રામા વાસ્તવિકતાની અત્યંત નજીક હોય છે અને બીજું કારણ એ કે બહુ સુક્ષ્મરીતે એ જનજાગૃતિનું કામ કરે છે.

આપણે ત્યાં જ ખાપ, બાલવિવાહ , કન્યા કેળવણી વિષે સળગતી સમસ્યાઓ છે એવું નથી.
પાકિસ્તાનમાં સામજિક પ્રશ્નો તો પાર નથી. પાકિસ્તાનમાં આ ઉપરાંત પણ ખૂબ મોટી સમસ્યાઓ છે ને તે પણ સામજિક , શારીરિક બંને સ્તરને અડીને  . જ્યાં સમસ્યા હોય ત્યાં સમાધાન શોધવાના પ્રયત્નો પણ થવાના જ. એવી જ કોઈક વાત સ્ત્રીસ્વાતંત્ર્યને લઈને છે. જે વાત પાકિસ્તાનમાં આજે પણ ભારે અજાયબ લેખાય છે.
આજકાલ પાકિસ્તાનમાં પણ મુક્તિની ચળવળ ચાલે છે. સરેરાશ ભારતીય સ્ત્રી તો વિચારી ન શકે કે દબદબાભર્યું સામાજિક સ્ટેટ્સ ધરાવતી એક પાકિસ્તાની સ્ત્રી કેટલી હદે અસુરક્ષિતતા અનુભવતી હોય છે. એના મૂળમાં છે એમના ધાર્મિક રીતિરીવાજો , ત્રણવાર તલાક બોલી નાખવાથી એક જ ક્ષણમાં સ્ત્રીના સર પર રહેલું છત્ર છીનવાઈ જાય છે. એવા સંજોગોમાં મુક્તિની ચળવળ ચાલે એ તો સામાન્ય લાગે.

મુક્તિ એને કહેવાય જ્યાં ખરેખરી સ્વતંત્રતા સંભવે . આજકાલ પાકિસ્તાની સ્ત્રીઓ કહેવાતી સ્વતંત્રતા માટે એવી રાહ પર ડગલું માંડી દે છે કે પાછું ફરવું મુશ્કેલ જ નહીં ,અશક્ય બની જાય.
એ ખતરનાક શોર્ટકટ છે.

આ સમસ્યાનો ખ્યાલ પાકિસ્તાનની સરકારને નથી એવું પણ નથી. આ એક વર્ષમાં લગભગ આઠ હજાર પાકિસ્તાની સ્ત્રીઓ પોતાના વર,ઘર, છોકરાંઓને ઊંઘતા મૂકીને ભાગી ચૂકી છે.
વાત અસાધારણ ગરીબી અને લાલચની પણ ખરી. પાકિસ્તાનમાં માત્ર બે વર્ગ છે એક અમીર , એક ગરીબ  … હવે નાનો સરખો મધ્યમવર્ગ અસ્તિત્વમાં આવ્યો છે પણ એ પણ લોઅર કહી શકાય એ કક્ષાનો . પરફ્યુમ , ચમકતાં ઘરેણા, મલમલના ડ્રેસીઝની લાલચ ઉપરાંત સૌથી મોટી લાલચ અપાય છે તે છે બાળકોનું સારું શિક્ષણ , એમની સ્કોલરશીપ  .

આખું ઓપરેશન એકદમ સફાઈથી પાર પડે છે. એની પાછળ છે ઇસ્લામિક સ્ટેટ જેની આણ આઈસીસ તરીકે પ્રવર્તે છે. પેરીસ અને બેલ્જીયમમાં જે બોમ્બ વિસ્ફોટ થયા એ પછી આ ત્રાસવાદીઓ હવે વધુ ને વધુ સ્યુસાઈડ બોમ્બર્સ અને જિહાદી મેમ્બર્સ માટે આ પ્રકારની ચળવળ ચલાવે છે. જેને માટે વિશ્વભરમાં એમના એજન્ટો કામ કરે છે.

image

આ ત્રાસવાદીઓ એક મહાઅભિયાન ચલાવી રહ્યા છે એવી એક છાપ ઉભી કરીને એમની ‘સેવા’ માટે મહિલાઓએ આગળ આવવું જોઈએ એવી દલીલ થાય છે. આ સેવાનો અર્થ કોઈ પણ સમજી શકે છે. ત્રાસવાદીઓની દૈહિક ભૂખ સંતોષવાની ‘સેવા’ આપનાર મહિલાઓને નામ અપાયું છે કમ્ફર્ટ વુમન  આ કમ્ફર્ટ વીમેન અત્યાર સુધી ફ્રાંસ , ઓસ્ટ્રેલિયા ને બ્રિટનથી આવતી હતી. જેમાં સમાવેશ થતો હતો યુવાન છોકરીઓનો. લંડનના એક અખબારના સ્પેશિયલ રીપોર્ટ પ્રમાણે માત્ર 13 ને 15 વર્ષની કુમળીવયની છોકરીઓ ઘરેથી ભાગીને આ ત્રાસવાદીઓની સેવામાં જોડાઈ હતી. ખોટા પ્રચારમાં બહેકી ગયેલી ગોરી છોકરીઓ સેવા માટે આવી તો પહોંચતી પણ સેવાના કુંડાળામાં પગ મૂકી દીધા પછી સમજાતું કે એ લોકો કયા નરકમાં આવી પડી છે. સમજાતું કે એમને વેશ્યા બનાવવામાં આવી  છે. અને પછી બહાર નીકળવાના તમામ માર્ગ બંધ થઇ ચૂક્યા છે..

આ માહિતીઓ ઉજાગર થતાં થોડો સમય જરૂર લાગ્યો પણ વત્તેઓછે અંશે  ગોરી છોકરીઓની અક્કલ ઠેકાણે આવી ગઈ અને  એમને આ સેવાભાવી પ્રવૃત્તિમાં ન પડવાનું નક્કી કર્યું એટલે ઇસ્લામિક સ્ટેટના એજન્ટોએ પોતાના સૈનિકોની ભ્હૂખ સંતોષવા ઓપરેશન હવે નાના ગરીબ દેશોમાં શરુ કરી દીધા છે  . અલબત્ત , લાલચ આપીને જાળ બિછાવીને  . સ્યુસાઈડ બોમ્બરોને લાલચ તો 72 કુંવારી હૂરની આપવામાં આવે પણ અહીં એમને માટે કોઈની પત્ની ,દીકરી , મા હાજર કરી દેવામાં આવે. એમાં એમને કોઈ અધર્મ લાગતો નથી.
એવી પ્રવૃત્તિ હેઠળ પાકિસ્તાનમાં આજકાલ સ્ત્રીઓને ભગાડી જવાના બનાવો વધતા રહ્યા છે. આ વાત આજે ત્યાં છે , કાલે આપણે ત્યાં આવી શકે છે.

પાકિસ્તાન , બાંગ્લાદેશમાં આ પ્રવૃત્તિ ધમધોકાર ચાલે છે. આ વિષે પાકિસ્તાનની સંસદમાં પણ ઘણો ગોકીરો થયો પણ પરિણામ કોઈ આવ્યું નથી.
એક વર્ષમાં આઠ હજારથી વધુ મહિલાઓ ગાયબ થઇ જાય એ કોઈ જેવીતેવી વાત છે ?
અને ઓપરેશન પણ કેવી સલુકાઈથી પાર પડે છે એ પણ હેરત પમાડે છે.

એક સવારે પતિ ઉઠે છે. પત્નીની પથારી ખાલી છે. પત્ની કિચનમાં કામે વળગી હશે એમ ધારી લે છે. દિવસ ચઢે છે ત્યાં સુધીમાં ભયાનકતાનો ખ્યાલ આવી ચૂક્યો છે. ઘરની શાન ઘરબાર છોડીને ભાગી ગઈ છે. પોલીસ ફરિયાદ ને શોધાશોધ પછી પગેરું મળે છે. હાંફળા ફાંફળા થઇ ગયેલા પતિને  પોલીસ  કહે છે કે સીરીયાથી આવેલા કોઈક શખ્શ સાથે જે છ સાત સ્ત્રીઓ ચાલી નીકળી છે તે પૈકીને એક તમારી પત્ની પણ છે.

દિગ્મૂઢ પતિ ને પરિવારજનોને તો એ પણ ખબર નથી પડતી કે હવે ફરિયાદ કરવી તો પણ કોને ? પત્નીને પછી લાવવી કઈ રીતે?
મધ્યમ કે ગરીબ વર્ગની આ સ્ત્રીઓને પોતાની જાળમાં ફાન્સ્વી કોઈ અઘરું કામ નથી. ઇસ્લામિક સ્ટેટના એજન્ટો શરૂઆતમાં તો આ સ્ત્રીઓને મધ ઝરતી વાતોમાં લોભાવે છે. ભેટ સોગાદો ઉપરાંત બાળકોને માટે સ્કોલરશીપ એ સૌથી મોટી લાલચ મનાય છે. પહેલા કોરાં ફોર્મ પર સહી લઇ લેવાય પછી હાથમાં રોકડ પણ આવતી થઇ જાય એટલે હમેશ ભીડમાં રહેલી સ્ત્રી સાતમાં આસમાનમાં વિહરવા લાગે  . પણ એને ખબર નથી હોતી કે આ બધું ક્ષણજીવી છે. જો કે ઘણી જમાનાની ખાધેલ સ્ત્રીઓ આ પામી જઈ ખસી જવા માંગે એવું પણ બને , ત્યારે એજન્ટો પોત પ્રકાશે  .

સૌથી ખતરનાક વાત તો એ છે કે સામાન્યરીતે પાકિસ્તાન જેવા રૂઢિચૂસ્ત દેશમાં સ્ત્રીઓને પરપુરુષ સાથે વાત કરવા પર ઘણાં નિયંત્રણો હોય છે. એટલે એજન્ટ નેટવર્કમાં મોટાભાગની સ્ત્રીઓ શામેલ હોય છે. પહેલી નજરે સાવ નિર્દોષ લગતી દોસ્તી ભેટ, સોગાદ સુધી  વિસ્તરે ને પછી એ ગીવ એન્ડ ટેકના સ્વરૂપમાં આવે. કોઈ મહિલા આ પછી જો જાળમાં ફસવા ન ચાહે અને માથું ઊંચકે તો
ત્યારે શરુ થાય ધાકધમકી અને અપહરણનો સિલસિલો  . ત્યારે આ સ્ત્રીઓને ખ્યાલ આવે કે અવનવા વસ્ત્રો , પરફ્યુમ્સ , દાગીના ,રોકડ રકમ એમ જ નહોતી મળતી  ..એ તો રમકડું બનવાની લાલચ હતી.

આ સ્ત્રીઓમાં માત્ર પરિણીતા જ નથી, કોલેજ ગર્લ પણ શામેલ છે. કુંવારી કન્યાઓ , ખાસ કરીને ધર્મભીરુ અને જેહાદ ને આ પાવર ગેમને ધર્મ માનતી મહિલાઓ આ જાળમાં સામેથી ફસાવવ આવે છે  .

ઘણી સ્ત્રીઓ પોતાના અપહરણ થશે એવી આશંકાથી પોલીસમાં ફરિયાદ કરવા જાય છે પણ ફરિયાદ તો થાય જો પોલીસ સાંભળે  !!  પોલીસો ફરિયાદો જ ન નોંધે ! એ પણ એક બીજી સાઠગાંઠ  . તેનું કારણ એ છે કે પોલીસ પણ આ તત્વો સાથે ધર્મના નામે ભળેલી હોય છે. એનું કારણ છે પાકિસ્તાનના ટોપ બ્રાસ કહી શકાય એવા આર્મી ઓફિસરો , ઇસ્લામિક સ્ટેટ પાકિસ્તાનમાં જે જાળ બિછાવી રહ્યું છે એને ટેકો આપનાર અન્ય કોઈ નહીં પણ મુશરફના સમયના ,હવે સેવાનિવૃત્ત થયેલા આર્મીના અધિકારીઓ છે.
દુનિયાના કોઈ પણ દેશ કરતા પાકિસ્તાનમાં અડ્ડો જમાવવાનું કામ ઇસ્લામિક સ્ટેટ માટે વધુ સહેલું છે  . અફગાની પ્રજા પોતાનો સબક બહુ ગંભીરતાથી લે છે. ત્રાસવાદને પ્રોત્સાહન આપવાની ભૂલ કરીને એ સદીઓ સુધી પાછળ ધકેલાઈ ગયા છે , પણ પાકિસ્તાને આ વાત હજી અનુભવવાની બાકી છે.દુનિયાભરમાં ચાલતા ત્રાસવાદી જૂથોને પાક આર્મી ઓફિસરો સાથે સીધા કે આડકતરા સંબંધો છે એવા સંજોગોમાં પોલીસ આમ આદમીની ફરિયાદ લઈ એની પર ચપ્પટ બેસી જવા ઉપરાંત નકરે તો  પણ શું કરે ?
ત્રાસવાદ કોઈનો સગો થતો નથી. પાકિસ્તાનને આ વાત સમજાય  તો રહી છે પણ ઘાટ સાપે છછુંદર ગળ્યાનો છે , એના પરિણામ તો ભોગવે જ છૂટકો ને !!

છેલ્લે છેલ્લે :
દુનિયા કી યે રીત હૈ  ય કોઈ સંજોગ
બૈઠે મેરી તાક મેં મેરે અપને લોગ !

Advertisements

3 thoughts on “ઔરત ને જનમ દિયા મર્દો કો ,મર્દો ને ઉન્હેં બાઝાર દિયા”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s