Opinion

ભગવાનની ઘરવાપસી

17TH-SHIV_1847801e

જો તમને જૂની , એન્ટીક કહી શકાય એવી ચીજવસ્તુઓનો  શોખ  હશે તો  મુંબઈના ચોર બજારની મુલાકાતે તો જરૂર ગયા હશો.
સામાન્ય લોકોને જે ચીજ ભંગાર , કાટમાળ લાગે તે જૂની , અલભ્ય , કલાકૃતિઓની ત્યાં હાટ લાગે છે.  એ પછી જૂની મૂર્તિઓ હોય કે સિક્કાઓ , ભવ્ય  બોહેમિયન કાચના , ક્રિસ્ટલના ઝુમ્મરો , હાંડી , તાંબા પિત્તળના કલાત્મક વાસણો કે પછી લાકડાની અદભૂત બારસાખ , કમાડ, ડેલીના ઝાંપા  … જે  સામાન્ય માણસોની આંખમાં ભંગારથી વિશેષ કશું જ નથી અને કળા ચાહકો એ માટે મોંમાંગ્યાં દામ ચૂકવવા તૈયાર હોય છે.
આ બધો સમાન આવે છે ક્યાંથી ? જો એવો પ્રશ્ન થાય તો જવાબ છે તૂટતાં જૂના ઘર , ડેલી , ઝાંપા ને જહાજ તો ખરાં જ પણ અલભ્ય કહી શકાય એવો સમાન આવે છે હિંદુ અને જૈન મંદિર, દહેરાસરમાંથી. થોડે અંશે ચર્ચ પણ શામેલ છે પણ મુખ્યત્વે મંદિરોમાંથી આ પિત્તળ , પંચધાતુ ને  પથ્થરની જાજરમાન મૂર્તિઓ , દીવીઓ ને ભીંતચિત્રોથી માંડી ઝુમ્મર ને હાંડીઓ પણ ત્યાંથી જ આવે છે.
કહેવાના આસ્થાળુ પણ ભગવાનને, દેવદ્રવ્યને  વેચી નાખનાર હોય છે આ આસ્થાળુ ભક્તો જેમાં સમાવેશ થાય છે મંદિરોના ટ્રસ્ટીઓનો અને જિર્ણોધ્ધાર કરાવનાર સાધુ મહારાજો અને બાવાઓનો. આ વાસ્તવિકતા છે અને એટલે જ એ ભારે કડવી છે.  કહેવાતી સાંભળેલી વાત નથી , હકીકત છે. મંદિરો , દહેરસરોમાંથી પ્રતિમાઓ રીપેરકામના નામે પગ થઇ જાય છે.. સમય વિતવાની સાથે એ ઘટના ભૂલી જવાય એટલે હળવેકથી  વિદેશી આર્ટ કલેક્ટરના ઘરની શોભા બની જાય છે.
CgSrx22WIAE8dN5
એવું ઉદાહરણ 2014માં પહેલીવાર જોવા મળ્યું  . ઓસ્ટ્રેલિયન સરકારે મોદીને ભારતમાંથી ચોરાયેલી પ્રતિમા પછી આપી.  એ નટરાજની પ્રાચીન પ્રતિમા જ્યાંથી ચોરાઈ હતી એ તમિલનાડુના મંદિરમાં  ફરી સ્થાપિત કરવામાં આવી ત્યારે આ મામલા પર પ્રકાશ પડ્યો હતો.
એન્ટીક કક્ષામાં પણ એ ગ્રેડમાં આવે તેવી 900 વર્ષ જૂની નટરાજની પ્રતિમા તમિલનાડુના શ્રી પુરંથન મંદિરમાંથી ચોરીને લંડન થઇ અમેરિકા પહોંચી ગઈ હતી. ત્યાના કોઈક આર્ટ ડીલરે ઓસ્ટ્રેલીયાની નેશનલ ગેલેરીને વેચી હતી. કિંમત પચાસ લાખ આપીને ઓસ્ટ્રેલિયાની સરકારે ખરીદી હતી. જોવાની ખૂબી તો એ હતી કે શ્રી પુરંથન  બ્રુહ્દેશ્વમંદિરનું નિર્માણ ચોલા રાજવીએ કરાવ્યું પછી એ મંદિર ક્યારેય અપૂજ રહ્યું નથી. દિવસ રાત જ્યાં સેવા પૂજા થતી હોય તેવા મંદિરમાંથી આટલી મોટી મૂર્તિનું ગાયબ થઇ જવું એક ગર્ભિત ઈશારો કરે છે . 2006ની સાલમાં આ મૂર્તિ અચાનક જ અલોપ થઇ ગઈ હતી જેમ અન્ય મૂર્તિઓ થઇ જાય છે. અને પહોંચી બહુ નામાંકિત એવા ઓક્શન હાઉસ સોધબી  દ્વારા થતી લીલામીમાં  .
માત્ર તમિલનાડુમાં જ 463  જેટલાં હિંદુ મંદિરો પ્રાચીન કક્ષામાં આવે છે. એમાંના અડધાથી વધુનું નિર્માણકાર્ય ચોલા વંશના રાજવીઓએ કરાવ્યું હતું  . આ તમામ મંદિરોમાં તસ્કરી એક સૌથી મોટો માથાનો દુખાવો છે. કારણ છે મૂર્તિની ધાતુ , કોઈક સોનામાંથી, કોઈક ચાંદીમાંથી કે પછી પંચધાતુ અને પિત્તળના પણ દામ ઉપજતાં હોવાથી ચોરનાર આ મૂર્તિઓને ઓગળીને મેટલ રોકડી કરતાં હતા. અચાનક એમાં વચેટીયાઓ આવી ગયા. વિદેશના નાગરિક , મૂળ ભારતીય એવા આર્ટ ડીલરો. ચોરોને ખ્યાલ આવ્યો કે પોતે જે કમાણી  કરે છે એના કરતાં હાજરગણી કમાણી માત્ર મૂર્તિને વિદેશ મોકલવામાં છે, બસ પછી તો આ ધંધો પુરપાટ ચાલ્યો છે.
29c59a3c-3fe2-45a9-bbfd-2570bbf1fd49-1024x768
વર્ષો પહેલાં ભારત સરકારે પેરિસમાં ઇન્ડિયા ફેસ્ટીવલ કર્યો હતો ત્યારે ભારતની ઝાંખી બતાવવા આવી કેટલીય પ્રાચીન મૂર્તિઓને મ્યુઝિયમ ને મંદિરોમાંથી કાઢી કાઢીને લઇ તો જવાઈ હતી પણ પછી ક્યારેય ન આવી એ પણ હકીકત છે. ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે બહાર ચાલી ગયેલી , વેચાઈ ગયેલી મૂર્તિ પછી લાવવામાં ભારત સરકાર સફળ રહી હોય.
ટીપુ સુલતાનની તલવાર હોય કે કોહિનૂર , ભારતના ખજાનાને લુંટનાર વિદેશી જ હતા જરૂરી નથી. આ પ્રાચીન નટરાજની મૂર્તિની તસ્કરી કરાવનાર ન્યુયોર્કમાં સ્થાયી એક ભારતીય જ હતો, જે અમેરિકાનું નાગરિકત્વ ધરાવે છે.
આપણે ત્યાં થતી તસ્કરીમાં માત્રને માત્ર ભારતીયો જ હાથા બને છે બાકી વિદેશમાં જન્મેલા , હિંદુ સંસ્કૃતિ વિષે અજાણ વ્યક્તિને ક્યાં મંદિરમાં કઈ મૂર્તિ છે કેવી રીતે ખબર પડે ?
મંદિર , ચર્ચ , અન્ય સ્મારક , જ્યાં કોઈ અલભ્ય જૂની ચીજો દેખાય ત્યાં આ લોકોની નજર હોય જ છે. એકવાર ચોરાય પછી ઉહાપોહ શાંત થાય એટલે એ વિદેશ પગ કરી જાય..
જેમ આ માટે એક આખું નેટવર્ક છે તેમ આ પગ કરી ગયેલી કલાકૃતિઓ પાછા લાવવા માટેનું નેટવર્ક ઉભું થઇ ચુક્યું છે. એમની જહેમતથી જ આ નટરાજને પાછા લાવવામાં સફળતા મળી હતી. એ માટે ઘણા લોકો નિસ્વાર્થભાવે કામ કરે છે. એમને પોતાના મિશનને નામ આપ્યું છે ,ઇન્ડિયા પ્રાઈડ પ્રોજેક્ટ  . જે જેમ્સ બોન્ડની જેમ કામ કરે છે. એમનું કામ છે
ભારતમાંથી ચોરાયેલી પ્રતિમા પાછી લાવી ફરી મંદિરમાં સ્થાપન કરવાનું  .
Tamilnadu_01
થોડાં રાષ્ટ્રપ્રેમીઓ દ્વારા ચાલુ થયેલા આ અભિયાનને વેગ મળતો જાય છે. આ અભિયાન સાથે જોડાયેલાં લોકો  વિષે કોઈ વધુ જાણકારી નથી મળતી , કારણ છે ગોપનીયતા  . જ્યાં વાત  અબજો રૂપિયાની ચોરીની હોય ત્યાં આ માથે કફન બાંધીને ઉતારનાર લોકો સુરક્ષા માટે આટલું તો કરવું જ પડે. પરંતુ , આ લોકો સોશિયલ મીડિયા પર ખાસ્સાં કાર્યરત છે. એ વિષે પ્રોજેક્ટના સંસ્થાપક અનુરાગ સક્સેના કહે છે કે ચોરાયેલી મૂર્તિ સહુ પહેલા  બ્લોગર અને કલાપ્રેમી વિજયકુમારે જોઈ. એ પછી એને શોધવાનું કામ શરુ કર્યું  . સહુ પહેલું કામ તો એ હતું કે આ મૂર્તિ શ્રી પુરંથનમાં હતી એ સાબિત કરવાનું હતું  . એ પછી થોડાં લોકોએ કેનબેરા ઓસ્ટ્રેલીયા જઈને મૂર્તિના ફોટોગ્રાફ લઇ આવવા જરૂરી હતા. આ બધું થયું પછી ડીલર દ્વારા પ્રસ્તુત થયેલા ફેક દસ્તાવેજ ને રસીદો શોધવાનું કામ શરુ થયું , જેનાથી સાબિત થઇ શકે કે આ મૂર્તિ ચોરી થઇ છે. પ્રોજેક્ટ ઇન્ડિયાની ટીમે ઓસ્ટ્રેલીયાના મ્યુઝીયમના કર્તાધાર્તાઓને સાચી માહિતીની જાણ કરી. પહેલા તો કોઈ સરખો જવાબ ન મળ્યો પણ એક આંતરાષ્ટ્રીય નામના ધરાવતાં પત્રકારની મદદથી પ્રેસ કોન્ફરન્સમાં આ વાત આંતરાષ્ટ્રીય મીડિયા સામે મૂકવામાં આવી અને એ નટરાજની પધરામણી પછી શક્ય બની  . 638c60d9-3b3e-408f-b427-4757e55035bb
અનુરાગ સક્સેના છે ભારતીય પણ એક દાયકાથી સિંગાપોરમાં સ્થાયી છે. એ ભલે રહેતા હોય વિદેશમાં માતૃભૂમિ માટેની ફરજ હજી એમના લોહીમાં છે. અનુરાગની જેમ અન્ય અગિયાર સભ્ય પોતપોતાની ફરજ સમજીને કામ કરે છે. જેમની ઓળખ ગોપનીય રાખવી જરૂરી હોવાથી એમના નામનો ઉલ્લેખ ક્યાંય થતો નથી. આ તમામ ઇન્ડીયામાં જ એક ય બીજાં નોકરી ધંધામાં છે  . કોઈક વિદ્યાર્થી છે તો કોઈક બેંક કર્મચારી , કોઈક બીઝનેસમેન છે, કોઈક  ઇતિહાસકાર , પત્રકાર છે. સહુ પોતપોતાની યથાશક્તિથી ફાળો આપે છે.
નટરાજની મૂર્તિ તો પાશેરામાં પહેલી પૂણી છે. હજી તો કેટલીય મૂર્તિઓ , મંદિરોની જણસ , શિલાલેખો લાવવા  બાકી છે.
 આ કલાકૃતિઓની ચોરી પકડવી સહેલું કામ નથી. ચોરી થાય પણ પોલીસમાં રીપોર્ટ જ ન થાય તો એ મૂર્તિઓ/કલાકૃતિ/ચીજવસ્તુ  ક્યારેય હાથ લગતી નથી. પોલીસ ફરિયાદ પછી અખબારના માધ્યમથી આ વાત ઉજાગર થાય છે,  કોઈકવાર ગામલોકો જાગૃત હોય તો સોશિયલ મીડિયા પર પણ ચર્ચાય છે. આ વાત વિદેશ્નોના મ્યુઝીયમમાં પહોંચાડાય છે કે આ મૂર્તિઓ  ચોરીની હોય શકે છે.  ગયા વર્ષે જ ઇન્ડીયાથી  15 થી 17000 મૂર્તિઓ ચોરી થઇ છે. પ્રાઈડ ઇન્ડિયા 2000 જેટલી  મૂર્તિઓ શોધવામાં સફળ રહ્યું છે. પણ, માત્ર પાંચ જ મૂર્તિ પાછી લાવવામાં સફળતા મળી છે.
પ્રાઈડ ઇન્ડિયાના અભિયાનને સફળતા ત્યારે મળશે જયારે નાગરિકોના દિલમાં રહેલો ચોર મરે  . અનુરાગનું મિશન ખૂબ સારું પણ મુંબઈના ચોર બજારની રોનક તો કંઇક  જુદી જ વાત બયાન  કરે છે.
છેલ્લે છેલ્લે :
મૈં અકેલા હી ચલા થા જાનીબે મંઝિલ કો મગર 
લોગ સાથ આતેં ગયેં ,કારવાં બનતા ગયા 
~મજરૂહ સુલતાનપુરી
Advertisements

3 thoughts on “ભગવાનની ઘરવાપસી”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s