મંગલ મંગલ હો

20131106-095204.jpg
પ્રભુ એટલું આપજો , કુટુંબ પોષણ થાય,
ભૂખ્યા ન કોઈ સૂએ , સાધુ સંત સમાય ,
અતિથિ ભોઠો ન પડે , આશ્રિત ન દુભાય
જે આવે આંગણે આશિષ દેતો જાય
સ્વભાવ એવો આપજો સહુ ઈચ્છે હેત
શત્રુ ઈચ્છે મિત્રતા, પાડોશી ઈચ્છે હિત
વિચાર,વાણી ને વર્તનથી ચાહું એ જ
મંગલ મંગલ હો